Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆમાનંદ પ્રકાશ. આ માર્ગોમાંથી એક માર્ગ એ છે કે આત્મામાં રહેલી શકિતઓને વિકસાવવી, અથાત્ સંકલ્પબળ (will power) વડે આપણું માનસિક શકિતઓ ઉપર આધિપત્ય સ્થાપવું, આપણી પ્રકૃતિના અધો અંશને કાબુમાં લે, મનને વાસનાના માર્ગ ઉપર જતા અટકાવી ઈષ્ટમાં વળગાડી દેવાનું સામર્થ્ય ફુરાવવું અને તે સંયત મનની સહાય વડે આત્માના વિકાસને પરમ ઉદેશ સિદ્ધ કરો. આ માર્ગનું નામ “મને સંયમ શાસ્ત્ર” રાખીએ તો ચાલે તેમ છે. આપણું પ્રાચીન શાસ્ત્રકારોએ એ માર્ગને “રાજગ” એવા નામથી સંબોધેલ છે, પણ આપણે અત્યારે નામ સાથે સંબંધ નથી–માત્ર વસ્તુ સાથે છે. બીજો માર્ગ બુદ્ધિમાન પ્રકૃતિના મનુષ્યને અનુકૂળ થાય તેવું છે. આ વિશ્વને મહા પ્રશ્ન બુદ્ધિના વ્યાપારેથી, તર્કથી, શોધખળથી, ચિંતનથી, વિજ્ઞાનથી અને એવા માનસ–પ્રયત્નોથી ઉકેલવાને તે માર્ગ છે. ફીલસેફરે, તત્વો, મને વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસકે અને સતેજ બુદ્ધિના સ્ત્રી પુરૂષે એ માર્ગનું અવલંબન શ્રમહિનપણે લઈ શકે છે. એમણે ખીલાવેલી બુદ્ધિ-પ્રકૃતિને (intellectual temperament) એ માર્ગ બહુ બંધબેસતું જણાય છે. આ માર્ગને આપણું પૂર્વ મહાજનેએ “જ્ઞાનેગ” નામ આપેલું છે. વળી એક માર્ગ ઈશ્વર પ્રત્યેના અસાધારણ પ્રેમ અને ભક્તિભાવને છે. સર્વ જીવનનું મૂળ, પ્રાણીમાત્રનાં જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય અને કર્તવ્યની પરાવધિરૂપ, ઈશ્વર સાથે પ્રેમના બળથી એક્તા:સિદ્ધ કરવી. આ માર્ગને “ભક્તિયોગ” નામ અપાએલું જોવામાં આવે છે, અને તેને વેગની જુદી શાખા તરીકે માનવામાં આવે છે. પરંતુ હમે ભક્તિના માર્ગને જુદો માર્ગ માનતા નથી. હમે નથી સમજી શક્તા કે એક મનુષ્ય ગમે તે માર્ગનું અવલંબન કરે પણ તે માર્ગમાં, ઈશ્વર પ્રત્યે તેનું હૃદય પ્રેમ અને ભક્તિથી ભરેલું ન હોય તો તે માર્ગનું અનુશીલન કેવી રીતે કરી શકે? મનુષ્ય ગમે તે માર્ગ ગ્રહણ કરે, તેની પ્રકૃતિને અનુકૂળ એવા ગમે તે રસ્તે પારમાર્થિક શ્રેય સાધે, પરંતુ તે પ્રત્યેક માર્ગમાં તેનું અંત:કરણ પ્રભુ પ્રત્યે પ્રેમથી પરિપૂર્ણ હોવું જ જોઈએ, અગર તેમ ન હોય તે તે મનુષ્ય તે માર્ગ તરફ દોરાય જ નહીં. વ્યવહારમાં મનુષ્ય ગમે તે ધંધો નોકરી કરે પણ તે દરેકમાં તેનું મન પિસા પ્રત્યે રુચિવાળું હોવું જ જોઈએ. તેમ ન હોય તે તે ધંધે કે નેકરી કરી શકે જ નહીં. તે જ પ્રમાણે પરમાર્થ–માર્ગમાં પણ મનુષ્યનું મન ઈશ્વર પ્રત્યે પ્રેમયુક્ત ન હોય તે કઈ પણ માર્ગમાં પ્રવૃત્તિ કરી શકે જ નહીં. આથી દરેક માગમાં પ્રેમ અને ભક્તિ તે આવશ્યક અંગ તરીકે અનિવાર્ય જ છે, અને તેથી તે માર્ગને જુદા માર્ગ તરીકે હમે સ્વીકારતા નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49