Book Title: Atmajyoti
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 346
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ પ્રવચન નં. ૨૭ દેખાતી નથી. અનંતગુણ તો છે, પરંતુ એક-એકગુણ ઉપર દષ્ટિ નથી. ગુણી ઉપર દષ્ટિ છે તો ભેદ દેખાતો નથી. અંદરમાં પર્યાય તો છે જ નહીં અને ગુણભેદ પણ લક્ષમાં આવતો નથી. લક્ષમાં ક્યાંથી આવે..સ્વભાવની સમીપ જઈને અનુભવ કરે છે. વિકલ્પની વાત નથી, ભાષાની વાત નથી, તે માનસિક જ્ઞાનનો વિષય નથી. માનસિક જ્ઞાનમાં નિર્ણય થાય છે પરંતુ માનસિક જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી. પરોક્ષ અનુભૂતિ મનમાં થાય છે, પ્રત્યક્ષ અનુભૂતિ જ્ઞાનમાં થાય છે. અજીવના સંબંધથી આત્માને દેખતો હતો તો, આત્મા કર્મના સંબંધવાળો દેખાતો હતો, દેહના સંબંધવાળો દેખાતો હતો, આ રીતે નવ તત્ત્વના ભેદ દેખાતા હતા. હવે ઉપયોગ અંતર્મુખ થઈ આત્મામાં જાય છે-લક્ષ અંદરમાં જાય છે; લક્ષ હવે ફરી ગયું-લક્ષ ફરે ફેર છે. લક્ષ ફરે છે તો શેય ફરી ગયું. જ્યાં સુધી નવ તત્ત્વ જ્ઞાનનું શેય થતાં હતાં ત્યાં સુધી ઈન્દ્રિયજ્ઞાનનો જન્મ થતો હતો. ક્રમ-ક્રમથી નવ તત્ત્વનું જ્ઞાન થતું હતું તેનું લક્ષ છૂટી ગયું, શેય બદલી ગયું પહેલાં પર્યાય જે જ્ઞય હતી, હવે ઉપયોગમાં સામાન્ય ધ્રુવ શેય બને છે. જ્યાં સુધી પર્યાય શેય થતી હતી ત્યાં સુધી ઈન્દ્રિયજ્ઞાન હતું-તે આકુળતાનું કારણ હતું. તે તો હવે જ્ઞય બદલી ગયું. આહા...હા! શેય બદલ્યું તો ધ્યેય પણ બદલ્યું. અને ધ્યેય બદલ્યું તો ધ્યાન પણ બદલ્યું એટલે ધર્મધ્યાન પ્રગટ થાય છે. આ જ્ઞય બદલવાની વાત છે. આ પર શેય જાણવામાં આવતું નથી. જગતમાં એક જ જ્ઞય છે. આત્મા જ જ્ઞય છે. આજથી ૨૦ વર્ષ પહેલા કહ્યું 'તું આ જગતમાં કોઈ નિમિત્ત નથી, બધા ઉપાદાન છે. તેમ અધ્યાત્મની પરાકાષ્ટાનો જેણે અનુભવ કરવો હોય તો, શરત આટલી છે-જગતમાં એક જ જ્ઞય છે, બીજું શંય છે જ નહીં. એક વખત તો આવી જા આમાં. અકર્તા “જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” જયપુરમાં જયચંદજી પંડિત થઈ ગયા. તેમણે ટૂંઢારી ભાષામાં અનુવાદ કર્યો પછી હિન્દી અને પછી ગુજરાતી થયો. જીવના એકાકાર સ્વરૂપમાં તે પરિણામ છે નહીં. અનેકાકાર જ્ઞાન હોવા છતાં તે એકાકાર રહે છે. અનેકાકાર જ્ઞાન થાય છે તો શું આત્મા અનેકાકાર થાય છે? ત્રણકાળમાં અનેકાકાર થતો નથી. અનેકાકારનું જ્ઞાન તો થાય છે પરંતુ તે એકાકાર રહે છે. ભાવાર્થમાં કહેશે કે નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે, નવ તત્ત્વ કાંઈ દેખાતા નથી. ભાવાર્થ કાઢો. ભાવાર્થ- “આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદાં-જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી.” “જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું-જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી;” જીવ-પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું-જુદું જોવામાં આવે ત્યારે શું છે? પુદ્ગલથી ભિન્ન એકલા જીવને જોવામાં આવે ત્યારે શું છે? ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 344 345 346 347