________________
૯૬
પ્રવચન ક્રમાંક ૭૬, ગાથા ક્ર્માંક-૧૦૨-૨ તેનું ફળ આ વ્યકિતને આવું ભોગવવાનું રહેશે. (૨) સ્થિતિ-કાળ નક્કી થાય, એ ફળ કયારે આપશે અને કેટલો ટાઇમ ભોગવવાનું રહેશે તે, તે જ વખતે નક્કી થાય. એક વર્ષ પછી, બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી કે કલાક પછી આ કર્મ ફળ આપવાનું છે. (૩) આ કર્મ જ્યારે ફળ આપશે ત્યારે આવા બળથી અને આટલી શક્તિથી ફળ આપશે. દશ જણને તાવ આવ્યો છે, કોઇને મેલેરિયા, કોઇને ટાઇફોઇડ, કોઇને વાઇરસ ઇન્ફેકશન. કોઇને ૧૦૪ ડીગ્રી અને કોઇને ૧૦૩ ડીગ્રી તાવ અને તાવ પણ જુદો જુદો. કર્મો જ્યારે ફળ આપે છે ત્યારે તેના પ્રકાર જુદા જુદા જે પડે છે. એની શકિત જે કામ કરે છે તેને કહેવાય છે રસ, કર્મની તાકાત. તમે જેટલા જોરથી દડો ફેંકશો તેટલા જોરથી સામે આવશે. ક્રીકેટના મેદાનમા જેટલાં જોરથી બોલીંગ થાય, તેટલા જોરથી બેટીંગ કરવી પડશે. જેટલા જોરથી ભાવ થાય, જેટલી તીવ્રતાથી ભાવ થાય એ પ્રમાણે કર્મની શકિત નિર્માણ થાય. તો આ પ્રમાણે કર્મ કેવું ફળ આપશે અને કેટલી તાકાતથી ફળ આપશે તે પણ નક્કી થાય. (૪) આખી પ્રક્રિયામાં આ જગતમાંથી કર્મનો જથ્થો તમે કેટલો લેશો તે પણ નક્કી થાય. શાસ્ત્રીય પરિભાષામાં જો બોલવાનું હોય તો આને અનુક્રમે (૧)પ્રકૃતિબંધ, (૨)સ્થિતિબંધ, (૩)રસબંધ અને (૪)પ્રદેશબંધ કહે છે.
પ્રકૃતિ એટલે સ્વભાવ. આ કર્મ દુઃખ આપશે, આ સુખ આપશે, આ અનુકૂળતા આપશે, પ્રતિકૂળતા આપશે. આ જ્ઞાનને ઢાંકશે, દર્શનને ઢાંકશે, આ કર્મ દેહની રચના કરશે. આ બધી પ્રક્રિયાઓ જેથી થાય તે પ્રકૃતિબંધ. જે સમય નક્કી થાય તે સ્થિતિબંધ, ફોર્સ શક્તિ નક્કી થાય તે રસબંધ અને કેટલો કાર્મણ વર્ગણાનો જથ્થો તમે વાપર્યો તે પ્રદેશબંધ. ભાખરી બનાવવી હોય તો બે ભાખરીમાં, ચાર ભાખરીમાં લોટ કેટલો જોઇએ તે બહેનોને ખ્યાલમાં છે, કેટલો જથ્થો કર્મબંધમાં લીધો તે પ્રદેશબંધ કહેવાય. કંટાળો ન લાવશો. આ આપણી વાત છે. મોક્ષમાં જવું છે, મુક્ત થવું છે તો જાણવું તો પડશે જ, કેવી રીતે કર્મ બંધાય છે ? આ બધું જુદું જુદું થાય છે તેનું કારણ તમારા ભાવ જુદા જુદા છે.
જગતમાં અનંત વ્યકિતઓ છે અને તે પ્રત્યેક વ્યકિતનાં ભાવ પણ જુદાં જુદાં છે. સવારથી માંડી સાંજ સુધીમાં ફુલસ્કેપ કાગળ લઇને બેસજો અને લખતા જજો કે કેટલા ભાવ થયા? ઘરમાં કેવા ભાવ આવ્યા ? લીફટમાં કેવા અને ગાડીમાં બેઠાં બેઠાં કેવા ભાવો આવ્યા ? કોઇની સાથે ગાડી ભટકાણી ત્યારે કેવા ભાવ આવ્યા ? અને કોઇએ સાઇડ ન આપી ત્યારે કેવા ભાવ આવ્યા ? સાંજ સુધી શું થયું તે વિચારજો. નોકર સાથે કેવા ભાવથી વાત કરી, શ્રીમતી સાથે કેવા ભાવ આવ્યાં ? ઘરાક સાથે વાત કરતા કેવા ભાવો આવ્યા ? ઉઘરાણી કરવા ગયા ત્યારે કેવા ભાવ આવ્યા, અને આશ્રમમાં ગયા ત્યારે કેવા ભાવો થયા ? હર પળે તમે જુદા છો. હર ક્ષણે જે જુદા જુદા ભાવો ઊઠે છે તેથી હર ક્ષણે બંધ થાય છે. એવા અનંત ભાવો એક જીવાત્મા કરે છે. તો ગણિત શું આવ્યું ? જીવ અનંત અને એક જીવના ભાવો અનંત. એક જીવ પણ અનંત ભાવો કરે છે અને અનંત ભાવો કરતો હોવાના પરિણામે કર્મબંધ જે થાય છે તેનાં પ્રકાર પણ અનંત.
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org