________________
૩૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
ભાઈ ! કાંઈ યાદ રાખવાની જરૂર નથી હું તો જાણનાર છે..બસ, ઈતના તો યાદ રહે કે નહીં ?! મેં તો જ્ઞાતા હું એટલાથી જ કામ બની જશે...! આહા! એવા તો કેવળ જીવના વિકારો છે-શબ્દ તો જુઓ! “કેવળ” શબ્દ વાપર્યો છે-મિશ્ર નહીં. આ “કેવળ ” જીવના વિકારો અને ઓલા “કેવળ ' અજીવના વિકારો (છે.) કેવળ એટલે ઓલી-ફક્ત-માત્ર જુદા જુદા બેય..બેયના પરિણામ જુદા (જુદા ) છે.
અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકાર હેતુઓ..” જુઓ! એ વિકાર એટલે જીવમાં જે વિશેષ કાર્ય થાય...એમાં વિકાર હેતુઓ આ અજીવના પરિણામ છે. જીવના પરિણામને અને અજીવના પરિણામને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બને છે. સ્વભાવદષ્ટિમાં એ (સંબંધ) નથી. વ્યવહારનયની દ્રષ્ટિથી જોવામાં આવે પરિણામને ત્યારે એ (નિમિત્ત-નૈમિત્તિકસંબંધ) બતાવે છે.
એ વિકાર હેતુઓ “કેવળ' અજીવ છે.” –આ પુણ્યઅજીવ, પા૫ અજીવ, આસ્રવ અજીવ, સંવર અજીવ, નિર્જરા અજીવ, બંધ અજીવ ને મોક્ષ અજીવ..અને ઓમાં (જીવમાં) પુણ્ય જીવ, પાપ જીવ, આસ્રવ જીવ, સંવર જીવ, નિર્જરા જીવ, બંધ જીવ અને મોક્ષ જીવ, એ બધાં જીવના પરિણામ છે માટે એને જીવની સંજ્ઞા આપી એમઆહા! “આવાં આ નવા તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને” -જુઓ આંહી જીવદ્રવ્ય કહ્યું પણ...આગળ કહ્યું છે સ્વભાવ (એટલે કે) ત્રિકાળ જ્ઞાયકભાવ-જીવતત્ત્વ...“ આવાં જીવદ્રવ્યના સ્વભાવને છોડીને”, કહે છે કે જીવદ્રવ્યનો જે સ્વભાવ છે...અને જીવના જે વિકારો થાય છે. એ વિકારોમાં કેવળ.... અજીવનું નિમિત્તપણું છે અને જીવસામાન્ય ( જ્ઞાયકભાવ) તો રહેલો છે પણ આ જે પરિણામમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બને છે. એમાં આ ત્રિકાળીની જરાય મદદ કે સહારો નથી (એ તો) જુદો ને જુદો જ રહી જાય છે...એકલા પરિણામને..પર પરિણામ નિમિત્ત થાય...પણ જીવ એમાં આહા ! જુદોને જુદો જ છે. જે આમાં બતાવ્યું છે જુદો...જુઓ !
“જીવદ્રવ્યના સ્વભાવને છોડીને”.ત્રિકાળ સ્વભાવની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય...ક્ષણિકપર્યાયની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. પર્યાયની સાથે યા
જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય ત્યારે ભગવાન આત્મા...આહા! એ તો જુદો ને જુદો રહે છે...જ્ઞાતાપણે જુએ છે નાટક! આહા....! જેની દષ્ટિમાં જ્ઞાયક આવ્યો છે એ બધું જુએ છે કે-આ બધુંય નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું નાટક ભજી રહ્યું છે. હું તો એનાથી ભિન્ન(અલાયદો ) જુદો છે..અંતરદૃષ્ટિ વડે જુએ છે એ..( ઉદાસીન છે!)
(હવે કહે છે, “પોતે અને પર જેમનાં કારણ છે” –પોતે એટલે પર્યાય-વિકાર અને પર એટલે અજીવ....એ જેમનાં કારણ છે. એક પોતે કારણ-ક્ષણિક ઉપાદાન...એ ક્ષણિક ઉપાદાન છે પોતે એટલે ક્ષણિક ઉપાદાન-પર્યાય, નવેય ક્ષણિક ઉપાદાન છે, એ નવેય (તત્ત્વો) સમજી લેવા..અને પર એટલે અજીવ-નિમિત્ત બસ ! જેમનાં કારણ છે. એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com