________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
પ્રવચન નં. ૧૫ પછી બંધનું કામ છે?)
(ઉત્તર – ) આ બંધતત્ત્વનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય છે એટલા માટે બંધ છેલ્લે લખ્યું. જેને સંવર-નિર્જરા થાય છે તેને બંધ રહેતો નથી. બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે. એટલા માટે છેલ્લે બંધ અને મોક્ષ બે શબ્દો છે. આખી લાઈન ફરી ગઈ.
એક બહુ મોટા પંડિત છે ઈન્દોરના, અત્યારે તેમની ઉંમર લગભગ ૮૦ વર્ષની હશે. તેઓ બહુ સજ્જન અને નમ્ર. તત્ત્વ સમજવાની જિજ્ઞાસાવાળા. રતલામથી ટ્રેઈનમાં બેસવાનું હતું મારે. તેમને ખબર પડી, તો કહે-લાલચંદભાઈ ! મારે તમારી સાથે મોટરમાં રતલામ આવવું છે. મેં કહ્યું-ખુશીથી પધારો. તો ઘણાં બધા શાસ્ત્રો લઈને મોટરમાં બેઠા.
તેઓ મને કહે મને એક વિચાર આવે છે કે આ તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વોનો ક્રમ આમ છે-જીવ, અજીવ, આસ્રવ, બંધ, છેલ્લે સંવર, નિર્જરા, મોક્ષ તેવો ક્રમ છે. અને સમયસારમાં આ ક્રમને ફેરવ્યો. જીવ, અજીવ, આસવ, પછી બંધ ન લખ્યો. પરંતુ આગ્નવ પછી સંવર લખ્યો, અને સંવર નિર્જરા પછી બંધ લખ્યો. બાકી આસ્રવપૂર્વક બંધ થાય. પછી મેં કહ્યું-આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય. સમયસાર ભણે તેને આસ્રવપૂર્વક બંધ ન થાય. તેઓ ખુશ થઈ ગયા, ઓહો! આમ વાત છે!
તત્ત્વાર્થસૂત્ર વ્યવહારનયની પ્રધાનતાથી શાસ્ત્ર લખાણું છે, અને સમયસાર શુદ્ધનયની પ્રધાનતાથી લખાણું છે–તેથી તેમાં આસ્રવ પછી બંધ આવે જ નહીં. જે આસ્રવને નિરપેક્ષ જાણે તેને બંધ ન થાય, પણ તેને સંવર થાય. અને જે આસ્રવને સાપેક્ષ જાણે તેને આગ્નવપૂર્વક બંધ થયા વિના રહે નહીં.
આ એકલી અંદરની રમત છે. પર્યાયને સાપેક્ષ જોવી કે પર્યાયને નિરપેક્ષ જોવી. આમાં જરા ઊંડા ઉતરવું પડશે હોં! પ્રવિણભાઈ ! કોઠારી, ચોટીલાના છે. ત્યાં મંદિર બંધાવ્યું છે તેમના પિતાજીએ. ગુરુદેવ પધાર્યા હતા. ત્યારે અમે પણ ગયા હતા.
પ્રભુતે પર્યાયને નિરપેક્ષથી નથી જોઈ–તેથી તારી દષ્ટિ પરાધીન છે. તે સત ને અસત્ માન્યું છે. અને સત્ માને તે મિથ્યાષ્ટિ છે. સને અસત્ માને તે મિથ્યાદષ્ટિ છે.
બંધ' , ભાવબંધ-આસ્રવની સાથે એકત્વબુદ્ધિ કરે તેને ભાવબંધ કહેવાય રાગ તે આસ્રવ છે. રાગનો યોગ તેને બંધ કહેવાય. જે રાગની અંદર એકત્વબુદ્ધિ કરે ? તેને ભાવબંધ થઈ ગયો.
બંધ અધિકારમાં પાઠ છે. બંધ તત્ત્વની વ્યાખ્યા કરતાં આચાર્યદવ ફરમાવે છે કેરાગનો યોગ તેને બંધ કહેવામાં આવે છે. યોગ એટલે કે તેમાં જોડાઈ જવું એટલે કે રાગને પોતાનો માનવો, એટલે કે રાગની સાથે એકત્વબુદ્ધિ કરવી. રાગમાં એકબુદ્ધિ કરે તો બંધ, એત્વબુદ્ધિ છોડ તો આસ્રવ થાય પણ તેને બંધ ન થાય. રાગમાં એકતાબુદ્ધિ તૂટી પણ રાગ રહી ગયો માટે અસ્થિરતાનો આસ્રવ થાય. પણ હવે તેને આસ્રવપૂર્વક બંધ ન થાય.
રાગનો યોગ તેને બંધ, મિથ્યાત્વ કહે છે. આ બધું શાસ્ત્રમાં છે. પણ રૂપિયા કમાવામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com