________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચન નં. ૨૧ બંધ કર્યું એ કહે, કેમ, ભાઈ ! તમે આવતા નથી? મારા મિત્ર, મેં કહ્યું મગનભાઈ એ વિદ્વાન તો છે પણ જ્ઞાની નથી. આટલું કહ્યું. અવાર-નવાર પછી મને સંભળાવતા હતા, તે મને કે ગજબ કરી તમે.(તમે કહ્યું) એ વિદ્વાન તો છે પણ જ્ઞાની નથી, એની પાસે માલ (આત્માનુભવ) નથી.
એમ, કહે છે કે આ વર્ણના સમૂહ દેખાય છે અનેક રંગે એમાં સોનું જુદું છે એનાથી, તેમ આ નવ તત્ત્વોમાં આત્મા છુપાએલો છે, છે એમાં, બહાર શોધીશ તો નહીં મળે ! માર્ગણા
સ્થાન ચૌદ છે એમાં આત્મા રહેલો છે. -નવ તત્ત્વોમાં આત્મા રહેલો છે. છતાં પણ નવા તત્ત્વોથી ભિન્ન રહેલો છે. નવ તત્ત્વોને, આત્મા કદી એકમેક-તાદાભ્ય સંબંધ ધરતા નથી. એ સંયોગ સંબંધ છે નવની સાથે તાદાભ્ય સંબંધ સમજ્યા? સાકરને ગળપણને તાદાભ્ય સંબંધ છે, એમાં જે મેલ છે એ તો સંયોગસંબંધ છે. ખાંડને ઉકાળે ને પછી મેલ કાઢીને પતાસા કરે ને સફેદ ! એમ.
એમ વર્ગોના સમૂહમાં છુપાએલા એકાકાર સુવર્ણને બહાર કાઢે, તેમ,” નવા તત્ત્વોમાં ઘણાં કાળથી છુપાએલી (આત્મજ્યોતિ) –પર્યાયના પ્રેમમાં એને (આત્મ) દ્રવ્ય દેખાણું નહીં. ભગવાન આત્મા એની મધ્યમાં રહેલો હોવા છતાં એની દષ્ટિમાં આવતો નથી આત્મા તિરોભૂત થઈ ગયો છે. નવ તત્ત્વોનો આવિર્ભાવ થાય છે, ત્યારે દ્રવ્ય તિરોભૂત થાય છે, નવ તત્ત્વો દેખાય છે ત્યારે આત્મા દેખાતો નથી, અને એક દેખાય ત્યારે નવનાં ભેદ દેખાતા નથી.
(પ્રમાણના પક્ષવાળા કહે..) પણ દ્રવ્ય-પર્યાય બેનું જ્ઞાન તો થાય ને! પ્રમાણ જ્ઞાન તો થાય છે ને ભાઈ ? એ પ્રમાણની વાત પછી છે....શુદ્ધનયની વાત પહેલી છે. અહીયાં શું કહે છે? અરે! જ્યારે નવ તત્ત્વમાં જ આત્મા છે-નવ તત્ત્વોમાં જ છુપાએલી આત્મજ્યોતિ છે...એને અંતરમુખથી...નવનું-ભેદનું લક્ષ, છોડી દઈને સામાન્યનું લક્ષ આવે છે, ત્યારે નવના ભેદો છે પણ એ દષ્ટિગોચર થતા નથી. અરે, પણ સાહેબ! દ્રવ્ય ને પર્યાય-બનું તો જ્ઞાન થાય ને પણ એ જ્ઞાનીને? આહા...હા!
જ્ઞાની થવા પહેલાં એકનું જ્ઞાન તો થયું નહીં..અને એનું તો જ્ઞાન થાય ને? કેમ! જ્ઞાનીને બેયનું જ્ઞાન થાય છે–પ્રમાણજ્ઞાન તો થાય છે. એ જ્ઞાનીની વાત છે....તું તો અજ્ઞાની છો; તને એકેયનું જ્ઞાન નથી લે! તને દ્રવ્યનું જ્ઞાન નથી ને પર્યાયનું પણ જ્ઞાન નથી. જે... હવે તારે દ્રવ્ય-પર્યાય બેયનું જ્ઞાન જોઈતું હોય...તો ‘એક’ નું જ્ઞાન કર..તો બેનું જ્ઞાન થઈ જશે. વગર પુરુષાર્થે ? સહજ !
અનેક પ્રકારનાં લાકડાં રાખીને બેઠો છે. આ પ્રમાણનો પક્ષ છે એને....અનુભવ પછી તો બેય જણાય કે નહીં ? બે નયનો જ્ઞાતા થયો લખ્યું છે સમયસારમાં...આહા.હા ! એ કોઈ નયપક્ષને ગ્રહતો નથી (નયાતિકાન્ત ) થાય છે એ બે નયનો જ્ઞાતા થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com