________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ.
૩૦૭ તર-જીવન ગુજારી શકે છે. જેમની પ્રકૃતિને એકાંત કે વનવાસ પ્રિય હોય તેઓ ત્યાં હવાનું પસંદ કરે છે અને ત્યાં રહીને પણ તેમની વાસનાને અનુસરત સંસાર ઉપજાવી કાઢે છે. આથી અમુક રસ્તે જ સત્ય છે એમ માનવું તે ભૂલ છે. પિતાના પૂર્વ કર્મ અથવા પૂર્વે મેળવેલા સંસ્કાર અને સેવેલી ભાવનાઓ વડે મનુષ્ય જે અવસ્થામાં રહેલું હોય છે તે અવસ્થાને તેણે વધાવી લેવી જોઈએ. તેમાંથી તે ભાગી છુટી શકે જ નહીં. બધા સંગેમાં આત્માને અમુક અમુક ફરજે હોય છે તે તેણે આનંદ પૂર્વક બજાવી લેવી જોઈએ. અને તે બધા દરમ્યાન તેણે આસકિત રહિતપણે, અબંધ પરિણામે, નિર્મોહિતા પૂર્વક રહેવું જોઈએ. અમે આ સ્થાને એ માર્ગના પ્રતિપાદનને ઉપક્રમ કરે છે. ક્રમે ક્રમે તે મુદ્દાનું પરિસ્યુટન કરીશું.
મનુષ્ય અત્યારે જે સંગ અને પરિસ્થિતિઓની મધ્યમાં છે તે તેણે પિતાની જ રાજી ખુશીથી ન્હારી લીધી હોય છે. આપણને ભૂતકાળમાં અમુક પ્રકારની વાસનાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને ભાવનાઓ હતી તે પ્રમાણે બહિર પ્રવૃત્તિ માટે પ્રયત્ન કર્યો હતો, અને તે બધાના અવસ્થંભાવી પરિણામ રૂપે આપણે આપણું વર્તમાન અવસ્થામાં છીએ. આથી એમ માનવાનું નથી કે તે તે ઈચ્છાઓ, આકાંક્ષાઓ આદિ માટે આપણને આ કાળે કે ઉચ્ચતર સત્તા તરફથી શિક્ષા કરવામાં આવે છે, અથવા બદલે લેવામાં આવે છે. તમે એમ માનીએ છીએ કે શિક્ષા કે ઈનામ એ વિશ્વના સનાતન નિયમને વિભાગ નથી. શિક્ષા કે ઈનામ રૂપે બદલ આપનાર કેઈ ઇતર સત્તા છેજ નહી. ખરી વાત ફક્ત એટલી જ છે કે ગત કાળમાં આપણે અમુક કામ કરવાની ઈચ્છા સેવેલી, આપણાથી બન્યું તેટલું તે કામ પાર પાડેલ, અને પરિણામ એ આવ્યું કે એ સર્વના પરિણામ રૂપે અત્યારે આપણે જે કાંઈ છીએ તે છીએ. આપણે દેવતામાં આંગળા મુકી અને પરિણામે આપણે અત્યારે દાઝવાથી ઉઠેલા ફેડલાની ચાકરી કરીએ છીએ. દેવતા ઉપર આંગળી મુકવી એ માટે દેવતા આપણને કાંઈ શિક્ષા કરતા નથી. પણ એમ કરવાનું સહજ પરિણામ દાઝવું એ છે. આપણે ભૂતકાળમાં જે જે કાચો કરેલા હતા, જે જે ભાવનાઓ સેવેલી હતી તે બધી એકાંતપણે ખરાબ જ હતી એમ માનવું વ્યાજબી નથી. માત્ર આપણે અમુક અમુક પદાર્થો ઉપર અસાધારણ આસક્તિ રાખી હતી અને તેમાં મૂઢ બની બંધાઈ રહ્યા હતા, એનું પરિણામ કદાચ નાધિક અંશે આપણને અરૂચિકર અને દુઃખપ્રદ નીવડ્યું હશે, તેમ છતાં એ દુઃખપ્રદ પરિણામ એક રીતે બહુજ ઈચ્છવા ગ્ય છે, કેમકે એ દુઃખકારક અનુભવ હવે આપણને તેવું જ કર્મ ફરીથી કરતા અટકાવે છે. એ અનુભવની યાદી આપ
For Private And Personal Use Only