________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૯૦
પ્રવચન નં. ૧૭
અંતર્મુખ થયેલું જે જ્ઞાન આત્માને જાણે છે. એટલે કે શુદ્ઘનય વડે આવા આત્માની અનુભૂતિ થાય છે. શ્રીમજીમાં ત્રણ શબ્દો આવે છે- ‘અનુભવ, લક્ષ, પ્રતીત.' અનુભવ એટલે ચારિત્ર, લક્ષ એટલે જ્ઞાન, પ્રતીત એટલે શ્રદ્ધા.
હવે કહે છે– “ આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે.” આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ. જે જ્ઞાનમાં રાગની પ્રસિદ્ધિ થતી હતી; રાગની પ્રસિદ્ધિ તે પરની પ્રસિદ્ધિ હતી, તે જ્ઞાનનો વ્યાપાર ત્યાં બંધ થઈ જાય છે તે જ્ઞાન અંતર્મુખ થતું નથી. રાગને જાણનારું, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણનારું. જ્ઞાન, સમયસારની તેરમી ગાથાને જાણનારો જ્ઞાનનો વ્યાપાર ક્ષણભર માટે બંધ થઈ જાય છે. એ વ્યાપાર બંધ કેમ થાય ? કે–હું પ૨ને જાણતો જ નથી; તેવો પ્રબળ અંદરથી નિષેધ આવે છે. પ્રબળ નિષેધ આવે કે હું ૫૨ને જાણતો જ નથી, ત્યાં તો એ ઈન્દ્રિયજ્ઞાન શિથિલ થઈને...,શિથિલ થતું..થતું...તે ઉપયોગનો વ્યાપાર બંધ થઈ જાય છે-લબ્ધરૂપ થઈ જાય છે. ત્યારે અંદરમાં જે ઉપયોગમાં ઉપયોગ હતો, એ જ ઉપયોગ અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમી જાય છે. જે ઉપયોગમાં ઉપયોગ જણાતો હતો પરોક્ષપણે તે શુદ્ધોપયોગ થઈને પ્રત્યક્ષ થઈ જાય છે.
આહા...હા ! ઉપયોગમાં ઉપયોગ તો જણાતો હતો બધાને. બાળ-ગોપાળ સૌને જણાય છે. પણ તેને આ જણાય, આ જણાય, આ જણાય...એવો એને અજ્ઞાનથી વિશ્વાસ આવ્યો છે. જ્ઞાનીનો યોગ નહીં અને તેની યોગ્યતા નહીં. શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. નિશ્ચયનયનો ઉપદેશ મળવો કઠણ છે. આ સમયસારમાં લખ્યું છે હોં! ! ગુરુદેવે પણ કહ્યું છે-શુદ્ધાત્માનું જે મૂળ સ્વરૂપ છે તેનો ઉપદેશ મળવો વિરલ છે.
જીવ રાગને કરે, કર્મને બાંધે, પાછો કર્મનો ઉદય આવે, તે કર્મમાં જોડાય પાછો રાગ દ્વેષ કરે તેનું ફળ દુ:ખ ભોગવે. એવો અજ્ઞાનમય વ્યવહારનો ઉપદેશ કહેનારા ઘણાં છે. આ બધાથી ભિન્ન પરમાત્મા છે તેનું લક્ષ કર તો તને અનુભવ થશે એવો ઉપદેશ તો ક્યાંકક્યાંક છે.
શુદ્ઘનયનો વિરલ ઉપદેશ સોનગઢના એરિયામાં છે. આ કુંદકુંદભગવાનનો એરિયા છે.
આપણો જન્મ ક્યાં થયો છે!? આપણો જન્મ સોનગઢમાં થયો છે. આપણો જન્મ આપણા
ગામમાં થયો નથી. કેમકે આ શુદ્ધાત્માની વાત આપણને ત્યાંથી મળી છે-એટલે સોનગઢ આપણી જન્મભૂમિ છે.
ભાઈ! પંચમકાળના જીવોની યોગ્યતા એવી હોય છે...પ્રભુ! કોઈને આદર ન કરતો કાંઈ નહીં, પણ કોઈનો તિરસ્કાર ન કર; બધા આત્મા ભગવાન છે. આપણને ગુરુદેવ કહી ગયા છે કે તિરસ્કાર કોઈનો કરીશ નહીં.
એક વખતનો બનેલો બનાવ કહું છું. ગુરુદેવશ્રીના શ્રીમુખેથી કાનોકાન સાંભળેલી વાત છે. વાયા..વાયા નહીં. ગુરુદેવે હજુ સ્થાનકવાસીમાં દિક્ષા નહોતી લીધી. તેઓ હજુ ગુરુની શોધમાં હતા. એકવાર અમરેલી ગયેલા, ત્યાં સાધુ-સાધ્વીઓ હોય; ચોમાસું તેઓનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com