________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૨૯ સમાઈ ગયું, જેમાં સાકર દૂધમાં ભળી જાય તેમ સદ્ગુરુમાં આપણી ચેતના ભળી જાય. કયારે ભળશે ? વચમાં કોઈપણ જાતનો આગ્રહ ન હોય ત્યારે. આગ્રહ છોડવાથી સદ્ગરનો બોધ પ્રાપ્ત થશે. ત્યાં સુધી વ્યાખ્યાન, પ્રવચન, ભાષણ જે સાંભળવું હોય તે સાંભળો પણ બોધ ન થાય. બોધ તો અંદરમાં ઘટતી ઘટના છે. પ્રવચનમાં તો કાનથી સંભળાય અને તે પ્રવચન બહાર રહે છે. આ બોધ તો અંદરમાં ઘટતી ઘટના છે. સદ્ગુરુનો બોધ, એનો એ બોધ, એનો એ શબ્દ બોધ બની જાય છે.
એક શિષ્ય સદ્ગુરુ પાસે આવ્યો અને સદ્ગુરુને કહે કે મને કંઈક કહો. ગુરુ કંઇપણ બોલ્યા નહિ. દશ મિનિટ, પંદર મિનિટ અને અર્ધી કલાક થઈ, પણ ગુરુ કંઈ બોલ્યા નહિ એટલે તે ઊભો થઈ ચાલવા માંડ્યો. તુરત જ સદ્ગુરુએ કહ્યું કે ઊભો રહે. તુરત જ તે પાછો આવ્યો અને પૂછ્યું કે શું કરું ? ગુરુએ કહ્યું કે જે કહ્યું છે. આમાં સમજવાનું શું ? તને એમ કહ્યું કે તું તારામાં ઊભો રહે. હવે મળી ગયું? હવે જા. સદ્ગુરુ કંઇપણ કહેશે તે ત્યારે પરિણમશે, જ્યારે નિરાગ્રહ-આગ્રહ રહિત અવસ્થા હશે. જમીન ખેડાયેલી હશે તો એ બીજ જમીનમાં જશે અને બીજી વાત એ કે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તશે તો. આ સાધનાની તૈયારી છે.
ઉપર જે કહ્યો તેવો મોક્ષમાર્ગ આરાધશે તો થોડા ભવ કરી ભવ બંધનથી મુક્ત થશે. વાર નહિ લાગે.
(૧) સદ્ગુરુનો બોધ માન્ય કરે, (૨) સદ્ગુરુના બોધ પ્રમાણે વર્તે, (૩) આજ્ઞાપાલન કરવા પ્રચંડ પુરુષાર્થ કરે,
આવું જ થાય ને પુરુષાર્થ તીવ્ર હોય, તો આ જન્મમાં જ મોક્ષ અને આ જન્મમાં ન થયો તો ત્રણ જન્મમાં થશે. ત્રણ જન્મમાં ન થયો તો પંદર ભવમાં અને પંદર ભવમાં ઠેકાણું ન પડ્યું તો વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન, પણ તેથી વધારે નહિ જ.
છેલ્લી વાત, અનંતકાળ સુધી જીવ નિજ છેદે ચાલી પરિશ્રમ કરે છે. ફરીથી કહું છું કે એકાદ વર્ષ કે વીશ પચ્ચીશ નહિ પણ અનંતકાળ સુધી પરિશ્રમ કરે, તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. તમે મંડળમાં જોડાયાં, તમને કેટલાં વર્ષ થયાં ? તમે કહેશો કે પાંચ થયાં, કોઈને પચ્ચીસ થયાં પણ જેની સાથે જોડાવાનું છે ત્યાં ન જોડાયાં અને મંડળમાં જોડાયાં. પરમકૃપાળુદેવે શું કહ્યું? અનંતકાળ સુધી નિજ છેદે ચાલીને પરિશ્રમ કરે, મહેનત કરે, પ્રચંડ પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહિ. પરંતુ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલનાર આરાધકે પોતાના આગ્રહો છોડ્યા, જ્ઞાનીના બોધ અનુસાર ચાલવાનો નિર્ણય કર્યો અને સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો નિર્ણય કરી, પ્રચંડ પુરુષાર્થ કરવાનું નક્કી કર્યું.
અહીં સદ્ગઓ કોઈની ઉપર શાસન કરતા નથી. કોઈને વાડામાં પૂરતા નથી, એમનું કામ વાડા તોડવાનું છે. વાડામાં જોડાયા હોય તો બહાર કાઢવાનું છે. તો નિજદે પરિશ્રમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org