________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ,
૩૦૩
=
=
==
અને તેમ છતાં આ બધો પ્રચંડ જીવન-કલહ દુખ, દર્દ, કષ્ટ, પ્રયત્ન અને અશ્રાન્ત અવિરત પ્રવૃતિને કાંઈક ઉદ્દેશ છે. તે સાવ નિરર્થક નથી. તે ઉદેશ એ છે કે આત્મા, એ બધા દ્વારા પોતાના સ્વરૂપને જોતા અનુભવતા અને મેળવતા શીખે. એ સર્વને અંતિમ હેતુ, આખરને લક્ષ્ય, છેવટને ઉદ્દેશ આત્મ સાક્ષાત્કાર (Self-realization) છે. એટલાજ માટે આપણે શેડો કાળ અમુક ચીજ કે પદાથેની પાછળ વાસભર દોડીએ છીએ. અને વળી તેને પતું મુકી બીજા પદાર્થ પાછળ પડીએ છીએ. અને એ પ્રમાણે દેડતી વખતે બધે વખત આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે તે તે પદાર્થની અનિવાર્ય જરૂર છે. અને તે જ સાથે છેવટે એમ પણ માનવું પડતું હોય છે કે એની કોઈ જરૂર નહોતી: એના વિના ખાસી રીતે નભી શકત-નકામી માથાકુટ કરી. આપણને વાસના રૂપી એવી એક ભૂખ વળગી છે કે જે કદી પણ તૃપ્ત થઈ શકે તેવી નથી–એવી તરસ છે કે જે કદી પણ છીપી શકે નહી. જીવનના સર્વ અનુભવે આપણે ભોગવીએ છીએ. તેમાં કેટલાક અનુભવો અતિ રસભેર, ઉત્કટપણે, તીવ્ર ભાવે, ભેગવીએ છીએ. અને કેટલાક મંદપણે, વેઠ ઉતારવાની માફક, સુસ્તીથી, ભેગવીએ છીએ. પણ એ બધું ભેગવાઈ ગયા પછી જણાયા વિના રહેતું નથી કે તે બધા ભેગાનુભતીવ્ર અને મંદ, ઉત્કટ અને સુસ્ત–બધા પડછાયા જેવા ભ્રમ ઊપજાવનારા હતા. તેમાં કાંઈ સ્થાયી કે સ્થિર નહતું. હૃદય ઉપર અમુક સંસ્કાર મુકી. એ બધા પડછાયા અળપાઈ ગયા. એ માંહેનું કશું ધ્રુવપણે સત્ય ન હતુ. અને તેમ છતાં એ બધા અસત્ય પડછાયા હેવાનુ અનુભવતા અને માનતા છતાં એ વાસનાની સુધાને અગ્નિ હોલવાત નથી. એ ભૂખ અને તરસ નિરંતર આપણને ત્રાસ આપ્યા જ કરે છે. અને નવા નવા પ્રયત્નની દિશા તરફ આપણને, રાજીથી કે કરાજીથી દેરીને લઈ જાય છે. એ વાસનારૂપી લાકડીની આરને ઘેદો પ્રત્યેક ક્ષણે આપણું મર્મ ઉપર વાગતે જ રહે છે. ક્ષણ પણ આરામની વાતને સંભવ સરખે પણ આવતો નથી. આ પ્રમાણે ક્યાંસુધી રહેશે? પ્રિય બંધુ! એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. જે પદાર્થની તમે શેધમાં છે તે પદાર્થમાં તમે કપેલું “સુખ” તમારા ભીતરમાં જ છે એમ જ્યાં સુધી તમે શીખશો નહિ ત્યાં સુધી એમ જ રહેવાનું નિર્માણ છે. “સુખ અંતરમાં છે, બહાર નથી” એ સત્યનું જ્યારે મંદ અને સહેજ સરખું પણ કુરણ હૃદયમાં અનુભવાયા પછી આપણે તદ્દન જુદા જ સ્વરૂપમાં પલટાઈ જઈએ છીએ. એ એક જ અનુભવને પાઠ શીખવા માટે જીવનના સર્વ પ્રયત્નને ઉદ્દેશ છે.
સુખ અંતરમાં છે, બહાર શોધવાથી તે મળવાનું નથી” એમ જ્યાંસુધી નિશ્ચય ન થાય ત્યાંસુધી આત્મા કેઈ કાળે રસમયતાને અનુભવ કરી શકે નહી,
For Private And Personal Use Only