Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસાકત રાહત કામ, અને તે એક જણ પણ એવી મનોમય ભૂમિકા ઉપર હતું કે જ્યાં તેને ઈજા થાય તેમાં કાંઈ જ નવાઈ નહીં. અથાત્ તે પણ એવી જ હેલી અને ઈર્ષ્યાળુ પ્રકૃતિને હવે અને તેથી તેણે પોતાની પ્રકૃતિ મુજબ ઈર્ષ્યા અને શ્રેષની ભાવનાઓને આકષી લીધી. પહેલા કહાં તે મનુષ્યને બહુ સજજડ થાપ મળી. તેની મૂર્ખાઈ અને બેવકુફી તેને જડી આવી. વાસનાના પરિણામોની અનિતા તરફ તેની આંખ ઉઘડી ગઈ. એના જીવન ઉપર એ આઘાત થયે કે ફરીથી તે કઈને તિરસ્કાર કરતા નહીં. ફરીથી એ જાળમાં તે ન ગુંચવાય તે માટે તે બહુજ કાળજી રાખો.પ્રિય વાંચક બંધુ! તમે પોતે જે સરતની રમતમાં ઉતર્યા છે તેમાં કદાચ ઈજા લહેરી બેસે તે તમારે ફરીયાદ કરવી ન જોઈએ. કદાચ તમે લોભની યંત્રણામાં ફસાયા છે અને પૈસા તમને અસાધારણપણે હાલા હોય તે,એજ લોભની ભૂમિકા ઉપર ઉતરેલા અન્ય અધિક કાબેલ અને પકા તાલમબાજે વડે તમે ફસાઈ જાઓ તે તેમાં તમારે બડબડવું જોઈએ નહીં. તમે કોઈ સ્થળ પદાર્થ ઉપર તમારા જીવનને આસકત બનાવ્યું હોય, અને એમાંજ તમારું સુખ કલ્પી મનને ત્યાં ચટાડયું હોય, તે એ પદાર્થ દ્વારા તમને દુખકે પરિતાપભળવા અનેભેગવવા તમારે તત્પર રહેવું જ જોઈએ. હવે તમે પ્રશ્ન કરશે કે “હું પ્રવૃત્તિની મધ્યમાં હેઈને પણ આ બધા ધસારાથી કેમ છુટી શકું? એ કે રસ્તો છે કે મારા કાર્યના પરિણામમાં હું બંધાઉં નહી? શું આ બધું મૂકીને હું ભાગી જઉં?” એ પ્રશ્નનો ઉત્તર હમે આવતા અંકમાં ચર્ચશું. અત્યારે તે માત્ર એટલું જ કહીને વિરમશું કે ભાગીને તે કયાંઈ જઈ શકે તેમ નથી. તમારા પૂર્વકર્મના પરિણામે તમે જે સંગમાં અત્યારે મુકાયા છે તે અંગે તમને કદીજ છોડે તેમ નથી. કદાચ ભાગી જાઓ તો કર્મની સત્તાઓ તમને ફરીથી પકડીને પાછા ત્યાંના ત્યાં લાવીને બેસારશે. બાળક નિશાળમાંથી ભાગી જાય તે જેમ તેના માબાપ અને શિક્ષક તેને પકડીને વારંવાર ગ્ય કલાસમાં બેસારે છે, અને એ કલાસને અભ્યાસ પુરે કરી ઉપરના વર્ગમાં ચઢે ત્યારે જ તેને તે સ્થાનથી મુકત કરે છે, તેમ કર્મની મહા સત્તા પણ પૂર્વનું રૂણ પુરૂં વળી રહેતાં પર્યત કેઈને છેડતી નથી. (અપૂર્ણ). અધ્યાયી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49