Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, ત્યે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે સર્વ કેઈ પિતાના સર્વોત્તમ લક્ષ્યને એક બાજુ મુકી અનેક પ્રકારનાં વ્યવહારિક સુખોને મેળવવાને અથાગ પરિશ્રમ કરતાં જણાય છે. જેઓ આત્મસ્વરૂપ એ શું વસ્તુ છે અને તેને પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રયત્ન કરતાં હોય, તેઓને તે અમે કાંઈ કહેવું ઉચિત ધારતા નથી, પરંતુ જેઓ પિતાના આત્મ ધર્મને ભૂલી જઈ, વ્યવહારિક વિષમાંજ કેવળ રચ્યા પચ્યા રહેતા હોય, તેઓને તત્ત્વજ્ઞાન અને ધર્મને ઉપદેશ રૂચતો નથી અને ધર્મજ્ઞાનના અભાવથી આવા મનુષ્ય, અધર્મ, ક્રોધ, દુરાચાર આદિ અનેક દુર્ગણોના ધારક થઈ જાય છે, અને મનુષ્ય જીવન જેવા ઉચ્ચ જીવનને અત્યંત કલેશમય બનાવી મૂકે છે. મનુષ્ય પોતાના અંતિમ હેતુને લક્ષમાં રાખી વ્યવહારિક સફળતા માટે પ્રયત્ન કરતા હોય, તે તેમની ક્રમે ક્રમે ઉન્નતિ થવાનો સંભવ છે પરંતુ આત્માની હયાતીની અવગણના કરી એટલે ધર્મના સ્વરૂપને સમજ્યા વિના અનેક સ્વાર્થ પરાયણ અધમ કૃત્ય કરી જે મનુષ્યો વ્યવહારમાં સફળતા પ્રાપ્ત કરવાનો વિચાર રાખતા હોય તેઓની અવનતિ જ થાય છે. કોઈ સમયે અધમ કૃત્ય કરનારા મનુષ્ય બાહ્ય દ્રષ્ટિએ જોતાં સુખી હોય એમ જણાય છે, ત્યારે કેટલાક અંધ શ્રદ્ધાળુ મનુષ્ય નીતિના માર્ગને ત્યજી દઈ અનીતિના માર્ગે સફલતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા લાગી જાય છે. તેમની આ અજ્ઞાનતાનો વિચાર સરખો પણ તેમને આવતો નથી. અધમ મનુષ્ય સુખી જણાતાં હોય તે તેઓ વર્તમાન જન્મના દુષ્કૃત્યેના ફળથી સુખી નથી, પરંતુ પૂર્વ જન્મના કેઈ શુભ કૃતકર્મનું એ ફળ છે. કારણકે બાવળના બીજને વાવીને આમ્રફળની આશા રાખવી એ જેમ નિરર્થક છે, તેમ દુક્યુ ક રીને સફળતા પ્રાપ્ત કરવાની આશા રાખી એ પણ નિરર્થક છે. મનુષ્ય જેવાં કર્મો કરે છે તેવું જ ફળ તેને મળે છે, એ આ વિશ્વને એક અબાધિત નિયમ છે. ભારત વર્ષને એક સમય એવો હતો કે મનુષ્યને વ્યવહારિક સુખ અથવા સફળતા પ્રાપ્ત કરવાને માર્ગ દર્શાવવાની જરૂર નહોતી. તે સમયે મનુષ્ય ધર્મને પ્રધાનભૂત ગણીને સર્વ પ્રયત્ન કરતા હોવાથી વ્યવહારિક અને આત્મિક ઉન્નતિ સહજમાં પ્રાપ્ત કરી શકતા હતા. અધુના સમયનું પરિવર્તન થઈ ગયું છે; તેથી વ્યવહારમાં સફલતા પ્રાપ્ત કરવી એ પણ દુષ્કર થઈ પડયું છે. મનુષ્ય જ્યાં સુધી વ્યવહારમાં સુખી હોય નહિ, ત્યાં સુધી તે આત્માની ઉન્નતિ સાધવાને પ્રયત્ન શીલ રહે નહિ. જગમાં જે અશાંતિ, જે દુ:ખ, જે કલેશ અને જે દેડધામ છે તેનું મૂળ કારણ નિર્ધનતા છે. આપણા સમાજની, આપણા ધર્મની અને આ પણા દેશની અવનતિ થવામાં નિર્ધનતા એ મુખ્ય કારણ છે. તત્ત્વવિદ્ મનુષ્યનું એમ કહેવું છે ધનાદિ વ્યવહાર સુખના સાધનો દુખતું છે. અમારું માનવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49