________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મી આભાના પ્રકાર
પ્રકટ થયેલ દષ્ટિગોચર થાય છે. એક મહાન વિચારકે કહ્યું છે કે મનુષ્યના ઉચ્ચ અને ઉત્તમ ગુણેના વિકાસમાં સદાયે સંપૂર્ણ પાઠ ભજવ્યા છે અને સુધારાનું માપ શિલ્પકળા અને ચિત્રકળાપરથી કરી શકાય છે.”
સંદર્યના પ્રેમની અસર ચારિત્ર્યપર ઘણી જબરી છે. જ્યાં વધારે ઔદાર્ય, વધારે માધુર્ય અને વધારે સંદર્યને બદલે વધારે દ્રવ્ય કેમ સંપાદન કરવું એ સિાથી અગત્યનું છે એમ વિચાર કરવાનું શિખવવામાં આવે છે તેવા વાતાવરણમાં જે બાળકને ઉછેરવામાં આવે છે તે ઘણું જ ભાગ્યહીન સમજવું. આવા પ્રકારની ખોટી કેળવણીથી એક ઉછરતા જીવનને તેના સ્વાભાવિક માર્ગમાંથી ખસેડી મુકવું, તેના આધ્યાત્મિક મધ્યબિન્દુમાંથી ચલિત કરવું અને ભૌતિક લક્ષ્ય તરફ ચલવવું તે ખરેખર નિર્દય કામ છે. જ્યારે મન મૃદુ હેય છે અને સારા વા નરસા સંસ્કાર સત્વર ગ્રહણ કરવાને શક્તિવાન હોય છે ત્યારે બની શકે તેટલે દરજજે બાળકને કુદરત અને કળાના સંદર્યની વચમાં મુકવાની આવશ્યક્તા છે. કોઈપણ સુંદર વસ્તુ તરફ તેઓનું ધ્યાન ખેંચાય એ એક પણ પ્રસંગ જવા દેવો જોઈએ નહિ. આમ કરવાથી તેઓનું જીવન એવા ખજાનાથી સંપન્ન થશે કે જે પછીની જીંદગીમાં કઈ પણ કિંમતે તેઓને અપ્રાપ્ય છે. આપણા સુંદર ગુણે,ઉચ્ચ વિચારે, નાજુક લાગ શુઓ અને સંદર્યના પ્રેમને ખીલવવાનું કાર્ય જીદગીમાં હેલું શરૂ કરવાથી કેટલે બધો સંતેષ પ્રાપ્ત થાય છે? આથી માત્ર સંતોષ અને સુખ ઉપજશે એટલું જ નહિ પણ કાર્યદક્ષતા પણ દિન પ્રતિ દિન વૃદ્ધિગત થશે.
ચારિત્ર્ય ઉપર નેત્ર અને કર્ણદ્વારા ઘણીજ અસર થાય છે. મનુષ્યના સંપૂર્ણ વિકાસને માટે શાળાઓની કેળવણીની જેટલી અગત્ય છે તેટલી જ પક્ષિઓ અને ઝરાઓના અવાજની, પવનની, પુષ્પની સુગંધની, આકાશના વિવિધ રંગની, સમુદ્ર, અરણ્ય અને પર્વતના દયેની અગત્ય છે. સંદર્યનું નિરીક્ષણ કરવાની તમારી શક્તિને જાગ્રત કરવાને અને ખીલવવાને જે તમે તમારા જીવનમાં કહ્યું અથવા નેત્ર દ્વારા સંદર્યનું ગ્રહણ કરશે નહિ તે તમારો સ્વભાવ કર્કશ, નિરસ અને અપ્રિય થશે. આ સિવાય અન્ય કઈ વસ્તુ સંદર્ય પારખવાની શક્તિને વિકાસ કરવામાં સહાયભૂત થવાને સમર્થ નથી. તે શકિત મનુષ્યને કુદરતની સાથે જોડનારી સંકલના છે. જે વખતે આપણે વિશ્વની પૂર્ણતા અને ભવ્યતાના ચિંતનમાં નિમ થઈએ છીએ તે વખતે આપણે આત્મા કુદરતની સાથે ગાઢ સંબંધમાં આવે છે તટલો કેઈ પણ સમયે આવતું નથી.
હમેશાં તમારા જીવનમાં થોડું થોડું સંદર્ય ભરવાને યત્ન કરે, અને તેની ચમત્કારિક અસર તમને સત્વર પ્રત્યક્ષ થશે. તેનાથી દુનિયા પરનું તમારૂં દષ્ટિબિંદુ
For Private And Personal Use Only