________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૩૨
પ્રવચન નં. ૨૦
જણાય છે, તે (વાત) પરોક્ષમાં રહી, પછી અભેદ થયો તો પ્રત્યક્ષ...માં આવી જાય છે. આહા ! એકાંત થઈ જશે...(કોઈ કહે તો તેને કહીએ કે) સમ્યક્-એકાંત થશે. તને અનુભવ થશે- “જ્ઞાયક નથી ૫૨ તણો ” જેમ સેટિકા, ભીંતને સફેદ કરતી નથી...એમ ‘ જાણનાર ’ ...૫૨ને જાણતો નથી.
(૫૨ને હું જાણું છું) એ શલ્ય મોટું છે, અમને ખબર છે બધી...આહા...હા ! બહુ ઉહાપોહ થયો આઠ વર્ષ પહેલાં...‘ આત્મા ૫રને જાણતો નથી જાણનાર જણાય છે' એક મુમુક્ષુ ઘેરે આવીને કહે...ભાઈ! આ તમારી હિંમત કેમ ચાલી! એને પ્રમોદ બતાવ્યો, એને ગમ્યું... ભાઈ, આ તમારી હિંમત કેમ ચાલી !
કેમકે એમાં અનુભવ થાય છે માટે હિમ્મત ચાલી લે ! આહાહા! બેન હતા, આંહી બેઠા છે નામ નહિ લઉં ( –જણાવું). એક આઠ વર્ષ પહેલાં એક એવો બનાવ બની ગયો. એટમ ફેંક્યો અજ્ઞાન ઉ૫૨ હોં?! આ એક મોટી ભૂલ-હું પરને જાણું છું...૫૨ને જાણું છું...જાણતો જ નથી તું...એને જાણનારો તું નથી ’...એને જાણનારો બીજો છે, બીજો બીજાને જાણે છે. હું મને જાણું છું આ લઈ લે ઝટ, બે ભાગ પાડી નાખને ઝટ! છે તો બે ભાગ, હું તો મને જ જાણું છું. આહા...આહા ! જ્ઞાન આત્માને જાણે છે-એટલો ભેદ-એ પણ પોસાતું નથી તો જ્ઞાન ૫૨ને જાણે છે, એમાં અનુભવ તો ન થાય...પણ સમ્યક્ત્વની સન્મુખ પણ ન થાય, એ તો પ્યોર અજ્ઞાન છે. ચોખ્ખું અજ્ઞાન. આહા...હા !
એ જ્ઞાની છે કે અજ્ઞાની...પૂછી લેવું. કે-ભાઈ! આત્મા ૫૨ને તો જાણે ને, તો કહે-હા, ૫૨ને તો ચોક્કસ જાણે છે...બહાર નીકળી જાય...સમજાય ગયું બધું. પરીક્ષા થઈ ગઈ. આ તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ-સમ્યક્દર્શન-સમ્યજ્ઞાન કેમ થાય, એની (વિધિની ) આ ગાથા છે. અને જ્યારે નિશ્ચયનું પ્રતિપાદન થતું હોય ને ત્યારે નિશ્ચયનય, વ્યવહારનો નિષેધ કર્યા વિના રહેતી નથી. -એમ આચાર્ય ભગવાને કહ્યું છે કે તું નિશ્ચયનય વડે વ્યવહા૨નો નિષેધ કરજે. આહા ! આચાર્ય ભગવાન લખે છે જેમ પરાશ્રિત અધ્યવસાન છોડાવ્યું છે, તેના ઉ૫૨થી અમે એમ જાણીએ છીએ, પરાશ્રિત વ્યવહાર સઘળોય છોડાવ્યો છે.
(ગાથા-૪૩ નું) રહી ગયું ને પાછું હજી થોડું'ક બાકી રહી ગયું. “તાત્ત્વિક૫૨માર્થભૂત આત્માને નહિ જાણતા એવાં ઘણા અજ્ઞાનીજનો-ઘણા અજ્ઞાનીજનો બહુ પ્રકારે ૫૨ને પણ આત્મા કહે છે, બકે છે.” -બકે છે, જેમ ઓલો દારૂ પીધો હોય ને (બોલવામાં) કાંઈ ન હોય ઠેકાણું કોઈ વાર મા ને મા કહે, કોઈ વા૨ વહુ કહે, આ મારી પત્ની એમ કહી ધે...કાંઈ (બોલવાનું) ઠેકાણું ન હોય, એમ બકે છે.
એને ક્યાં ફાળો કરવો છે સંતોને! નગ્ન દિગમ્બર મુનિ! એક કપડાંનો ટૂકડો પણ જોતો નથી એ ભાવિલિંગી સંત, સત્યનું પ્રતિપાદન કરે છે કરુણા આવી છે ને! એ દોષમાં આવે ને આપણને ફાયદો થઈ જાય! આપણને ફાયદો થાય એ નિર્વિકલ્પ ધ્યાન માંથી સવિકલ્પમાં આવે-અંતર્જલ્પ અને બહિર્જલ્પનો વ્યવહાર આવે ને!?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com