________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
શ્રી આત્માનંદ પ્રા.
જીવનની આશા રાખવી નિરર્થક છે; કેમકે જે મગજની ઉચ્ચ અને ઉદાત્ત શકિતએને બિલકુલ વિકાસ કરવામાં આવતું નથી અને હલકી અધમ શકિતઓને હદ ઉપરાંત વિકાસ કરવામાં આવે છે તો માણસને પોતાની પશુવૃત્તિની શિક્ષા સહન કરવી પડે છે અને જીવનમાં જે કંઈ સુંદર અને રમ્ય હોય છે તેના ગુણગ્રહણ રહિત થાય છે. દરેક વસ્તુમાં કુદરતના હસ્તાક્ષર (સંદર્ય) ને વાંચવા બિસ્કુલ શ્રમ ન લે અને સંદર્યને આપણું જીવનમાં તેને ભાગ ભજવવા ન દે એ શું દયાજનક, શરમ ભરેલું અને દોષપાત્ર નથી ?
જે વિચારનું આપણા મનમાં આપણે સેવન કરીએ છીએ અને જે આદને આપણું અંતઃકરણમાં સ્થાપીએ છીએ તેનાથી જ આપણું જીવન ઘડાય છે.
બુદ્ધિવિકાસની જેટલી અગત્ય છે તેટલી જ હદયના ગુણોના અને સંદર્યને પારખવાના ગુણેના વિકાસની અગત્ય છે. એ સમય આવશે કે જ્યારે ગ્રહમાં તેમજ શાળામાં સેંદર્યને એક અમૂલ્ય બક્ષીસ સમાન ગણવાનું આપણા બાળકોને શીખવવામાં આવશે. જે બક્ષીસને પવિત્ર અને સ્વચ્છ રાખીને કેળવણીના એક પવિત્ર સાધન તરીકે લેખવામાં આવશે. આપણે સૌંદર્ય, માધુર્ય, લાવણ્ય, અને સુંદર વિચારેના મંદીરને માટે નિયત થયા છીએ એવા અનેક પુરાવા આપણા પિતામાં માલૂમ પડશે. આપણુમાં રહેલા સેથી શ્રેષ્ઠ અને સુંદર ગુણના વિકાસ સમાન બીજું કંઈ લાભદાયી નથી; જેથી કરીને આપણને જ્યાંત્યાં સુંદરજ દષ્ટિએ પડશે અને પ્રત્યેક વસ્તુમાંથી માધુર્ય ગ્રહણ કરવાને શકિતવાન થશું. જ્યાં જ્યાં આપણે જશું ત્યાં ત્યાં આપણામાં રહેલા ઉત્તમ ગુણોને કેળવવાને હજારે વસ્તુઓ આપણને દષ્ટિગોચર થશે. પ્રત્યેક ભૂપ્રદેશ, સૂર્યાસ્ત, અને સુંદર વસ્તુ આપણી માર્ગ-પ્રતીક્ષા કરે છે. પ્રત્યેક પાંદડામાં અને પુષ્પમાં કેળવાયેલ દષ્ટિ દેને મુગ્ધ કરી નાખે તેવું સાંદર્ય જોશે. જંગલમાં, અને ખળખળ વહેતા ઝરથામાં, કેળવાયલ કર્ણ સ્વરૈય અને સ્વરમાધુર્ય સાંભળશે અને કુદરતના ગાનમાંથી અક વિનેદ પ્રાપ્ત કરશે.
આપણે ગમે તે ધધો હોય તે પણ આપણે એ નિશ્ચય કરવો જોઈએ કે દ્રવ્યની ખાતર આપણામાં જે ઉચ્ચ અને ઉત્તમ છે તેને દબાવી ન દેતાં દરેક પ્રસંગે
જીવનને સંદર્યથી જ ભરશું. સંદર્યને માટેના તમારા પ્રેમના પ્રમાણમાં તમને તેમાંથી આનંદપ્રાપ્તિ થશે, અને તેની ખુબીનું ભાન થશે. જે તમને સંદર્ય પર પ્રીતિ હશે તે તમે અમુક પ્રકારના કળાકુશળ બનશે. તમે ગમે તે ધંધો વહન કરતા હો તે પણ જે તમને સંદર્યપર પ્રીતિ હશે તો તેથી તમારું જીવન પવિત્ર, ઉદાત્ત, અને ઉચ્ચ ઘણા અલ્પ સમયમાં અને ઘણી સહેલાઈથી બની જશે.
For Private And Personal Use Only