________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ,
૩૦૫
તેને હસવું આવે છે. પછી તે ખરા અર્થમાં “સમજે છે કે આ બધાને ઉદ્દેશ એક જ છે અને તે એ કે સ્વરૂપની શેધ. ત્યાં સુખ, શાંતિ, અને આરામ છે. સર્વ અનુભવોનું, પ્રયત્નનું, કલહનું આખરનું ફળ એ નિશ્ચયરૂપે હોવું જોઈએ કે સુખ અંતરમાં –બહાર નથી. આવો નિશ્ચય જેટલે અંશે આપણા હદયમાં જામે છે તેટલે અંશે આપણે મનુષ્ય મટી દેવ બનીએ છીએ. બંધનમુક્ત બનીને સંસાર અને સંસારની ચીજોને તેના ખરા અર્થમાં અને ખરા રૂપમાં જોઈ શકીએ છીએ.
ઘણા અર્ધા–જ્ઞાનવાળા મનુષ્ય એમ કહે છે કે “એ તમારી વાત બધી કક છે. હિંદુસ્થાન માંહેના બધા જ દર્શને અને ધર્મો એક અવાજે એ વાત ડિંડિ. મનાદથી પિકારી રહેલ છે, પરંતુ આ પશ્ચિમાત્ય સંસ્કૃતિ અને સભ્યતાના જમાનામાં એ તત્વજ્ઞાન હવે અમારી જીવન–ઘટના સાથે અનુકૂળ થાય તેમ રહ્યું નથી. પૂર્વકાળમાં જ્યારે આર્યાવર્તના મનુષ્યોને બીજે કાંઈ લાંબે ઉદ્યોગ કે વ્યવસાય ન હતો, અને માત્ર અનાજ વાવી તેની પેદાશ ઉપર તેઓ ગુજારો ચલાવતા, તે વખતે આતમારૂં તત્વજ્ઞાન કદાચ વ્યાજબી હશે, કેમકે લોકોને જ્યારે બીજે કાંઈ ધંધે પાણું હોતા નથી ત્યારે આલેક, પરલેક, આત્મા, પરમાત્મા, બ્રહ્મ, ઇશ્વર અને એવી એવી બીજી ભગવાનના ઘરની ભાંજગડ ગોઠવ્યાં કરે છે. પણ હવે એ યુગ વીતી ગયે છે, અંતરમાં ગરી રહેવું કઈને પોસાય તેમ નથી.”
આ વાત જે ખરી હોય તો, અને તમે પ્રતિપાદન કરેલું સત્ય માત્ર અમુક દેશ કાળના અમુક જનમંડળને જ લાગુ પડી શકે તેવું હોય તે, એ સત્ય નથી ૫રંતુ અસત્ય અથવા અર્ધ સત્ય છે. જે સત્ય પ્રત્યેક આત્માને પ્રત્યેક દેશમાં અને પ્રત્યેક કાળમાં લાગુ પડે નહીં, તે સત્યને અત્યારે જ બહિષ્કાર કરી દેવો વ્યાજબી છે. એ સત્ય સનાતન સત્ય નહીં પરંતુ ક્ષણિક અને ચંચળ બ્રાન્તિ માત્ર છે. ઉન્નતમાં ઉન્નત અને અધમમાં અધમ એ સર્વના સંબંધે સનાતન સત્ય તો એક સરખું સમાન હોવું ઘટે છે. અનંત વિશ્વમાંથી એક પણ આત્માને એ લાગુ પડવામાં વાંધે રહેતા હોય એ સત્યને તરછોડીને દૂર કરવા જેવું છે. કેમકે એ સત્ય પિતાના આલેષમાંથી એક આત્માને બહાર રાખે છે. અને એ બહાર રહેલો આત્મા આખા વિશ્વ સાથે સંકળાએ હોવાથી, તે બહાર રહેતાં, આખું વિશ્વ એ સત્યના પ્રદેશમાંથી બહાર નીકળી જાય છે. સનાતન સત્યના મહા નિયમના પ્રદેશમાંથી એક તુ૨૭માં તુચ્છથી માંડીને ભવ્યમાં ભવ્ય આત્મા પણ બહાર રહી શકે નહીં.
“ આપણું વર્તમાન જીવનક્રમને ઉપરોક્ત પ્રકારનું સત્ય યથાર્થપણે ઘટી શકતું નથી” એમ કહેનારાએ એક રીતે વ્યાજબી છે, એમ પણ અમારે કહ્યા વીના ચાલતું નથી. કેમકે આપણા ચાલતા ધર્મશા ઉપલક દ્રષ્ટિથી વાંચીને તેઓ
For Private And Personal Use Only