Book Title: Atmajyoti
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 326
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ પ્રવચન નં. ૨૫ થાય તેનો કર્તા કોણ? તો કહે-કર્તા તો, સ્વયંથી કાર્ય થાય છે. પણ કારણપણે પ્રમુખ અને સેક્રેટરી છે ને? એ કારણ છે જ નહીં. એમ માનવું પણ નહીં. મારી ઉપસ્થિતિ છે તો સારું કામ થાય છે તે બિલકુલ ખોટી વાત છે. જ્ઞાનમાં જ્ઞાયકની સ્થાપ્ના તે મહોત્સવ છે. એવો મહોત્સવ દરેકે કરવાનો છે. ઓલો તો તેનાં કાળ ક્રમમાં આવવાનો હોય તે સમયે આવી જાય છે. શું કહ્યું!? તેનો કોઈ કર્તા અને તેનું કોઈ કારણ પણ નથી. આહા ! આ પરમાણુની પર્યાય થાય ટાઢી-ઊની થાય કે ન થાય ? તો, ટાઢી-ઊની પર્યાયનો કર્તા સામાન્ય પરમાણું નથી અને કારણ પણ નથી. ટાઢી-ઊની પર્યાયનો કર્તાપર્યાય અને કારણ પણ પર્યાય છે. કારણ-કાર્ય પર્યાયમાં છે. આહા! આવું આપણને ગુરુદેવે બતાવી દીધું છે. આપણે તો તેમણે જે કહ્યું. તેનો સ્વાધ્યાય કરવાનો છે કે-ગુરુદેવ આપણને આવું કહી ગયા છે. ક્યારેક ભૂલ થઈ જાય, વિસ્મરણ થઈ જાય તો સ્મરણ કરવાનું છે. જ્ઞાનીના વચનનું સ્મરણ કરીને, આત્માનું સ્મરણ કરી અંદરમાં ચાલ્યા જવું બસ આટલું જ કામ છે. પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પોતાના શુદ્ધ સ્વભાવપણાને લીધે, આત્માનો શુદ્ધ સ્વભાવ છે-અને જ્ઞાનનો પરિણમન સ્વભાવ પણ છે જ્ઞાન વિનાનો કોઈ જીવા ન હોય, રાગ વિનાનો તો જીવ હોય. જ્ઞાન વિનાનો એકપણ જીવ હોય તો મને બતાવો? રાગ નથી તેવા અનંત સિદ્ધ પરમાત્મા હું તમને બતાવું છું. તેમાં રાગ નથી છતાં જીવે છે કે નહીં? અને જીવનું જ્ઞાન તેને થાય છે કે નથી થતું?! કે રાગ હોય તો જીવનું જ્ઞાન થાય? એવું છે નહીં થાય છે તો જ્ઞાનનું જ્ઞાન, અને પરનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે-તેમાં પુરુષાર્થની જરૂર નથી. આત્માના અનુભવમાં પુરુષાર્થની જરૂર છે. સ્વપ્રકાશકમાં પુરુષાર્થ છે. પર પ્રકાશક અને અપર પ્રકાશકમાં પુરુષાર્થની જરૂરત નથી–તે તો સહજ થઈ જાય છે. તે તેનો સ્વભાવ છે. “શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી” ભગવાન આત્માને રાગનું કારણ ન કહો. અરે! તે વીતરાગ ભાવનું પણ કારણ નથી. બંધનું કે મોક્ષનું પણ કારણ નથી આત્મા, સૂક્ષ્મ વાત છે. (અર્થાત્ પોત-પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી. રાગરૂપે પરિણમે છે ત્યારે આત્મા નિમિત્ત નથી તો રાગરૂપે પરિણમે છે તેમાં બીજું કોઈ નિમિત્ત છે કે નહીં !? હા; બીજું નિમિત્ત છે, હું નિમિત્ત નથી. આ તો મારું આવ્યું!? અરે ! આત્મા નિમિત્ત નથી એ બતાવવું છે તે નિમિત્ત છે તે ક્યાં બતાવવું છે!? તારી નજર ક્યાંની ક્યાં ચાલી જાય છે. યુગલજી સાહેબ! જ્યારે રાગરૂપે પરિણમે છે ત્યારે પર પદાર્થ નિમિત્ત છે કે નહીં? અમારું આવ્યું કે નહીં? તે પરપદાર્થ નિમિત્ત છે તે બતાવવાનો આશય નથી. પણ હું નિમિત્ત નથી તે બતાવવાનો આશય છે. આત્માને કર્તા માન્યો અને કારણ પણ માન્યું તેથી તેની દષ્ટિ પલટતી નથી. આહા..! આત્મા કેવળ જ્ઞાતા છે. જાણવું-દેખવું તેનો સ્વભાવ છે. ભવિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347