________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સફળતા પ્રાપ્ત કરવાને સર્વોત્તમ માગ.
૩૭ ધર્મજ બચાવે છે. અધોગતિ અટકાવનાર જ પિતાની પ્રગતિ કરી શકે છે, માટે આપણી ગેરસમજથી કે વડિલ વર્ગની શરમને લીધે કે કષાયના ઉદયને લીધે તેવા નિષેધ કારણોનું સેવન ન થાય એની સાવચેતીપૂર્વક જીવન ગાળવું એ કઠણુમાં કઠણ ધર્મારાધન છે. તેનાથી આપણે કંટાળી કે ડરી જવાનું નથી. એટલે જેટલે અંશે એ ધર્મારાધનમાં આપણે આગળ વધશું તેટલે તેટલે અંશે આપણે આપણે પિતાને જ બચાવ કરી શકશું. એમાં બીજાઓને બચાવવાને હેતુ નથી, છતાં બીજાઓને બચાવ સ્વતઃ થઈ જાય છે. આ નિષેધ પરિહારરૂપ ધમરાધન એ આપણી પિતાનીજ દયા છે, અને જે સ્વદયા પાળી શકે તેજ પરયા પાળી શકે છે. જ્યાં સુધી આપણે પાપરૂપ કર્મ કરવાથી પાછા હઠશું નહિ ત્યાં સુધી ધોરાધન કરવાની આપણે આપણામાં લાયકાત ઉત્પન્ન કરી છે એવો દાવો કરી શકશું નહિ.
ગૃહસ્થ અને સાધુધર્મ આશ્રી જે જે સ્વીકારરૂપ ધર્માસધન કરવાનું ફરમાવેલું છે તે તે નિષેધના પરિહારના ત્યાગ પૂર્વક કરવાનું છે. તે કરવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જે પિતાની શકિતપૂર્વક તેને આદર કરવાને છે. આ ધર્મારાધનના વિષયમાં હમેશા પિતાની છતી શક્તિ છુપાવવી–ગોપવૃવી નહિ, અને શક્તિ ઉપરાંત કરવાને આદર કરે નહિ. આ બે વાત ધ્યાનમાં રાખી પ્રમાદના ત્યાગપૂર્વક ક્રમે ક્રમે આગળ વધવાનો પ્રયત્ન કરવો એ પણ આપણી ફરજ છે. આ વાતે લક્ષમાં રાખી આપણે આપણું જીવન વ્યતીત કરવા પ્રયતન કરીશું તો આપણે આપણા જીવનને આનંદમય બનાવી શકશું, અને એજ આપણું ભાવિ સુખ અને આનંદનું કારણ છે.
સલતા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ
લેખક. જગજીવન માવજી કપાસી.(ચુડા) જગતમાં એક અતિ સૂક્ષમ કીટથી લઈને મનુષ્ય પ્રાણી સુધી અનેક પ્રકારનાં પ્રાણીઓ વસી રહેલાં છે. તે સર્વમાં મનુષ્ય સર્વોત્તમ કહેવાય છે. આત્માની સ્વરૂપ પ્રાપ્તિને માટે મનુષ્ય જીવન જ સાધન હોવાથી તેને સર્વોત્તમ કહેવામાં આવે છે. નિશ્ચયથી વિચારીએ તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થેજ પ્રયત્નશીલ રહેવું એ પ્રત્યેક મનુષ્યની ફરજ છે, પરંતુ જ્યારે આપણે સંસારના સઈ અજય પ્રાણીઓ પ્ર
For Private And Personal Use Only