________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
શ્રી આત્માનંદ પ્રકાશ
ભાગ્યેજ સમજે છે કે ગ્રહની આસપાસની પ્રત્યેક વસ્તુ અને દિવાલપરના ચિત્ર બાળકના ચારિત્ર્યપર સચોટ સંસ્કાર પાડે છે. પોતાના પુત્ર પુત્રીઓને કારીગરીના સુંદર નમુનાઓ બતાવવાની અથવા મધુર સંગીત સંભળાવવાની એક પણ તક તેઓએ જવા દેવી જોઈએ નહિ. માબાપોએ પિતાના બાળકને કેઈ ઉત્તમ કાવ્ય અથવા પ્રોત્સાહક ફકરાઓ વાંચી સંભળાવવાની અથવા તેઓની પાસે વંચાવવાની ટેવ પાડવી જોઈએ. આનાથી તેઓના મન સંદર્યના વિચારોથી ભરાશે અને જે દિવ્ય પ્રેમતિ આપણી આસપાસ ફરીવળેલી હોય છે તેના પ્રવાહભણ તેઓના આત્માનું વલણ થશે. આપણું બાળવયમાં જે સંસ્કાર પડે છે તેનાથીજ આપણું ચારિત્ર્ય અને આપણું આખા જીવનનું સુખ ઘડાય છે.
જગત સુંદર વસ્તુઓથી ભરેલું છે, પરંતુ મનુષ્ય જાતિને મોટે ભાગે તે સઘળી વસ્તુઓ જેવાને અને તેની પરીક્ષા કરવાને કેળવાયેલ નથી. આપણી આસપાસ રહેલું સઘળું સાંદર્ય આપણે જોઈ શકતા નથી, કેમકે તે જેવાને આપણું દૃષ્ટિને કેળવેલ નથી અને આપણી સંદર્યને પારખવાની શક્તિને વિકાસ થયેલ નથી. દ્રવ્યપ્રાપ્તિની સ્વાથી ઘેલછામાં આપણે કેટલું ગુમાવીએ છીએ તેને વિચાર કરે. રશ્કિને જે ચમત્કાર સૂર્યાસ્તમાં જે તે જેવાને તમે પિતે શક્તિવાન થાઓ એમ શું તમે ઈચ્છતા નથી? તમારા સ્વભાવને કઠેર અને કર્કશ થવા દેવાને બદલે, તમારી સાથે પારખવાની શક્તિઓને ગુપ્ત રહેવા દેવાને બદલે, હલકી વસ્તુઓ મેળવવા જતાં તમારી ઉચ્ચતર વૃત્તિઓને નષ્ટ થવા દેવાને બદલે, અને
અધિક દ્રવ્ય પ્રાપ્ત કરવાને દુનિયામાં માર્ગ કરવાની તમારી અધમ વૃત્તિને ખીલ"વવાને બદલે તમે તમારા જીવનને અધિક સેંદર્યથી ભર્યું હોત તે સારું એમ શું તમે નથી ઈચ્છતા ?
સંદર્યને જોવાની અને જીવનને સંદર્યથી વિભૂષિત કરવાની કળામાં જેણે શિક્ષણ લીધું છે તે જ ખરે ભાગ્યશાળી અને સુખી ગણાય છે. તેને તે અધિકાર એવા પ્રકારને છે કે તેનાથી તેને રહિત કરવા કોઈ પણ માણસ સમર્થ નથી, તે પણ જે માણસે આત્માના, નેત્રના, અને હૃદયના ઉચ્ચતર ગુણોને ખીલવવાનું કામ હેલું શરૂ કરવાને પરિશ્રમ લે છે તે સર્વને તે અધિકાર સુલભ છે. તે તે અધિકારની પ્રાપ્તિને અર્થે કરવા જોઈતા પરિશ્રમનો આરંભ કરે અને તમારા જીવનને બાહ્યાંતર સંદર્યથી ભરે.
અસ્તુ!
For Private And Personal Use Only