________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રી આત્માનંદ પ્રકાશ. નથી જેએનું અંત:કરણ મળરહિત થયું છે તેના ઉપર જ્યારે ધાર્મિક સંસ્કાર પાડવામાં આવે તે વખતે તે ઘણા સારા રૂપમાં પડી શકે. નિષેધરૂપ ધમરાધન એજ વિરતિના પ્રદેશમાં આવી શકે. વિરતિ શું છે? નિષેધને ત્યાગ જ. એટલે જેટલે અંશે નિષેધને ત્યાગ તેટલે તેટલે અંશે વિરતિ. અને વિરતિ એ જાતે જ ધર્મ છે, કેમકે વિરતિ ભાવિ આવતા પાપને અટકાવે છે. એક માણસ ઘણે કર્જદાર થઈ ગયે હોય તેણે પોતાની સ્થિતિ સુધારવાની ઈચ્છા હોય તે નવીન કજે ન વધે એના માટે પ્રથમ સંકલ્પ કરવો જોઈએ. એ પ્રમાણે સંક૯પ કરી પછી કમાઈ કરી જુનું કર્જ અદા કરે તે કાળે કરીને કર્જરહિત થઈ શકે. તેમજ રેગી માણસ પથ્ય પાળી દરદ વધતું અટકાવે તે જ તે બીજી દવાના ગુણથી નિગી દશા પ્રાપ્ત કરે. તે જ મુજબ નિષેધરૂપ ધર્માચરણના પ્રભાવથી પ્રસંગ પ્રાપ્ત થતાં તેનામાં ઉત્તમ સંસ્કાર પડવાનો સંભવ છે. અને તેનામાં જ્યારે ઉત્તમ સંસ્કાર પડે એટલે તે સ્વઉન્નતિ જલદી સાધી શકે.
| નિષેધના ત્યાગપુર્વક સ્વીકારરૂપ ધર્મારાધન કરનારા ઉત્તમ કટિમાં આવી શકે. ધર્મારાધનને ઉદ્દેશ અને તેનું સ્વરૂપ યથાર્થ સમજી યથાશક્તિ યેગ્યમાગે પ્રવૃત્તિ કરનારા જીવેજ ક્રમે ક્રમે સ્વહિત સાધી શકે. આત્મા પોતાનું સ્વરૂપ સમજી સ્વરૂપે પ્રગટ કરવાની જેટલી જેટલી પ્રવૃત્તિ કરે તે તમામ તેને હિતકારક છે. ધર્મારાધનને હેતુ આત્મિક નિર્મળતા વધારતાં વધારતાં પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાને છે. જીવ પાપાચરણને ત્યાગ કરી સ્વીકારરૂપ ધર્મારાધનમાં વધતું જાય તે તે પિતાની ઇચ્છિત સ્થિતિ થોડા કાળમાં પ્રાપ્ત કરી શકે. સ્વીકારરૂપ ધર્મારાધન એટલે શુભ કરણીનું સેવન કરવું એવી શાસ્ત્રકારોએ એની વ્યાખ્યા કરેલી છે. એ શુભ કરણ નિષેધના ત્યાગપૂર્વક હોય તો જ તે ફળદાયી નિવડે છે. સમકિત દ્રષ્ટિની સર્વ ક્રિયાઓ સંવરરૂપ છે. જ્યારે મિથ્યાત્વીની આશ્રવરૂપને પામે છે. જૈન દર્શન નિર્મળ ગુણને પક્ષપાત કરનારું છે. તેણે કઈ પણ ઠેકાણે ગુણ રહિત કે મલીન ગુણને પક્ષપાત કરેલ જ નથી. ગુણસ્થાનકનું સ્વરૂપ આપણને શું શીખવે છે– જીવનને ઉન્નતિકમ ચોથા અવિરતિ સમ્યકત્વદ્રષ્ટિ ગુણસ્થાનકથી શરૂ થાય છે. મિથ્યાત્વને ત્યાગ–ક્ષય અથવા તેને ઉપશમ અથવા ક્ષયોપશમ કરનાર સમ્યકત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં પૂર નહી થએલી એવી આત્મિક નિર્મળતા તેને કરવી પડે છે, આ નિર્મળતા પરિહારરૂપ ધર્મારાધન ઉપર તેને પ્રેમ થયા સિવાય અને કષાયની પ્રથમ પંક્તિને ખસેડ્યા સિવાય તે કરી શકતું નથી. તેથી પરિહારરૂપ ધર્મારાધનને જે પ્રથમ દરજજે મહત્વ આપ્યું છે તે વાસ્તવિક છે એમ આપણી ખાત્રી થયા સિવાય રહેતી નથી. ચોથા ગુણસ્થા
For Private And Personal Use Only