Book Title: Atmajyoti
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 342
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૩૦૪ પ્રવચન નં. ૨૭ થાય છે. ઈન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે-અને સ્વને તિરોભૂત કરે છે. ઈન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી. શાસ્ત્રજ્ઞાન જ્ઞાન જ નથી. તે તો જ્ઞેય છે અને તેં માની લીધું છે જ્ઞાન. મોહરાજાએ કહ્યું અને તેણે માની લીધું, પણ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે-તે જ્ઞાન નથી જ્ઞેય છે. જેમ પૈસાનો ઢગલો હોય છે તેમ શાસ્ત્રજ્ઞાન જ્ઞેયનો ઢગલો છે. પ્રભુ! શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન નથી. તો શું શાસ્ત્ર ન વાંચવા? શું કરવું? શાસ્ત્ર એમ બતાવે છે કે-મારી સન્મુખતાવાળું જ્ઞાન તે જ્ઞાન નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રગટે તે જ્ઞાન છે. શાસ્ત્ર શા માટે વાંચવા ? કે-ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી તેમ બતાવે છે માટે વારંવાર શાસ્ત્ર વાંચવું. એક વખત સુરેન્દ્રનગરના એક ભાઈ તેમને કોઈએ કહ્યું કે-નિમિત્ત કાંઈ કરતું નથી તો તમે સોનગઢ શા માટે જાવ છો! ભાઈએ કહ્યું કે-નિમિત્તથી કાર્ય થાય છે તેવો (અનાદિથી ) ભ્રમ થઈ ગયો છે ને! તેથી નિમિત્તથી કાર્ય થતું નથી કાર્ય ઉપાદાનથી થાય છે તે વારંવાર સાંભળવા જાઉં છું. નિમિત્ત છે તે બીજી વાત છે. નિમિત્તનું નામ અકર્તા છે અથવા ( ક્ષણિક ) ઉપાદાનનું નામ કર્તા છે. ઉપાદાન-નિમિત્ત બે છે, છતાં કાર્ય એકલા ઉપાદાનથી થાય છે–તે આ ગાથાનો મર્મ છે. મિથ્યાત્વની પર્યાય દર્શનમોથી ઉત્પન્ન થતી નથી, અને આત્માથી ઉત્પન્ન થતી નથી. પર્યાય નિરપેક્ષ પ્રગટ થાય છે તેમાં કર્તાબુદ્ધિ છૂટે છે. કર્તાબુદ્ધિ છૂટવાથી આત્મા અકર્તા છે તેવી આત્માની દષ્ટિ થાય છે–તો મિથ્યાત્વની જગ્યાએ આપોઆપ સમ્યક્દર્શન થઈ જાય છે. કર્તાબુદ્ધિ કર્યા વિના સમ્યદર્શન આપોઆપ થઈ જાય છે, તો ઉપચારથી કર્તા છે તેમ કહેવાય છે. જ્ઞાનીને ઉપચાર પણ ખટકે છે. ૧૩ મી ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે-નવ તત્ત્વને નિરપેક્ષ, ભૂતાર્થનયથી જાણ! વ્યવહારનયથી તો જાણ્યા, એટલે કર્મના ઉદયથી રાગ થાય છે, રાગના ઉદયથી કર્મ બંધાય છે; તેમ જાણ્યું પરંતુ તેનાથી ભિન્ન આત્મા શું છે તે ન જાણું!? આત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન છે પરંતુ ભગવાનની ભક્તિથી તો ભિન્ન નથી ને? ભાવકર્મમાં ભક્તિ આવી ગઈ કે નહીં? તો શું ભક્તિ છોડી દેવી ? ભક્તિ છોડી દેવાની વાત નથી-પરંતુ ભક્તિમાં આત્મબુદ્ધિ છોડી દે!! સમ્યક્દર્શન પછી ભક્તિ તો વધારે વધે છે-ભક્તિ છૂટતી નથી. સ્વરુપમાં લીન થયા વિના શુભભાવ છૂટતો નથી. છે તો છૂટો પરંતુ પર્યાય (નું એકત્વ) છૂટતું નથી. દ્રવ્યમાં તો છે જ નહીં, પણ પર્યાયમાં જેટલી સ્થિરતા થાય છે તેટલો રાગ ઓછો થઈ જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃતે છે. હવે બીજો પારો –આખું સમયસાર ભેદજ્ઞાનથી ભરેલું છે. કોઈ પણ ગાથા કે શ્લોક લઈ લ્યો...તો દરેકમાં ભેદજ્ઞાન છે. આ...હા...હા ! જેટલા સિદ્ધ ૫રમાત્મા થયા તે ભેદવિજ્ઞાનથી થયા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347