Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરક્તિ રાહત કર્યું. અા શક્તિ ”. વિશ્વ ઉપરના બધા દર્શને અનેક બાબતમાં એકબીજાથી ગમે તેટલા વિરોધી હોય છતાં એક વિષય પર તે તેમનું સઘળાનું મળતાપણું જોવામાં આવે છે. તે વિષય એ છે કે વાસ્તવ મનુષ્ય પ્રયત્નને અંતિમ ઉદેશ માત્ર એકજ છે. એકજ પ્રાપ્તવ્યની શોધમાં પ્રાણી માત્ર લાગેલા છે. એકજ ઈષ્ટ સ્થિતિ તરફ તે સર્વના પગલા ગતિ કરી રહ્યા છે. જુદા જુદા કાળમાં, જુદા જુદા દેશોમાં જુદી જુદી પ્રકૃતિના મનુષ્યને અનુકૂળ થાય તેવા પ્રકારે તે તે દેશકાળમાં પ્રવર્તતા સંગે, પરિસ્થિતિઓ અને જન વિકાસને દ્રષ્ટિમાં રાખીને જ્ઞાનીજનેએ દા જુદા માર્ગો ઉપદેશ્યા છે. એ બધા માર્ગો અને ઉપદેશ ઉપરથી તે તે દેશકાળની ભાવનાઓના પડ ઉતારી લેવામાં આવે તે પાછળ જે તત્વ અવશેષ રહે છે તે તત્વ સર્વ ધર્મો, દર્શને, મત મતાંતરો અને સંપ્રદાયને એક સરખી રીતે ગ્રાહ્ય થઈ શકે તેવા હોય છે. તેમ છતાં પણ એ એકજ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે જુદી જુદી પ્રકૃતિના મનુષ્ય માટે જુદા જુદા માર્ગોનું નિર્માણ થએલું જણાય છે. જેમ વ્યવહારમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ મનુષ્ય પોતાની પ્રકૃતિને, સ્વભાવગત લક્ષણોને છેડી શકતો નથી. આથી મૂળ તત્વને સમજ્યા છતાં પણ તે તત્વના સાક્ષાત્કાર માટે મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુસરતા માર્ગનું અવલંબન કરવું જોઈએ, અને તેમ ન થાય તે તે માર્ગ તેને માટે અત્યંત વિષમ, દુખમય, અને કંટાળા ભરેલો તેને જણાયા વિના રહેતો નથી. પ્રકૃતિ અથવા સ્વભાવ એ કાંઇ આકસ્મિક ઘટના નથી, પરંતુ મનુષ્ય પૂર્વ ભવમાં જે માર્ગનું અવલંબન કરેલું હોય છે, અથવા કાર્ય અને ભાવનાના જે રસ્તા ઉપર થઈને તેણે પિતાની ઉન્નતિ સાધી હોય છે તેનું પરિણામ હોય છે. પ્રકૃતિ અકસ્માતથી આંધળીએ ટપ બંધાએલી હતી નથી, પરંતુ ગત જન્માંતરની તે તે માર્ગની પ્રવૃત્તિનું કુદરતી પરિણામ છે. આપણા વિકાસક્રમની પ્રત્યેક ભૂમિકાએ, એક્ષ-પાટણ તરફના માર્ગમાં પગલે પગલે આપણી પ્રકૃતિને દૃષ્ટિમાં રાખવી અત્યંત આવશ્યક છે; કેમકે તે એક અત્યંત સત્ય ઘટના છે-મિથ્યા ભ્રાન્તિવાળી વસ્તુ નથી. પ્રકૃતિના માર્ગે પ્રવર્તવાથી આપણે ન્યૂનમાં ન્યૂન શ્રમે અધિકમાં અધિક બદલે મેળવી શકીએ છીએ, અને ઈષ્ટ પથમાં મુસાફરીને શ્રમ આપણને મુદ્દલ જણાતો નથી. શ્રમ માત્ર પ્રકૃતિથી વિરૂદ્ધ કાર્ય કરવાથી જણાય છે. આ સાહજીક નિયમને લક્ષમાં રાખી નિજ, શાસ્ત્રકારે એકજ પરમ પ્રાપ્તવ્યને માટે જુદા જુદા માર્ગોનું વિધાન કરેલું છે, અને જુદી જુદી પ્રકૃતિના મુનુષ્યને બંધ બેસતી થાય તેવી સુંદરચના કરી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49