________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
આસકિત રહિત કર્મ. માનસિક દુખોની આંટીમાં ગોટાવી નાખે છે. આપણી વાસના કદાચ અતિ પ્રબળ હોય તે સંભવ છે કે આપણે આપણી વાસનાને વિષય મેળવીએ, પરંતુ એવિકારે અને પ્રબળ ચિંતાઓના તેફાનની મધ્યમાં જે વેદના ભેગવવી પડે છે તે, વિષયને પ્રાપ્ત થયા પછી મળનારા કાલ્પનિક સુખ કરતાં અનંત ગુણ અધિક છે. આપણા પ્રિય મનુષ્યના ભેગે, આપણું સ્થળ અને માનસિક આરામ અને શાંતિની આહુતિ આપીને, કદાચ આપણે ધારેલું ઈનામ મેળવી શકીએ ખરા. પરંતુ તે સંભવ હમેશા હોતા નથી. મેટે ભાગે તે એવું બને છે કે જે પદાર્થની આપણને પ્રબળ ઈચ્છા હોય છે તેજ પદાર્થની આપણા કરતાં પ્રબળતર ઇચ્છા બીજા મનુષ્યને હોય તે તે આપણે ઈરછેલા પદાર્થને પોતાના મહત્તર સંકલ્પ–બળના પ્રભાવથી પિતા તરફ ઘસડી જાય છે. અને આપણે તે આપણે પોતે ગતિમાં મુકેલી વાસનાની યંત્રણમાં પલાઈને મરી જઈએ છીએ. મનુષ્ય જ્યારે ફળ અને પરિણામની ઉત્કટ વાસના રાખે છે ત્યારે તે એવી ગુંચવણવાળું માનસ-યંત્ર (mental machinery) પોતામાં ઉપજાવે છે કે તે તેને પોતાને જ દળીને લોટ કરી નાખે છે. કળીઓ પિતાની જાળમાં પોતે જ ફસાઈને મરી જાય છે તેમ મનુષ્ય પોતાની કૃતિના ફળની પ્રબળ ઈચ્છામાં પિતેજ ગોટવાઈને મમીતિક વેદના અનુભવો અનુભવતો પોતાના જીવનને મૃત્યુ કરતાં પણ અધિક મરેલું કરી મુકે છે. જે બામ્બ તેણે પિતે બનાવેલ હોય છે તેના જ વડે પોતાના ફુરચા ઉરાડી દે છે, જે આગે તેણે સળગાવી હોય છે તેમાં તે પોતે જરાખને ઢગલો થઈને પડે છે. ખરૂં છે કે અસાધારણ મનોબળ અને અડગ નિશ્ચય-બળવડે મનુષ્ય કેટલીક વાર પોતાની ધારણા પાર પાડી શકે છે, પરંતુ તેમ કરવામાં અન્ય મનુષ્યના સંબંધે તે જે કારણ કાર્યની સાંકળ ઉપજાવે છે તેના પરિણામે ભેગવવા તેને અનેક જન્માંતરે સુધી શુભાશુભ સ્થાને અને સંગમાં અવતરવું પડે છે. પોતાની મુરાદ પાર પાડવામાં તેને અનેકના હક ઉપર, અનેકની પ્રિય સામગ્રી ઉપર પગ મુકીને ચાલવું પડે છે, અનેકને દ્વેષ, અનેકની ઈર્ષ્યા, અનેકને ક્રોધ વહોરવો પડે છે અને એ પ્રમાણે અસંખ્ય આત્માએની વાસનાઓ ભેગી પિતાની વાસનાને એવી રીતે ગુંચવી મારે છે કે એ ગુંચવણ ઉકેલવા તેને ઘણે કાળ સંસારમણ કરવું પડે છે. એવા શુભાશુભ સંબંદેથી અનેક સવાંતરે સુધી તે પ્રબળ માનસિક ચિંતાઓ વેદે છે. ફળને દાવો પરિણામની લાલસા-પદાર્થ મેળવવાની આસક્તિ, એ એવી વસ્તુ છે કે જેને ફસે હમેશા આત્માને બંધનમાં જ રાખે છે. આધ્યાત્મિક્તાનું મુક્ત વાતાવરણ તે ઘડી પણ અનુભવી શકતા નથી. ઠેર ઠેર તે એ જકડાઈ પડેલ હોય છે કે તે બંધન તેને પ્રત્યેક ક્ષણે સાલ્યા કરે છે. એ આત્મા પિતાને નહી પણ વાસનાઓને વેચાણ થયા હોય છે.
For Private And Personal Use Only