________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૧૩ દર્શનમોહનીય કર્મની પ્રકૃતિ છે તેમાં આરોપપણે પણ પુણ્ય નથી. કેમકે એમાં નૈમિત્તિકમાં પાપ થાય છે. નૈમિત્તિકમાં પુણ્ય થતું નથી. મિથ્યાષ્ટિને તો પાપ જ છે જ્યારે સમ્યક્દષ્ટિને નૈમિત્તિકમાં પુણ્ય-પાપના પરિણામ છે–તો પણ નિમિત્તમાં બે ભેદ નથી. તેને (ચારિત્રમોહનો જ ઉદય છે.)
હવે શ્રદ્ધાગુણની પર્યાય કાં તો પાપરૂપ છે અને કાં તો ધર્મરૂપ છે એટલે અનંત સંસારનું કારણ મિથ્યાત્વનું પાપ પહેલાં જાય છે. મોટો યોદ્ધો જે મોહ છે તે જીતાય જાય છે પછી લશ્કર જીતાય છે. જિનાગમમાં પણ મિથ્યાત્વને મોટું પાપ કહ્યું છે. પૂ. ગુરુદેવનો ઉપદેશ મિથ્યાત્વના પાપનો કે પરિહાર થાય તે છે. લોકો ચારિત્રના પુણ્ય-પાપના ભેદમાં પડી ગયા છે. આ ખાવું ને આ ન ખાવું; પણ...ખાઈ શકતો જ નથી તે મૂળ વાતને લેને! આ વાતની જગતને ખબર નથી.
આ વસ્તુ પહેરવી ને આ ન પહેરવી, આનો ત્યાગ અને આનું ગ્રહણ. પૈસા રાખવાને પૈસા ન રાખવા, ચાર રોટલીને બદલે બે રોટલી ખાવી, રસનો ત્યાગ કરવો, ઘી-તેલ ન ખપે વગેરે. હવે એ વાતને પહેલાં લે કે –ઘી-તેલને ખાઈ શકતો જ નથી. આ તો બહુ અલૌકિક માર્ગ છે. આ માર્ગ ગુપ્ત હતો તે ગુરુદેવે શોધ્યો. શ્રદ્ધાનો ગુણ અને શ્રદ્ધાનો દોષ બન્ને વાત તેણે કરી.
આમ કરશો તો શ્રદ્ધાનો દોષ થશે અને આમ કરશો તો શ્રદ્ધાનો ગુણ પ્રગટ થશે. ચારિત્રની વાતને તેણે ગૌણ જ કરી છે. તેના ઉપર વજન નથી આપ્યું. સમ્યકદર્શન થશે એટલે બધી ખબર પડી જશે. -સહજ, એની મેળે. પૂ. ગુરુદેવને સમજી શકનારા ઓછા નીકળ્યા તેનું કારણ કે તેમણે ચારિત્રની (શુભભાવની) બહુ વાત કરી નહીં. તેમણે શ્રદ્ધાના દોષની જ વાત કરી. ગુરુદેવના રહસ્યને સમજનારા જે છે તે-શ્રદ્ધાનો દોષ કેમ ટળે અને શ્રદ્ધાનો ગુણ કેમ પ્રગટે તેનાં ઉપર તેનું વજન હોય છે. હવે તેમને ચારિત્રનો દોષ ન કરવો હોય તો પણ થઈ જાય છે.
ગૃહસ્થીનું આખું વીર્ય સમ્યકદર્શન કેમ પ્રગટ થાય તેના ઉપર તેનું જોર છે. આત્માનું સ્વરૂપ સમજવું અને આત્માનો અનુભવ કરવો તે બે વાત ઉપર જોર છે. આત્માનો સ્વભાવ શું? અને તેનો અનુભવ કેમ થાય ? તે બે વાત ઉપર જ તેનું વીર્ય જોર કરે છે. એ પુણ્યપાપની પ્રકૃતિમાં મંદતા કેમ થાય તેમાં એનું વીર્ય કામ કરતું નથી–તે નપુંસક થઈ ગયો છે. હવે આવું કોને કહેવું !?
આ કોઈ અલૌકિક વાત છે. પેલામાં ચારિત્રનો દોષ ટાળવામાં રહી ગયો તો કર્તા બુદ્ધિ પોષાય છે. અને મેઈન કામ જે છે તે રહી જાય છે. દુનિયા ભલે ટીકા કરે પણ...તું આ (આત્મા) બાજુ આવી જા. મારો સ્વભાવ શું અને તેનો અનુભવ કેમ થાય તે બે વાતમાં મંડી પડ બસ. દુનિયાની દરકાર કરીશ માં દુનિયા તો ટીકા કર્યા કરશે. તું લગ્ન કરી લેજે પણ મિથ્યાષ્ટિનો સંગ કરીશ માં! એટલે શું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com