________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે, અનિત્ય છે તેમ પણ જાણ્યું. તેમાં સુખ નથી તેમ પણ જાણ્યું અને જાણવા છતાં અનેક જન્મના સંસ્કારના કારણે ફરી ફરી ત્યાં જાવ, આનું નામ ચારિત્ર મોહનીય. પાછો ત્યાં જાય. વળી વળીને જુએ કે મારા વરઘોડામાં કેટલાં છે ? આ મોહની પ્રક્રિયા જુઓ ! એટલા માટે અમે મોહ હણવાનો પાઠ કહીએ છીએ.
“તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ'. આ શબ્દમાં ચમત્કાર છે. બાકી બધા કર્મોને હણવાની જરૂર નથી. કહે છે ને કે નૃપતિ જીતતાં, જીતીએ, પુર દળને અધિકાર. મોહ કેવી રીતે કામ કરે છે? મોહનું વર્કીગ કેવું છે ?
कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागुव्व मट्टियं ॥
(ઉત્તરાધ્યયન અ. ૫/૧૦ શ્લોક) ભગવાન મહાવીરનો કહેલો આ અદ્ભુત શ્લોક છે. શબ્દ વાપર્યો છે શિશુનાગ ! શિશુનાગ એટલે અળસિયો. સંસ્કૃતમાં અળસિયાને શિશુનાગ કહે છે. અળસિયું જોયું છે ને? સાપ જેવું જ દેખાય અને સાપની જેમ જ ચાલે છે. એ અળસિયું એક કામ કરે છે. એ માટી જ ખાય છે. એ મોઢેથી માટી ખાય અને શરીરથી માટી ભેગી કરે. કહેવાય છે કે તે માટીમાં જ જન્મે છે, માટી ખાય છે, માટી ભેગી પણ કરે અને મને પણ માટીમાં અને પાછળ મૂકતો જાય પણ માટી. એક શિષ્ય શહેરમાંથી પસાર થઈ, ગુરુ પાસે આવ્યો. ગુરુએ શિષ્યને પૂછ્યું કે તું ફલોરા ફાઉન્ટન પરથી આવ્યો. ત્યાં તો ખૂબ જ ટ્રાફિક હોય છે. તે ત્યાં શું જોયું ? શિષ્ય કહ્યું કે માટીનાં પૂતળાં પાછળ, અનેક માટીનાં પૂતળાઓ મેં જોયાં. આ શિષ્ય જ્ઞાની હોવો જોઈએ. માટીનાં પૂતળાં પાછળ, અરે ! માટીનાં પૂતળાઓ ! ગુસ્સો ન કરશો. ને ન કહેશો કે, અમે આટલા બધા રૂપાળા છીએ ને ! અરે શું રૂપાળા? માટીના જ પૂતળાં. માટીના પૂતળાં પાછળ કોણ દોડે છે ? હવે તો કહો કે માટીનાં પૂતળાં. અળસિયો મોઢેથી માટી ખાય અને ભેગી પણ માટી કરે.
મોહથી ઉન્મત્ત થયેલ માણસ શરીર અને વાણીમાં ઉન્મત્ત અને ઉછૂખલ બની જાય છે. કાબૂ વગરનો અને લગામ વગરનો થઈ જાય છે. રાવણ, દુર્યોધન બેકાબૂ થયા, તેથી ગયા. અમે ઘણી વખત કહ્યું છે કે એશી લાખની કિંમતી કાર હોય, સરસ મઝાની. મિત્રને કહીએ નવી કાર આવી છે, ચાલો ચોપાટી ફરી આવીએ. મિત્ર તો ઠાઠથી બેસે, પોતાની હોય તેમ. પરંતુ ડ્રાઇવર કહે કે અરે! ગાડી તો સરસ છે પરંતુ આમાં બ્રેક નથી. બ્રેક વગરની ગાડીમાં તમે બેસશો ખરા ?
અહીં બે કેન્દ્રો આપ્યાં. બંને મહત્ત્વનાં છે. એક કેન્દ્ર ધન એટલે લક્ષ્મી અને બીજું કેન્દ્ર કામવાસના. આપણે ચોવીસ કલાક કોની પાછળ દોડીએ છીએ? ધન પાછળ. ધનતેરસ આવશે ત્યારે ઓલો ચાંદીનો સિક્કો સાચવી રાખ્યો હશે, તે તિજોરીમાંથી કાઢશે, હાથથી દૂધ લઈ નવરાવશે, પછી ચાંદલો કરશે અને લક્ષ્મીજીને પગે પડશે. આટલાં પ્રેમથી તો ભગવાનની પૂજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org