________________
૧૮૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ વ્યવહારે ય છે. વ્યવહારે જ્ઞય છે એટલે ? તે પ્રતિભાસરૂપ જ્ઞય છે લક્ષ રૂપ ય નથી. વાત બહુ ઊંડી અને ઝીણી છે. લાભ બહુ મોટો છે. ઝીણી છે એટલે ન સમજાય તેમ નહીં. પરંતુ ઉપયોગને જરા એકાગ્ર કરીને અહીં જે વાત ચાલે છે તેને સમજવાનો પ્રયત્ન કરો. અહીંથી ઊઠીને ઉઘરાણી કરવા આદિ કામે જવું છે તેવો વિચાર આવે તો આ સમજાશે નહીં. અત્યારે આપણને જે આચાર્ય ભગવાન સમજાવતા હોય તેને જ સમજવાનો પ્રયત્ન કરવો તે વિનય છે. ઉપયોગને આડે અવળે લગાવવો નહીં.
“કારણ કે તીર્થની-વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે -વ્યવહાર ધર્મ એટલે સાપેક્ષપણું. આ નિમિત્ત છે ને આ નૈમિત્તિક છે-તેનું આ ફળ છે, આનાથી આમ થયું કે આનાથી આમ થયું તે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે. વ્યવહારનયથી નવ તત્ત્વોને જાણે તો મિથ્યાત્વનું નિમિત્ત અને નિશ્ચયનયથી ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણે ત્યારે તેને સમ્યક્દર્શનનું નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન તો સમ્યક્દર્શનની પોતાની પર્યાય છે. પણ સમ્યક્દર્શન થયું તેની પૂર્વે તેણે શું જાણું? કે–થવા યોગ્ય થાય છે તેમ જાણ્યું તો સમ્યક્દર્શન થઈ ગયું તો ભૂત નૈગમનયે તેને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન તો સમ્યક્દર્શનની પર્યાય છે. અને નિમિત્ત થવા યોગ્ય થાય છે તે ભૂતનૈગમનયે છે. કેમકે જ્યાં સુધી થવા યોગ્ય થાય છે તેના ઉપર લક્ષ રહે ત્યાં સુધી સમ્યકદર્શન ન થાય. લક્ષ ત્યાંથી છટકી જાય છે.
પર્યાયમાં પણ રાગનું કરવું છે નહીં. અને પર્યાય જ્ઞાનને કરે છે તેમ છે નહીં. જ્ઞાન સહજ પ્રગટ થઈ જાય છે. (શ્રોતા-અદ્ભૂત થી અભૂત અસલ વાત આવી સાહેબ!) (ઉત્તર) આ અસલ વાત જ છે હોં. આ ગાથામાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. આપણે ક્યાં ઉતાવળ છે.
“વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો”, પર્યાયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જોવી તેનું નામ વ્યવહાર છે. પર્યાયને નિમિત્તની નિરપેક્ષ ક્ષણિક ઉપાદાનથી જોવી તે નિશ્ચય છે. પર્યાયને જોવાની બે દષ્ટિ છે-કાં ક્ષણિક ઉપાદાનથી જો અને કાં તો નૈમિત્તિકથી જ. હવે તેને નૈમિત્તિકથી જોવાનું બંધ કરી દે; થવા યોગ્ય થાય છે તેમ ક્ષણિક ઉપાદાનથી જો; તો તારી દષ્ટિ સમ્યફ થઈ જશે.
અમે જે વ્યવહારનયથી નવ તત્ત્વ કહ્યાં, હવે તું એ નવ તત્ત્વનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કર તો તને આત્માની પ્રાપ્તિ થશે. થવા યોગ્ય થાય છે–એમ જાણી દ્રવ્ય ઉપર દૃષ્ટિ આવતાં સમ્યક્દર્શન થશે. સમ્યક્રદર્શન તો પોતાથી થયું છે પણ તે વખતે તેનું લક્ષ આત્મા ઉપર છે-તેથી આત્માના આશ્રયથી સમ્યકદર્શન થયું તેવો ઉપચાર કરવામાં આવે છે. અનુપચારે તો પર્યાય પર્યાયથી થાય છે. ઉપચારનું કારણ એ કે તેનું લક્ષ આત્મા ઉપર છેમાટે આત્માથી થયું તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com