________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
શ્રી આત્માનંદ પ્રકાર.
કેઈ પ્રશંસા કરે છે અને તેને જ માનપાન મળે છે. એક વિદ્વાન મનુષ્ય અનેક સંક કટ સહન કરી પોતાના વિષયમાં ગમે તેટલી સફલતા પ્રાપ્ત કરી હોય, પરંતુ સામાન્ય જનસમાજની દ્રષ્ટિમાં તેનું વિશેષ મહત્તવ હોતું નથી. વર્તમાન સમયમાં વિદ્વાન અથવા ઉત્તમ ચારિત્ર્યશાળી મનુષ્યને જેટલે આદર થતું નથી તેટલો એક ધનવાન મનુષ્યને થાય છે. તેનું કારણ એ છે કે આપણે દેશ નિધન થઈ ગયે છે અને તેમ છતાં જીવનની જરૂરીઆતે બહુ વધી ગઈ છે, તેથી ધનવાન માણસ વ્યવહારમાં સર્વ પ્રકારની અનુકૂળતા મેળવી શકે છે અને વિદ્વાન કે ઉત્તમ મનુષ્ય ધન વિના ત~કારની અનુકૂળતા મેળવી શકે નહિ; તેથી તેનું મૂલ્ય ધનવાન મનુબે જેટલું અંકાતું નથી. આ ઉપરથી ધનવાન મનુષ્યની કિસ્મત અમે વધુ આંકીએ છીએ એમ નથી. વસ્તુતઃ તે એક વિદ્વાન કે ઉત્તમ વર્તનશાલી પુરૂષે જ પિતાના કાર્યમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરેલી છે, અને આવા મનુષ્ય જનસમાજ ઉપર જેટલે ઉપકાર કરી શકે છે તેટલે ઉપકાર ધનવાન મનુષ્ય કરી શકતા નથી. પરંતુ અમારું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે વિદ્વત્તા, પ્રસિદ્ધિ, સર્વપ્રિયતા, માન મર્યાદા અને જીવતની ઉચ્ચતા માટે પ્રયત્નશીલ રહેનારા મનુષ્ય કરતાં, સંસારમાં મોટી સંખ્યા ધનને જ પ્રાપ્ત કરવા ઈચ્છનારાઓની છે. વ્યવહારમાં રહેતા મનુવ્યને ધનની અગત્ય છે, પણ કેવળ ધનને જ પ્રાપ્ત કરવા પાછળ અમૂલ્ય જીવનને વ્યય કરવા એ વાસ્તવિક નથી. જે ધન સંસાર, માનવજાતિ અથવા જનસમાજના કાર્યોમાં સુગમતા ઉત્પન્ન કરવાને અને અનેક ગરીબ પ્રાણીઓના ઉપકાર અર્થ ઉપાર્જીત કરવામાં આવે તે તે ઈષ્ટ છે. પણ જે ધન અનેક કુકર્મ કરી, ગરીના છ દુ:ખાવીને અને સમાજનું અહિત કરીને ઉપાર્જીત કરવામાં આવે તો તે અનિષ્ટ છે. આ ઉપરથી ધનવાન થવા ઈચ્છનાર મનુષ્ય તેને કયા ન્યાય અને નીતિના મગથી ઉપાર્જન કરવું અને તેને વ્યય કેવા શુભ કાર્યોમાં કર, તે સમજવું અત્યંત અગત્યનું છે, અને જો એ ઉમદા સમજણપૂર્વક ધન ઉપાર્જન કરી તેને સદુપગ કરે છે તે મનુષ્ય વ્યવહારિક તેમજ આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થાય. ન્યાય અને નીતિના માર્ગે ધનવાન થવું અને જીવનને ઉચ્ચતર બનાવવું એ વ્યવહારિક સફલતા છે. આત્મવિકાસ અથે પ્રયત્નશીલ થવું અને તેમાં સફલ મને થ થવું, એ આમિક સફલતા છે. આ બન્ને પ્રકારની સફલતામાંથી કયા પ્રકારની સફલતા તમારે પ્રાપ્ત કરવી, એ વાત અમે તમારી મરજી ઉપર રાખીએ છીએ. જે તમે ગરીબ હે, નિર્ધન છે, તમારું જીવન દુઃખી હોય, તે તમે પ્રથમ પ્રકી ની સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છા રાખે તે ખોટું નથી. પણ જો તમે વ્યવહાર દશામા વત હો તે પછી અમે તમને તેવી જ સ્થિતિમાં મશગુલ રહેવાનું કહેતાં
For Private And Personal Use Only