________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૩૦૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
ણને ફરીથી તેવીજ ભૂલ કરતા અટકાવે છે. એક વખત આપણી આંખ ઉઘડે છે તે પછી આપણી મુશ્કેલી અને કષ્ટનું નિદાન આપણે ચોક્કસ કરવા સમર્થ થઈએ છીએ અને ફરીથી એવી મુશ્કેલી અને કષ્ટમાં ન ઉતરાય તે પ્રકારે વતીએ છીએ. એકવાર દાઝયા પછી અને ફેડલાનું પરિણામ મેળવી એ અનુભવ ચાખ્યા પછી ફરીથી તેજ પ્રકારને કડા અનુભવ લેવાની મૂર્ખાઈ કરતાં અચકાઈએ છીએ.
આપણે આ ઘટનાને “ક”ને નિયમ” કહીએ છીએ. આપણું માંહેના પ્રત્યેકને આવા પ્રકારના “ કર્મો ” વળગેલા છે, અર્થાત તેણે ભૂતકાળમાં સેવેલી ભાવનાઓ અને કરેલી કૃતિના પરિણામે તેનામાં સંસ્કાર રૂપે ઉપસ્થિત છે. તે
કર્મો ” તેના જીવનની પ્રત્યેક ક્ષણે દશ્યમાન થાય છે. તેનું ચારિત્ર્ય, તેની રીતભાત, વર્તન, વલણ એ બધું “કર્મ”નાજ બહિભાવ છે. પરંતુ આપણે “કામ” થી ભડકીને બહીવાની જરૂર નથી. “કર્મ ” વડે ઘેરાએલા હોવાનું ભાન આપણને કરાવે તે ઠીક નથી. એથી ઉલટું એ ભાન આપણુ અંતરાત્મામાં ઉદયમાન થયા પછી અને એ વાતનું રહસ્ય જાણ્યા પછી આપણે બહુજ થોડા કલેશ અને દુઃખ સાથે એ “ક” ભગવી શકીએ છીએ, અને નવા કને ઉપાર્જતા અટકીએ છીએ. આપણે ભૂતકાળમાં જેવા કારણોને ગતિમાં મુકયા હોય છે તેને અનુસરીને આપણુ અત્યારના ઉદયમાન કર્મો સુખકર કે દુખકર હોય છે. અને તે સાથે પણ બહુ લક્ષમાં રાખવા યોગ્ય બાબત એ છે કે આપણે અત્યારના માનસિક વલણથી આપણે સુખપ્રદ કર્મને દુખપ્રદ માની શકીએ અને દુખપ્રદને સુખપ્રદ પણ માની શકીએ. એ માનવાને આધાર આપણું મેહનીય કર્મના ઉપર છે. મેહ અને મૂઢતાનું આવરણ ખસી જતાં આપણું જ્ઞાન નિર્મળ થાય છે અને જે પૂર્વે આપણે દુખકારક કલ્પતા હતા તેમાંથી દુખકારક્તાને ડંખ નીકળી જાય છે. જ્ઞાની અને અને તત્વજ્ઞો અનિષ્ટ કર્મના પરિણામમાં અનિષ્ટતા જોવાની ના પાડે છે, અને મૂર્ખ મનુષ્ય સારામાં સારા કર્મમાં પણ સંતોષ નહી માનતા તેમાં અનિષ્ટતા જ જોયા કરે છે. આટલા જ માટે જૈન શાસ્ત્રકારોએ વેદનીય આદિ કર્મો કરતાં મોહનીય કર્મનું પ્રાબલ્ય વિશેષપણે ચચીને તેનાથી બને તેટલું મુક્ત થવા ભવ્ય આત્માઓને સલાહ આપી છે.
પ્રત્યેક આત્મા તેણે પિતે ગત કાળમાં પેલી વાસનાઓને અનુસરીને આ ભવમાં અમુક પદાર્થોમાં પ્રીતિવાન બને છે. આપણને એક પદાર્થ અથવા સ્થિતિ વિશેષની પ્રબળ વાસના હેય, અને એ વાસનાને પ્રત્યેક ક્ષણે પિષણ આપી હૃદયની ભૂમિ ઉપર ઉછેય કરીએ તે આપણે કારણ-કાર્યની એવી પરંપરામાં ગુંચવાઈ જઈએ કે તે આપણને અત્યંત કષ્ટ,વેદના, અને મર્મભેદક ચિંતા આપે છે. એ સ્થૂળ અને
For Private And Personal Use Only