Book Title: Atmajyoti
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 331
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ૨૯૩ કેમકે સ્વયં થાય છે તેનો કોઈ ઉત્પાદક ન હોય. અને ન થાય તેને કોઈ કરી શકે પણ નહીં. આખું જગત-છ દ્રવ્ય તેનાં ગુણ-પર્યાય બધું સત્ છે. દ્રવ્ય સત્-ગુણ સત્-પર્યાય સત્ છે. જે પર્યાયને સત જાણે છે તેની કર્તાબદ્ધિ છુટે છે, તેની દષ્ટિ અકર્તા એવાં જ્ઞાયક ઉપર પડ છે-અને તેને અનુભવ થાય છે. ટીકામાં શબ્દ છે- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યકદર્શન જ છે.” (એ નિયમ કહ્યો.) ભૂતાર્થનયે જાણે સમ્યકત્વ “જ' છે. તેમણે સમ્યક એકાંત કર્યું. ર00 વર્ષ પહેલાં જયચંદજી પંડિત થયા તેઓ કૌંસમાં કહે છે “એ નિયમ કહ્યો.' નિયમ..નિયમ... એટલે નવ તત્ત્વને અભૂતાર્થનયે જાણતાં સમ્યકત્વ થાય જ નહીં. જે નવને ભૂતાર્થનયે જાણે છે તેની દૃષ્ટિ આત્મા ઉપર જાય છે. નવના ભેદ ઉપર દૃષ્ટિ જતી નથી. આવા અપૂર્વ ભાવો સમયસારમાં બ્રહ્માંડના ભર્યા છે. જેની જેટલી શક્તિ તેટલું કાઢે. ગણધર પ્રભુ ભગવાન બાર અંગના ધણી એ પણ કહે છે કે-ક્યાં કેવળજ્ઞાન અને ક્યાં મારું જ્ઞાન ! સમુદ્રમાં બિંદુ છે. તો પછી આપણા જેવાની તો શું વાત કરવી. જુઓ તત્ત્વાર્થસૂત્રનો ક્રમ અને સમયસારના ક્રમના નામમાં ફેર છે. ભાવ બરાબર છે. ભાવમાં ક્યાંય ફેર ન હોય. બધા દિગમ્બર શાસ્ત્રોમાં ભાવ બરાબર હોય. એક વખત આજથી વીસ વર્ષ પહેલાં ઇંદોર ગયો હતો ત્યારે એક બહારગામના પંડિત પૂછયું હતું. ભાઈ ! તત્ત્વાર્થસૂત્રમાં સાતતત્ત્વના નામમાં એમ આવે છે કે જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. જ્યારે સમયસારમાં એમ આવે છે-જીવ, અજીવ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તત્ત્વાર્થસૂત્રમાં આસ્રવ પછી બંધ અને સમયસારમાં આસ્રવ પછી સંવર; આટલો ક્રમ ફેરવ્યો તેનો શું આશય છે ! મેં કહ્યું-સમયસાર ભેદજ્ઞાનથી ભરેલું શાસ્ત્ર છે. અને જે ભેદજ્ઞાન કરીને આત્માનુભવ કરે છે તેને આસ્રવ પછી બંધ ન થાય. તેને આસ્રવના નિરોધપૂર્વક સંવર જ થાય. પર્યાયાર્થિકનયનું કથન.દ્રવ્યાર્થિકનયનું કથન, જ્ઞાન પ્રધાન શૈલી, દષ્ટિપ્રધાન શૈલી કોઈ જુદા પ્રકારની હોય છે. અહીંયા ક્રમ ફર્યો તેનું કારણ એ છે કે-આસ્રવ પછી બંધ ન થાય. શું કહ્યું?! આસ્રવ પછી બંધ થાય તેમ જાણે તો સંવર ન થાય. આત્મા આસવથી ભિન્ન છે તેવું જેને ભેદજ્ઞાન થાય તેને અનુભવ થાય, પછી આગ્નવનો નિરોધ થાય અને સંવર થાય. સંવર એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ. શુદ્ધાત્માનો અનુભવ ચતુર્થ ગુણસ્થાને શુદ્ધોપયોગમાં થાય છે. આજથી ૩૫ વર્ષ પહેલાં એક ત્યાગીને પૂછ્યું હતું. તે પ્રસિદ્ધ હતા–નામની કોઈ જરૂર નથી. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ્યારે આત્માનો અનુભવ કરે છે ત્યારે તેને સવિકલ્પદશા હોય કે નિર્વિકલ્પ ધ્યાન હોય છે? તે કહે મૈયા મિશ્રદશા હોય છે. આહા...હા..! બિનઅનુભવીને તે કાંઈ ખ્યાલ આવતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં-શુદ્ધોપયોગના કાળમાં જ તેને સમ્યફદર્શન થાય છે. પછી સવિકલ્પદશા ભલે આવી જાય પણ શુદ્ધ પરિણતિ છૂટતી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347