Book Title: Atmajyoti
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 332
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૨૬ ૨૯૪ નથી. શુદ્ધોપયોગ ભલે છૂટી ગયો. તો અહીં કહે છે–આ નવ તત્ત્વો જે છે, તેને ભૂતાર્થથી જાણે આગળ શબ્દ છે ભૂતાર્થથી જાણેલ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ તે સમ્યક્ત્વ છે. તત્ત્વાર્થસૂત્રમાં એ રહસ્ય છે કે–એકવચન કહીને, તેમાંથી શુદ્ઘનયથી શુદ્ધાત્માને કાઢ તો અનુભવ થાય પણ આમાં તો એકદમ ખુલ્લુ કરી નાખ્યું છે. ભૂતાર્થથી આત્માને જાણે તો તો સમ્યક્દર્શન થાય તે તો બરાબર છે. પણ આ નવ તત્ત્વને ભૂતાર્થથી જાણતાં સમ્યક્દર્શન થાય એ શું!? તે નવ તત્ત્વનો વિસ્તાર આવવાનો છે. જીવ અનાદિકાળથી ભૂલ્યો છે કે-આત્મા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ, આસવ, બંધને કરે. અને આત્માને ભેદજ્ઞાન થાય તો સંવ૨-નિર્જરા-મોક્ષને કરે. પરંતુ આત્મા અકારક-અવેદક જ્ઞાયક જ્ઞાતા છે તે એને લક્ષમાં આવતું નથી. અશુદ્ધ નિશ્ચયનયે રાગને કરે, અને એદેશશુદ્ધનિશ્ચયનયે સંવ-નિર્જરાને કરે, સર્વદેશ શુદ્ધ નિશ્ચયનયે મોક્ષને કરે. આમ તેણે કરવું રાખ્યું; તેને આત્માનું જાણવું છૂટી જાય છે. પ્રથમ આત્માને જાણ કે આત્મા અકારકને અવૈદક અકર્તા છે. આત્મા અકર્તા શા માટે છે!? તો કહે-પર્યાય સ્વયં ઉત્પન્ન થાય છે. પર્યાય તેનાં સ્વકાળે પ્રગટ થાય છે. તેના ષટ્કારકથી તે પ્રગટ થાય છે-આત્મા તેનો કરનાર નથી. તું તેને કર્તાપણે ન દેખ! બે પ્રકારની ભૂલ એ થાય છે કે-છે અકર્તા ને માન્યો કર્તા તો જીવ તત્ત્વ સંબંધી તે ભૂલ છે. જ્ઞાયક કર્તા નથી શાયક તો જ્ઞાતા છે, તે પ્રથમથી જ જ્ઞાતા છે. પોતે જ ભૂલી ગયો છે કોઈના ઉપદેશથી નહીં. પોતે પોતાની મેળે જ્ઞાતા હોવા છતાં, શાયક હોવા છતાં, પોતાને રાગાદિનો હું કર્તા છું–એમ બીજાના ઉપદેશ વિના માને છે. બીજાના ઉપદેશથી માને તો તો ગૃહિત મિથ્યાત્વ આવે. ગૃહિત મિથ્યાત્વ તો જ્ઞાની ગુરુના ઉપદેશથી નીકળી જાય છે. આ તો અગૃતિ મિથ્યાત્વ છે અને તે તો અનુભવથી જાય છે-તે શાસ્ત્ર વાંચવાથી, દેશનાલબ્ધિ સાંભળવાથી જાય નહીં. ભલે નિમિત્તપણે શાસ્ત્ર હો કે ગુરુની વાણી હો! પણ વાણીના લક્ષે અનુભૂતિ ન થાય. તેનું લક્ષ છૂટે અંદરમાં જાય તો અનુભવ થાય-ત્યારે ભૂતનૈગમનયે જ્ઞાની ગુરુના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તનું લક્ષ છે ત્યાં સુધી લક્ષ અંદરમાં આવે નહીં. આહા! પરને જાણતાં-જાણતાં એ કે ‘દિ આત્માને જાણશે. એકવખત તો તેણે અનુભવ કરવા માટે ૫૨ને જાણવાનું સર્વથા બંધ કરવું પડશે. ટીકાકાર ટીકા કરતાં કહે છે-આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી, ૫૨માર્થનયથી, નિશ્ચયનયથી નવે તત્ત્વ સત્ અહેતુક છે. કર્મથી પણ પરિણામ થતા નથી અને આત્માથી પણ પરિણામ થતા નથી. કર્મકૃત પરિણામ કહીને નિમિત્ત સાપેક્ષથી વાત કરવામાં આવી છે. છે તો પર્યાયકૃત, તે આત્માકૃત નથી. નવ તત્ત્વો પર્યાયનાં કાર્યો છે તે જીવથી કરવામાં આવ્યા નથી. પર્યાય કરે છે તેવા કર્તા ધર્મને આત્મા જાણે છે. આત્માને જાણતાં-જાણતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347