________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર
શ્રી આત્માનંદ પ્રકાશ
હોય એ બીજા ભાંગ કરતાં ઉતરતા પ્રકારનું ધર્મારાધન છે. એક લેકિક કહેવત છે છે કે-એરણની ચેરી ને સેયનું દાન-એવા પ્રકારનું એ ધર્મ આરાધન છે.
ચોથો ભેદ પરીવાર સહીત સ્વીકારરૂપ ધર્મારાધન–ભગવંતે જે જે વાતે નિવેધ કરેલી છે તે વાતોના ત્યાગપૂર્વક સ્વીકારરૂપ ધર્મારાધન એટલે પાપાચરણને શક્તિ મુજબ ત્યાગ કરે અને આત્માને હિતકારક જે જે વાત અંગીકાર કરવાની કહી છે, તથા જે જે ક્રિયાઓ કરવાની કહી છે તે તે ક્રિયાશક્તિ મુજબ ઉલ્લાસભાવે કરવી તે રૂપ ધર્મારાધન.
આચાર ભેદ પિકી બીજા ત્રીજા અને ચોથા ભેદને આપણે વિચાર કરશું તો તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ટ પ્રકારનું ધર્મારાધન કયું છે તે સમજાશે. પહેલે ભેદ સર્વથા સ્વીકારરૂપ ધર્મારાધનના સંબંધમાં આપણે તે જગ્યાએ જ વિચાર કરી ગયા છીએ. ત્રીજા ભેદમાં બતાવેલા પ્રકારનું ધર્મારાધન એ કનિષ્ટ પંક્તિમાં આવે છે. શાસ્ત્રકારોએ નિષેધ કરેલા પાપાચરણમાં હમેશ રાચી માચી રહેનાર, જેના મનમાં આ કૃત્ય પાપમય છે એટલો વિચાર પણ આવે નહિ એવા જીવની વૃત્તિ બહુધા ધમરાધન કરવું એવી થવી જ મુશ્કેલ છે. ધર્મ એ પાપને પ્રતિપક્ષ છે. પાપાચરણનું સેવન કરનારને ધર્મ શબ્દ ઉપર રૂચી થવી મુશ્કેલ ત્યાં ધર્મારાધનની વાત જ કયાં રહી? ત્યારે કેટલાક જ ધર્માચરણ કરતા માલુમ પડે છે તેનું કેમ? ધર્મારાધન કરવામાં મુખ્ય વૃત્તિ એ આ લોક અને પરલોકના સુખની ઈચ્છા હોવી જોઈએ નહી. આ લોક અને પરલોકના સુખની ઇચ્છા માત્રથી કરેલું ધર્મારાધન આત્માને ગુણનું કારણ થતાં સંસારવૃદ્ધિના હેતુરૂપ નીવડે છે. પાપવૃત્તિથી આજીવિકા ચલાવનાર અથવા પાપમય કાર્યમાં હમેશા જીવન ગાળનારને સુખની ઈચ્છા તે હોય જ. સુખની ઈચ્છા તો પ્રાણી માત્રને હોય છે. તેથી તેઓ પિતાને દુ:ખ ન પડે અને હમેશા અમારૂં જીવન સુખશાંતિમાં જાય અથવા જે કંઈ દુઃખ આવેલું હોય તે દુ:ખનાશ થાય એવી ઈચ્છાથી અથવા લોકમાં સારા દેખાવાની ભાવનાથી અથવા વડિલ-ગુરૂ વર્ગના દબાણથી તેઓ ધર્મારાધનના કાર્યમાં ભાગ લેતા જણાય છે. વાસ્તવિક તેમના અંતર પ્રદેશમાં ધર્મની ગંધ પણ હોતી નથી. તેથી તેમનો પ્રયાસ યશકીતિ અથવા કદાચિત્ પિલ્ગલિક સુખના હેતુરૂપ નીવડે એ સિવાય વિશેષ ફળ રૂપ નિવડવાને સંભવ જ્ઞાનીઓ કહેતા નથી. જેઓ પાપાચરણમાં જીવન ગાળી ધર્મનું નામ પણ સાંભળતા નથી કે યાદ કરતા નથી, તેમની અપેક્ષાએ તેઓ ધર્મારાધનની ગણત્રીમાં આવે છે, એ વાત ખરી છે તેથી જ તેઓ ત્રીજા ભેદની જગ્યા રોકે છે.
પરીવાર એટલે નિષેધને ત્યાગ કરવાવાળા મધ્યમ ધર્મારાધનની પંકિતમાં ૧ ની લેકે જેના ઉપર સોનું, રૂપું ઇત્યાદિ મુકી હથોડાથી ઘાટ ઘડે છે તે
For Private And Personal Use Only