________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬૪
પ્રવચન નં. ૨૩
આ..વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન કરવાની જે શૈલી છે- કારણ કે અનાર્યજીવને અનાર્ય ભાષા વિના સમજાવી શકાતું નથી બીજો ઉપાય નથી. જ્ઞાન તે આત્મા તે અનાર્યભાષા છે, તે આર્ય ભાષા નથી, કેમ કે તેણે અભેદમાં ભેદ કર્યો માટે. ભેદ પાડીને સમજાવે છે બીજો ઉપાય નથી પછી કહે છે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી શાયક એક ભાવ છે. આ જ પદ્ધતિ છે બીજો કોઇ ઉપાય નથી.
–
જે કોઇ આત્માના સ્વરૂપને સમજતો નથી તેને તું આત્મા છો...તું શુદ્ધાત્મા છો...તું જ્ઞાયક છો...તેમાં સમજે નહીં એટલે આટલો વ્યવહાર તો આવી જ જાય છે. પ્રેરે તે ૫૨માર્થને તે વ્યવહાર સંમત. જ્ઞાન તે આત્મા આટલો જ વ્યવહાર છે. રાગ તે આત્મા તેમ નથી લખ્યું કેમકે તે અભેદનો ભેદ જ નથી.
‘દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત' એટલે દ્રવ્યનો વિચાર નહીં, પર્યાયનો વિચાર નહીં, બન્ને વિચાર છૂટી ગયા અને જ્ઞાન થઇ ગયું. વિચાર છૂટયો અને જ્ઞાન થઇ ગયું. વિચાર તે તો અજ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન હતું- માનસિક જ્ઞાન હતું, તે આકુળતાને ઉત્પન્ન કરનારા વિકલ્પો હતા. તેમાં ‘સાક્ષાત અમૃત પિબન્તિ' ન આવ્યું. તેમાં અમૃતનો સ્વાદ નહોતો આવતો.
જ્યારે દ્રવ્ય અને પર્યાય બન્નેથી નહીં આલિંગીત કરાયેલ બન્નેમાંથી કોઇ વિકલ્પ નહીં. શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ (વિભાવો-વિકલ્પો ) બધા અભૃતાર્થ ને અસત્યાર્થ છે. હવે વિભાવ ઉત્પન્ન થતો નથી. વિકલ્પ નામ વિભાવ ઉત્પન્ન થતો હતો. તે ટળી ગયો.
શેયના ભેદને નિક્ષેપ કહેવામાં આવે છે, જ્ઞાનના ભેદને નય કહેવાય. શેયના ભેદનું નામ નિક્ષેપ અને જ્ઞાનના ભેદનું નામ નય અને નયનો વિષય તે નિક્ષેપ છે. નિક્ષેપના ચાર પ્રકારના ભેદ છે તેમાં (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ હવે એકેકનો ખુલાસો કરે છે.
(૧) નામ નિક્ષેપ કોને કહેવાય ? “ વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે.” જેમકે લાકડાના સફરજનને દાડમ આવે છે તે આબેહૂબ લાગે. ટેબલ ઉપર પડયું હોય તો તમને એમ લાગે કે -આ દાડમ છે. લાકડાની કેરી
બનાવેલી હોય તેને નામ નિક્ષેપ કહેવાય.
નામ નિક્ષેપ એટલે કેરીનો ગુણ તેમાં નથી. પદાર્થમાં (લાકડામાં કેરીનો ) ગુણ ન હોય અને તે નામથી પ્રતિપાદન કરવું તેને નામ નિક્ષેપ કહેવાય. છોકરાનું નામ મહાવી૨ પાડયું હોય અને બિલાડી આવે તો ભાગી જાય, એ નામ નિક્ષેપ છે. (એમાં મહાવીરનો ગુણ નથી.)
નામ નિક્ષેપ એટલે જેમાં (વસ્તુમાં) એ ગુણ ન હોય છતાં એજ નામથી તેને બોલાવવો
તેનું નામ
નામ નિક્ષેપ છે. જયપુર તરફ બાળકોના નામ રાજા સાહેબ એવાં રાખે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=