________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૭૧
આજે તમે મારો વેષ (–સ્વાંગ) ખુલ્લો ન કરતા કે હું (માવલો ) વાણંદ છું એમ ન કહેજો... અત્યારે તો હું રાજાપાઠમાં છું આહાહા! ભરતખંડનો રાજા છું...મારું નામ ભરત ચક્રવર્તી છે. સમજી ગ્યા ?
તો (નાટકમાં ) જેણે સ્વાંગ જોયો એને એનાં સ્વાંગ ઉપર આહા ! (અહોભાવ !) ન આવે, અરે આ તો (માવલો ) વાણંદ છે રોજ સવારે દાઢી કરવા આવે છે, અગાઉના કાળમાં તો એમ હતું ને!?
એમ આ કહે છે, જેમ નાટકમાં જેમ અનેક પ્રકારનાં સ્વાંગ ધારણ કરે છે, એમ આત્મા, અનંતકાળથી અનેક પ્રકારનાં સ્વાંગ ધારણ કરે છે ને એ સ્વાંગને...જોઈને અજ્ઞાની આત્મા છેતરાય છે કે આ જીવ છે-મનુષ્ય તે જીવ, દેવ તે જીવ, એકેન્દ્રિય તે જીવ, આ સ્થાવર તે જીવ, ત્રસ તે જીવ (એમ અનેક પ્રકારે જીવ જણાય છે) એ બધાં સ્વાંગ છે એ જીવનું મૂળસ્વરૂપ નથી. આહા! વેષ છે એ તો. વેષ તો નીકળી જાય છે “ એક જીવવસ્તુ આશ્ચર્યકારી ” એમ. ‘નિયમસાર’૨૬ કળશમાં કહે છે, કવચિત્ આ આત્મા શુદ્ધગુણરૂપે વિલસે છે, કવચિત્...કવચિત્ (કહ્યું છે) કચિત્ નહીં, બેયનાં અર્થમાં ફેર છે કચિત્ એટલે કોઈ વખતે...( આત્મા ) કેવળજ્ઞાનરૂપે દેખાય છે ને કોઈવખતે શ્રુતજ્ઞાનરૂપે દેખાય છે. અને કવચિત્–કોઈ વખતે મનુષ્યપર્યાયરૂપે દેખાવ દે છે, કવચિત્ અશુદ્ધપર્યાયરૂપે પરિણમે છે એમ પણ દેખાવ દે છે અને કવચિત્ અગુરુલઘુગુણની પર્યાયરૂપે પરિણમે છે એમ પણ દેખાવ દે છેઆ બધાં સ્વાંગથી સહિત હોવા છતાં, એ સ્વાંગથી રહિત જે પરમાત્મા છે એને હું નિત્ય ભજું છું. આચાર્ય ભગવાન કહે છે હું સ્વાંગનું ભજન કરતો નથી. હું તો (નિજ) સ્વભાવનું ભજન કરું છું. ભલે ને એ સ્વાંગ રહ્યો...તને શું નડે આત્મદર્શનમાં! આ મનુષ્યપર્યાય આત્મદર્શનમાં નડતી નથી...આઠ કર્મનો સંબંધ નડતો નથી...પરાવલંબી રાગ નડતો નથી... (પરસત્તાવલંબી ) ઈન્દ્રિયજ્ઞાન...તને અંદરમાં જવા નડતું નથી...એ બધું તો બહાર રહી જાય છે.
ઉપયોગ ત્યાંથી ખસી જાય છે અને ઉપયોગ સામાન્યસ્વભાવની સન્મુખ આવે છે ત્યારે દર્શન થાય છે આત્માના કર્તાના પક્ષને છોડી અને જ્ઞાતાના પક્ષમાં આવશે...તો એને જ્ઞાતાના દર્શન થઈ જશે. ‘શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે' –હું જ્ઞાતા છું એમ જે જાણે...એને શાતાના દર્શન થાય...હું કર્તા છું..કર્તાછું...કર્તા છું-આહાહા! એ તો રાગી, અશુદ્ધ અને સમયે, સમયે એ મિથ્યાત્વને પોષે છે . ‘ કરવું ’-કર્તાપણું આત્માનું સ્વરૂપ નથી. વ્યવહારનય કહે છે એવું આત્માનું સ્વરૂપ નથી..નિશ્ચયનય, કહે છે એવું આત્માનું સ્વરૂપ છે.
แ
(કહે છે કે) “ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે...એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. ” · કળશટીકા' છે ને એનું નામ નાટકસમયસાર હું રાખું છું એમ. કેમ કે ઘણાં સ્વાંગો પ્રગટ થાય છે ને માર્ગણાસ્થાનમાં તો એક જ જીવ એક જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com