________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
૩૧૮
શ્રી આત્માનંદ પ્રકાશ. બધા બાહ્ય દેખાવમાં કુરૂપ અને વર્તનમાં કઠોર અને કર્કશ હોય છે જે આપણે બાહ્ય દેખાવને સૌદર્યસંપન્ન કરવા ઈચ્છતા હોઈએ તો પહેલાં તે આપણે અત્યંતરને સુંદર બનાવવું જોઈએ, કેમકે આપણું પ્રત્યેક વિચાર અને વ્યાપાર આપણું આકૃતિની નાજુક રેખાઓને સુરૂપ અથવા કુરૂપ કરે છે. નાશકારક અને વિષમ માનસિક વૃત્તિઓ સુંદરમાં સુંદર આકૃતિને કુરૂપ બનાવી મુકે છે. મન તેની ઈચ્છા મુજબ સુરૂપતા અથવા વિરૂપતા રચી શકે છે. બાહ્ય સૌંદર્યને માટે ઉદાત્ત અને ઉમદા સ્વભાવ ખાસ અગત્યની વસ્તુ છે. તેનાથી ઘણા માણસોના ચહેરા બદલાઈ ગયેલા જોઈએ છીએ. ખરાબ ઈર્ષ્યાળુ સ્વભાવથી સૈથી સુંદર ચહેરે પણ વિરૂપ થઈ જાય છે. જે સાંદર્ય સુંદર ચારિત્ર્ય ઉત્પન્ન કરે છે તેના જેવું અન્ય સંદર્ય જ નથી. અસદ્વિચાર સેવવાની ટેવના પરિણામે સ્વાથી પણાની, ઈર્ષાની, ચિંતાની અને માનસિક અસ્થિરતાની જે રેખાઓ પડેલી હોય છે તે કોઈ પણ પ્રકારના કૃત્રિમ સાધનથી ભૂંસાતી નથી.
આંતર સંદર્ય જ અતિ ઉપયોગી છે. જે પ્રત્યેક મનુષ્ય આંતર સંદર્ય ખીલવે તો તે બાહ્યાભંતર સુંદર થશે એ નિ:સંદેહ છે. આનાથી તેની આસપાસ જે સંદર્ય અને રમ્યતા પથરાય છે તેની સાથે સરખાવતા કેવળ શારીરિક સંદર્ય કંઈ હિસાબમાં નથી. આપણે ઘણા માણસોના પરિચયમાં આવીએ છીએ કે જેઓના સ્વત્વના સંદર્યથી આપણે તેઓને અધીન થઈ જઈએ છીએ. આનું કારણ એજ કે તેઓના શરીરદ્વારા પ્રદર્શિત થતા તેઓના સુંદર આત્માના ગુણોએ શરીરને પિતાના જેવું બનાવી દીધું છે. સંદર્યસંપન્ન આત્મા શરીરને સંદર્યથી વિભૂષિત કરે છે.
શરીરની વા આકૃતિની સુંદરતા કરતાં આત્માની શ્રેષ્ઠ સુંદરતા પ્રત્યેક માણસને વધારે સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી છે. હદય સેંદર્ય અને આત્મસંદર્યના વિચારનું મનમાં નિરંતર રમણ થવાથી સાદામાં સાદી આકૃતિ સુંદર બને તે અશક્ય નથી. માયાળુ અને આનંદી વર્તન રાખવાથી અને સર્વત્ર આનંદ પ્રસરાવવાની ઇચ્છાથી ખરે ખરૂં આંતર સાંદર્ય પ્રાપ્ત થાય છે, અને આ સંદર્ય મુખદ્વારા પ્રકાશમાન થઈ, મુખાકૃતિને સુંદર બનાવે છે. ચારિત્ર્યને સાંદર્યથી અલંકૃત કરવાના તમારા યત્ન અને અભિલાષથી તમારું જીવન અવશ્ય સાંદર્યસંપન્ન થશે. અને બાહ્ય એ આંતરને જ આવિર્ભાવ માત્ર હોવાથી તમારી મુખાકૃતિ અને રીતભાત તમારા વિચારને જ અનુસરશે અને અંતે મધુર અને ચિત્તાકર્ષક થશે જ. જે તમે સેંદર્યના વિચારનું, પ્રેમના વિચારનું આગ્રહપૂર્વક નિરંતર મનમાં સેવન કરશે તે જ્યાં જ્યાં તમે જશો ત્યાં ત્યાં મા
For Private And Personal Use Only