________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૧ માત્ર આત્મા જ દેખાય છે. સમજવું કે ચારિત્રમોહ ગયો. તેનું ઊઠમણું થયું. માત્ર આત્મા જ દેખાયો.
“એક દેખિયે એક જાનિયે, રમી રહે ઇક થોર,
સમલ અમલ ન વિચારીયે, યહ સ્થિતિ કછુ નહીં ઓર.” સમયસાર નાટકમાં બનારસદાસજી બોલ્યા હતા. કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું કે તમામ નયો, તમામ પ્રમાણો, તમામ નિક્ષેપો, તમામ સપ્તભંગી, તમામ વિચારો અને વિકલ્પો, તમામ વૃત્તિઓ, તમામ શાસ્ત્રો, તેનાથી પર જઈને શાસ્ત્રથી પ્રતિપાદ્ય એક માત્ર શુદ્ધ ચેતનામાં જ લીનતા કરવી, તે જે કરે છે તેને અમે ધ્યાન કહીએ છીએ. ચારિત્રમોહ જાય એટલે આવું ધ્યાન થાય.
મને લાગે છે કે તમને હવે મૂંઝવણ નહિ થાય, તમે હવે કોઈને પૂછશો નહિ કે દર્શનમોહ કેવો હોય ? આટલા બધા લક્ષણો દર્શનમોહના કહ્યા પછી મોહ ગયો કે દર્શન ? સીધી વાત છે. મોહને ટાળવાનો છે, દર્શનને રાખવું છે. દર્શનની આંખમાં મોહનું કસ્તર પેઠું છે, તે કાઢી નાખવાનું છે.
અહીં પ્રવચનમાં નથી વાર્તા કે નથી હસવાનુ છતાં તમે પ્રેમપૂર્વક સાંભળો છો ત—ત્તિ પ્રતિચિત્તેન જે આત્માની વાત સાંભળે છે, તે વિશે ભવ્ય છે. ૧૦૩ ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. ૧૦૪મી ગાથી શરૂ થશે, ત્યારે ૧૦૩મી ગાથાનું વિહંગાવલોકન થશે. ધન્યવાદ ! કર્મ ફીલોસોફીની ચર્ચા થોડી બાકી છે તે હવે કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org