________________
૧૨ ૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કર્યા છે, અને મારે આ જન્મમાં જ બધા પાપોથી મુકત થવું છે. તેઓએ કહ્યું કે મુક્ત થઈ શકાય. તારે કિંમત ચૂકવવી પડશે અને પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. તેણે કહ્યું કે આપની આજ્ઞા હોય તેમ કરીશ. તેઓએ કહ્યું કે એક કામ કર. જ્યાં જ્યાં તું ચોરી કરીને આવ્યો છે, જ્યાં જ્યાં લોકોને પરેશાન કર્યા છે, જ્યાં જ્યાં લોકોને હેરાન કર્યા છે, જ્યાં જ્યાં હિંસા કરી છે, જ્યાં જ્યાં ધાડ પાડી છે ત્યાં ત્યાં ગામના દરવાજે તું જા અને કાયોત્સર્ગ ધ્યાનમાં તું રહે. પછી જે બનાવ બને તેને તું જોયા કર, આ ઘટના બને ત્યારે તારા મનમાં સહેજ પણ આવેશ ન આવે, ઉત્તેજના ન થાય, જરા પણ દ્વેષ ન થાય અને ક્રોધની ચિનગારી પણ તારામાં ન આવવી જોઈએ. તું ધ્યાનમાં હોઇશ, તું કાયોત્સર્ગમાં હોઈશ અને જોનારા એમ કહેશે કે આ અમારા ઘરમાં આવ્યો હતો, ચોરી કરી હતી, બાળકનું ખૂન કર્યું હતું, મારો એને. એકાદ પત્થર ઉપાડી મારશે પણ ખરા. ગુસ્સે પણ થશે, અને ગમે તેમ બોલશે, પણ તે વખતે તને એમ થવું જોઈએ કે આ લોકો મારા કર્મો ખપાવવાની પ્રક્રિયામાં બહુ મોટી મદદ કરે છે. આમના જેવા બીજા કોઈ મિત્રો નથી.
આપણે કહીએ ને કે “બોલો સાહેબ ! આ તે કંઈ ઉપદેશ કહેવાય ? દૃઢપ્રહારી ! આ પથ્થર તને પ્રતિક્રિયા રૂપે મળે છે. આ પથ્થર મારનાર તારો દુશ્મન નથી પણ મિત્ર છે તેમ માનજે. તારો સાથી છે તેમ માનજે. અને તારે જે કર્મો ખપાવવાનાં છે, તે કર્મો ખપાવવામાં સહાયક છે, એમ તારી ધીરજ રહે, તો તને આ જનમમાં મોક્ષ મળશે જ.નગરના ચાર દરવાજા છે. દોઢ મહિનો એક દરવાજે ઊભા રહેવાનું થયું. તેમ છ મહિને ચાર દરવાજા પૂરા થયા. તપ, ઊભા ઊભા કાઉસગ્ગ અને તે વખતે આવનાર અને જનાર ગાળો આપે, કોઈ લાકડી કે પથ્થર મારે, કોઈ તેના વાળ ખેંચે, કોઇ હલાવે અને કહે કે કેમ હવે, ડહાપણનો દરિયો બન્યો ? સાધુ થયો ? લે, લેતો જા, એમ કહી મારે ત્યારે હૃદયમાં ક્રોધના તરંગો ન આવે. સાંભળજો! માનસિક ભૂમિકા કેવી હશે ? આવો તરંગ કે ક્રોધ ન ઊઠે પણ સકારાત્મક રીતે થાય કે આ માણસ કર્મ ખપાવવામાં સહાયભૂત બને છે. આના જેવો મારા માટે બીજો કોઈ હિતકારી નથી. મારું ભલું કરનાર બીજું કોઈ નથી, આવું વિચારી શકાય? આ ગાંડપણ કે ઘેલછા નથી લાગતી ? આવું થઈ શકે ખરું? આવી સલાહ આપનાર સોરાબજી વકીલ નહિ પણ મુનિ ભગવંત હતાં. તેમણે એમ કહ્યું કે આ તારાં નિબિડ કર્યો છે. તારે ફેંસલો કરવો છે. આવું બે ત્રણ દિવસ થાય પણ મહિનાઓ સુધી અને દરેક દરવાજે? પાછી ત્રણ શરતો સાથે કે ઉગ્ર તપ, ધ્યાન- કાયોત્સર્ગ અને ઊભા ઊભા હસતે મોઢે પરિષહો સહન કરવાના, ઉપરથી ધન્યવાદ આપવાના કે તમે મારા મિત્રો છો. આખા નગરમાં દૃઢપ્રહારીએ કાળો કેર વર્તાવેલો. ઓસામા બિન લાદેન કરતાં પણ વધારે કેર વર્તાવેલો હતો. શાસ્ત્રોમાં વર્ણન છે કે છ મહિનામાં હજારો માણસોએ તેને અલગ અલગ રીતે પરેશાન કરેલો પરંતુ નવાઇની વાત એ છે કે એક પણ ક્ષણ માટે તેનામાં ક્રોધના તરંગો ઊભા થયા ન હતા. છ મહિનામાં બધા કર્મોનો નિકાલ કર્યો. હવે કર્મો જબરા અને બળવાન છે તેમ નહિ કહેવાય અને અમે શું કરીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org