________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૮ નિમિત્તમાં જેવું છે એવું જ અહીંયા થાય એટલે નિમિત્તના આશ્રયે નૈમિત્તિક એવી જ પર્યાય થાય (એમ માનીશ) તો દોષ આવી જશે. કેમકે નિમિત્તમાં પાપનો ઉદય છે તો નૈમિત્તિકમાં પાપ જ થવું જોઈએ. પણ અહીં પાપ તો થતું નથી, કેમકે પરિણામ નિરપેક્ષ જ છે.
(શ્રોતા – આમ બન્ને બાજુથી સમજવા જેવું છે. )
એકલું સર્વથા નિરપેક્ષ પણ નથી અને એકલું સર્વથા સાપેક્ષ પણ નથી. કથંચિત નિરપેક્ષ, કથંચિત્ સાપેક્ષ તેવા સ્યાદ્વાદમાં બધુ સિદ્ધ થઈ જાય છે. તારે સ્યાદવાદ જોઈતો હોય તો આવો છે. ઊંડાણનો અભ્યાસ જોઈએ.
એકબાજુથી એમ કહે કે-નિમિત્તને કારણે નહીં માને તો કબુદ્ધિ થઈ જશે. એક બાજુથી એમ કહે કે-જેવું નિમિત્ત છે તેવું જ નૈમિત્તિક થાય એમ પણ નથી. તો તો પર્યાય પરાધીન થઈ જાય. તો તો કોઈને પુણ્ય પણ ન થાય.
જે જીવ તીર્થકર થવાનો હોય તેને ત્રીજા ભવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. કેમ બધા પામો એવો શુભભાવ છે. હવે તે જોડાયો છે તો ચારિત્રમોહની પાપ પ્રકૃતિમાં અને અહીં કરૂણાનો ભાવ આવે છે અને તેનાં નિમિત્તે પાછી પુણ્ય પ્રકૃતિ બંધાય છે. પાપ પ્રકૃતિનો ઉદય છે માટે પાપ પ્રકૃતિ જ બંધાય એમ નથી. પાપનો ઉદય છે અને બંધાય છે પુણ્યપ્રકૃતિ (કર્મ પ્રકૃતિમાં) પાપનો ઉદય છે તે સીધું નિમિત્ત નથી. નવાં કર્મ બંધમાં નિમિત્ત તો શુભભાવ છે. (શ્રોતા – કરણાનુયોગ પણ આપની પાસે ભણવા જેવું છે.)
વિકાર થવા યોગ્ય અને વિકાર કરનાર એમાં બે ચર્ચા જ થઈ છે. આત્મા નિમિત્તકર્તા નથી અકર્તા છે. અને પાપની પ્રકૃતિનો ઉદય હોવા છતાં અહીં પુણ્ય થાય છે. બે વાત છે. થવા યોગ્ય’ તેમાં પર્યાય સ્વતંત્ર થાય છે. શુભભાવ સ્વતંત્ર થાય છે–તે નિમિત્તને આધીન નથી તેમ આત્માને આધીન નથી. નિમિત્તને આધીન હોય તો પાપ જ થયા કરે. પર્યાય નિમિત્તને આધીન નથી માટે પાપના ઉદયમાં પણ પાપ થતું નથી-પુણ્ય થાય છે. પર્યાય - અહેતુક સ્વતંત્ર છે, તે કોઈને આધીન નથી. પરદ્રવ્યને આધીન નહીં અને સ્વદ્રવ્યને આધીન નહીં પર્યાય સ્વયં પોતે એનું નિરપેક્ષપણું સિદ્ધ કરે છે. વિભાવ છે માટે સાપેક્ષનું જ્ઞાન કરાવે છે.
(શ્રોતા - પરિણામ થાય છે તો નિરપેક્ષ જ.પરંતુ વિભાવમાં નિમિત્તનું જ્ઞાન કરાવે છે.) એટલે નિમિત્તકર્તાની વાત કરી. એકલો એકલો પોતે પરિણમતો નથી. પોતે અને પર એમાં બે કારણ છે એમ કહેશે. પર્યાય પોતે ઉપાદાન કારણ છે અને એક નિમિત્ત કારણ જૂનાં કર્મનો સદભાવ કે અભાવ. મોક્ષની પર્યાય પણ વિભાવ છે. કારણ કે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે. નવેય તત્ત્વો વિભાવ કહ્યાં ને ! ?
મોક્ષની પર્યાયનો નિમિત્ત કર્તા કર્મનો અભાવ છે એટલે આત્મા અકર્તા રહી ગયો મોક્ષનો. મોક્ષનું કારણ નહીં-અકારણ રહી ગયો. જૂનાકર્મના ઉદયને કારણ કહ્યું માટે અકારણ રહી ગયો. જૂનાકર્મનો કારણ કહેતાં જ આત્મા અકારણ થઈ ગયો. તેથી હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com