Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ શ્રી આત્માનંદ પ્રકાશ. કરવી. આપણા વ્યક્તિભાનને અર્થાત જેને આપણે “હું” કહીએ છીએ તેને એક પરમ સમરસ ચૈતન્યઘનમાં-ઈશ્વરમાં-અભેદપણે પરિણમાવવું. મનુષ્ય પ્રયત્નને પરમ લક્ષ્ય એ પ્રમાણે સર્વ શાસ્ત્રકારે, તવ જાહેર કરે છે. કેટલાક એમ માને છે કે મનુષ્ય-જીવન અને મનુષ્ય-પ્રયત્નને ઉદ્દેશ “સુખ” છે. આમ માનવું પણ એક પક્ષે વ્યાજબી છે. પરંતુ સરત એટલી કે તે “સુખ” આત્માનું ખરૂં વાસ્તવ સુખ હોવું જોઈએ. અને ખરૂં સુખ એક જ પ્રકારનું હોઈ શકે. પણ જો એ “સુખ” શબ્દ વડે મનુષ્યને સંસાર આપી શકે છે તેવા ક્ષણિક ચંચળ ભેગજન્ય આનંદ ઈષ્ટ હોય તે હમે એ ઉદ્દેશ સાથે એકમત નથી. ક્ષણસ્થાયી ભગ–સામગ્રીમાંથી ઉદ્ભવતું સુખ એ માત્ર ક્ષણસ્થાયી જ છે અને તેવા સુખને જેઓ પોતાના જીવન અને પ્રયત્નના ઉદ્દેશ તરીકે સ્થાપે છે તેમને આખરે જણાયા વિના રહેતું નથી કે એ ઉદ્દેશની પાછળ દોડવું એ ભૂતના ભડકાની પાછળ દોડવા જેવું છે. સાંસારિક સુખ કેઈ કાળે મનુષ્યએ પોતાની મુઠીમાં પકડ્યાનું–તેને પ્રાપ્ત કર્યાનું કોઈએ સાંભળ્યું કે જોયું નથી. એસુખ દેખાય છે ખરૂં, પણ આપણું પકડમાં આવી શકતું નથી. ભૂતના ભડકાની પિડે તે હમેશા આપણાથી સહેજ દુરનું દુર રહે છે. પદાર્થોમાં ખરું સુખ કઈ દીવસ મળી શકે તેમ છેજ નહી. દેખાવમાં ગમે તેટલું એ સુખ રૂપી ફળ સુંદર અને આકર્ષક લાગવા છતાં તેને સ્પર્શતા તે રાખની ઢગલી બની જાય છે. સ્ત્રીને વેશ ધારણ કરેલી નાટકની સુંદરીઓ” જેવું એ સુખ માત્ર નજરનેજ મેહ ઉપજાવનારું છે. વસ્તુતઃ તે સુખપ્રદ નથી. કાંઈક સુખને ખ્યાલ એ પદાર્થોની પાછળ દોડતા દરમ્યાન મળે છે ખરે; પરંતુ જ્યારે તે પદાર્થને પકડકેતુ તેની સુખરૂપતા અદશ્ય થાય છે. એ ફળમાંથી સુકી રાખ સિવાય કશુંજ નીકળતું નથી. આપણે જે પદાર્થમાં સુખપ્રદપણું કલ્પી તેને મેળવવા દોટકાઢીએ છીએ તે પદાર્થ ગમે તેવો મહાનહાયતે પણ પરિણામ ઉપર કહ્યું તે વિના અન્ય એક પ્રકારે સંભવતનથી. સાંસારિક પદાર્થ એ આખરે સાંસારિક જ રહે છે. અને હાથમાં પકડતાજ તે રસહીન બની જાય છે. એ પદાર્થો માત્ર મર્યાદિત દેશ અને કાળમાં મર્યાદિત નામ રૂપ વાળી વસ્તુઓ છે, અને તે બધા પિતાની મુદત પુરી થયે પિતાના નામ અને રૂપને પિતાના સ્વરૂપમાં પાછા ખેંચી લે છે. આપણે તેને મરી ગયું અથવા અદશ્ય થયું માનીને દીલગીર બની જઈએ છીએ; પણ જે પદાર્થ મરવાના સ્વભાવવાળો છે તેને મરવા વિના કેમ ચાલે ? તમારે એવું સુખ જેતું હોય કે જે કદી પણ મરે જ નહી તે પછી તમારે એવું કાંઈ શેધવું જોઇએ કે જે શાશ્વત હોય–કઈ કાળે નાશ પામવાના સ્વભાવ વાળું ન હોય. પાદાર્થિક સુખનું છેવટનું ભાવી તે એક જ પ્રકારનું હોઈ શકે અને તે એ કે તે મર્યશીલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49