Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મારાધન. ૩૨૫ નકથી ક્રમે ક્રમે જેમ આગળ વધાય છે તેમ પરિહારરૂપ ધર્મારાધન સાથે સ્વીકારરૂપ ધર્મારાધનમાં પણ વધવું જ પડે છે. દેશવિરતિ ગુણસ્થાનકના અધિકારી ગૃહસ્થ યથાશક્તિ પરિહારરૂપ ધર્મઆરાધન પહેલું જ કરવું પડે છે. તેણે દેશથી પાપાચરણ ત્યાગ કરવાને શ્રાવકનાં વૃત ગ્રહણ કરવા પડે છે. અહીં ગૃહસ્થ-શ્રાવકના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ ત્રણ ભેદ પાડેલા છે. સાત વ્યસનને ત્યાગ કરનાર અને નવકારશી અને દુવિહારનું પચખાણ કરી તપ આરાધનની શરૂઆત કરનારજ કનિષ્ઠ શ્રાવકમાં આવે છે. આટલે પણ જેમણે ત્યાગ કરેલ નથી તેઓ શ્રાવકપણુના નામને ધારણ કરવાના અધિકારી નથી. સાત વ્યસનના ત્યાગરૂપ પાપાચરણ પરિહારરૂપ ધર્મારાધનમાં પણ જે તત્પર થતા નથી એવા જેન નામ ધારણ કરવાના અધિકારી શી રીતે થઈ શકે. કષાયની બીજી ચેકડીને ત્યાગ કરનાર તથા ઉત્તરોત્તર ગુણમાં આગળ વધનાર મધ્યમ તથા ઉત્કૃષ્ટની ગણત્રીમાં ગણાય છે. દ્રવ્ય તથા ભાવ શ્રાવક એવા બીજા પણ બે ભેદ શ્રાવકના છે. શ્રાવક કરતાં વધારે નિષેધ પરિહાર ત્યાગસહ સ્વીકારરૂપ ધર્મારાધનમાં આગળ વધનાર ત્યાગી મહાત્મા સાધુની પંકિતમાં આવે છે. તેમને કષાયની ત્રીજી ચેકડીને ત્યાગ કરવો પડે છે. સાધુ મહાત્માઓ સર્વ સાવઘ–પાપને મન, વચન, કાયાથી, કરવું, કરાવવું અને અનમેદનરૂપ કારણ સર્વથા ત્યાગ કરે છે, અને સ્વીકારરૂપ ચરણસિતરી અને કરણસિત્તરરૂપ ધર્મારાધનમાં આગળ વધે છે માટે જ તેઓ જગતવંદનીય બને છે. છઠા ગુણસ્થાનકવતી સાધુ મહાત્માઓ પણ પ્રમાદને વશ હોય છે, તેથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકવતી સાધુ મહાત્માઓ કરતાં વિશુદ્ધિમાં કમતી હોય છે. આ નિષિધના ત્યાગપૂર્વક સ્વીકારરૂપ ધમોરાધનમાં વધનારે દ્રવ્યક્રિયા જે ભાવની શુદ્ધિનું નિમિત્ત કારણ છે, તે સહિત ઉત્તરોત્તર ભાવશુદ્ધિમાં આગળ વધવાનું છે. એ બન્નેને ઘણે નિકટ સંબંધ છે–તેથી બન્નેમાંથી એકેની ઉપેક્ષા કરવા જેવું નથી. પ્રમાદાચરણ એ ગુણને ઘાત કરનાર છે. સાતમાંથી બારમાં ગુણસ્થાનકના અંત સુધી ઉત્તરોત્તર ત્યાગ અને સ્વીકારરૂપ ધમરાધનમાં ઘણું આગળ વધવું પડે છે. અધ્યવસાયની નિર્મળતા જેમ જેમ વધતી જાય તેમ તેમ તે આગળ વધી શકે છે. આત્માની સકળ સમૃદ્ધિ તેરમાં ગુણસ્થાનકે પ્રગટ થાય છે, અને તે થાય ત્યારે જ ધમરાધનને જે મૂળ હેતુ છે તે પાર પડે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય કર્મ જે ઘાતકર્મના નામથી ઓળખાય છે, જે આત્માના સ્વસ્વરૂપના રોધક છે, તેના ઉત્તરભેદ સુડતાવીસ છે. બારમાં ગુણસ્થાનકના અંતે એ કર્મોને સર્વથા સત્તામાંથી નાશ થાય છેતેઓ તેરમાં ગુણસ્થાનકમાં દાખલ થાય છે. આ તેરમા -ગુણસ્થાનકવાસી જીવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49