________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪.
શ્રી આત્માન પ્રકાશ.
ત્યાંસુધી વિકળ વૃત્તિને કેલાહલ મચે જ રહેવાને. નિર્વેદ, નીરસમયતા, બેચેનપણું એ બધાને પરિહાર કરવા માટે જીવનમાં કઈ પ્રકારની રસમયતા આવા માટે, આપણે વિવિધ પ્રવૃત્તિઓ ચાજીએ છીએ, નવા નવા બુટ્ટા શોધીએ છીએ, નવા નવા તંત્ર આરંભીએ છીએ, પણ જે અર્થે એ બધું થાય છે તે અર્થ– “સુખ”—તે તે આપણાથી છેટું ને છેટું જ રહે છે. જીવનની નીરસમય સ્થિતિ દૂર કરવા અને “સુખ મેળવવા કોઈ લોકે ખાનપાનમાં, દારૂ અને વ્યભિચારમાં, કઈ રંગ રાગ, વિલાસ વૈભવ, નાટક ચેટક અને મનગમતા વિહારમાં ઝુકાવે છે. કેઈ બુદ્ધિ કે સમૃદ્ધિની જાળ વિસ્તારવામાં, કઈ કાવ્ય તરંગના આનંદ ઉલ્લાસમાં એમ વિવિધ સ્થળ સૂમ પ્રવૃત્તિઓ જે છે. એકમાં “મજા ન આવી તે વળી બીજું, બીજામાં મજા ન પડી તે વળી ત્રીજું એમ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે, એવી દર્દમય અલવિકલ વૃત્તિ વધ્યા કરે છે. એ બધો પ્રયત્ન દુ:ખ અને નિવેદ બેચેની અને કંટાળાને પરિહાર કરી સુખ અને રસમયતા મેળવવા અર્થે થાય છે. પણ તે કેઈ કાળે કઈને મળી છે? નહીં જ. કારણ? સુખ બહાર નથી, અંતરમાં છે, માટેજ,
આ જમાનાને મોટો ભાગ આંખો મીંચી, બેભાન બનીને “સુખ” ની પાછળ દેડી રહ્યો છે. ઘડીમાં તેઓ આ દિશામાં, તે ઘડીમાં પેલી દિશામાં, ઘડીમાં આ ચીજને અજમાવે તો ઘડીમાં પેલી ચીજને અજમાવે, અને તે બધું કરવા દરમ્યાન તેઓ મૂર્ખ બનીને એમ માનતા હોય છે કે હું જેની શોધમાં છું તે હવે લગભગ હાથમાં આવી ગયું છે. આ જરા આગળ વધીને પકડું એટલી વાર છે. પછી મને સુખ, શાંતિ, આરામ અને રસ મળવાનો. જો કે તેઓ પુનઃ પુનઃ નિરાશ બને છે, આશા પ્રમાણે કશું જ સુખ કે શાંતિ મેળવી શકતા નથી, તે પણ તેઓ તેની શોધમાં તે એક જ સરખી પ્રબળ ખંત અને ઉત્સાહથી મંડ્યા રહે છે. વારંવાર નિરાશા મળવા છતાં શાથી તેઓ નિરૂત્સાહી ન થતાં લાગ્યા રહે છે? કારણ એજ કે આત્મા વાસ્તવ સુખને ચાહે છે. કાંઈક આવશ્યક છે અને તે મેળવ્યા વિના છૂટકો નથી એમ અંતરમાંથી ધ્વનિ ઉડ્યા જ કરે છે. પણ એ “કાંઈક” કયા સ્થાને છે તે વિચારવા મનુષ્ય રકાતો નથી. માત્ર અંધ સંજ્ઞાથી ઓઘભાવે મુઠીઓ વાળી દોડાદેડ કરી મુકે છે. જેમ જેમ આત્મા વિકાસ અને ઉન્નતિ મેળવતો જાય છે તેમ તેમ ધીરે ધીરે તેને માલુમ પડતું જાય છે કે પિતે શું શેધે છે અને તે શેધને વિષય ક્યાં રહેલો છે. પછી તે બુદ્ધિપૂર્વક, ઉપગસહ વર્તમાનપણે વસ્તુસ્વરૂપની ભાવના મેળવે છેછેવટે અનેક અનુભવના અંતે તે મનુષ્ય જ્યાં એ વસ્તુ રહેલી છે તે પ્રદેશમાં–અંતરમાં-વળે છે. અત્યારસુધીના તેના ગાંડપણ અને બેવકુફી ઉપર પછી
For Private And Personal Use Only