________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૫૭
શ્રી સમયસાર ગાથા-૧૧ માં જેમ દ્રવ્યને નિરપેક્ષ કહીને અનુભવ કરાવ્યો, વ્યવહા૨ સઘળોય અભૂતાર્થ છે. ભૃતાર્થને આશ્રયે સમ્યક્દર્શન થાય છે. અગિયારમી ગાથામાં– પરિણામથી નિરપેક્ષ દ્રવ્ય છે અને તેનો અનુભવ તે સમ્યક્દર્શન છે. અહીં તેરમી ગાથામાં કહે છે કે-આ જે નવ તત્ત્વો છે તે નિરપેક્ષ છે.
જેમ અગિયાર ગાથામાં દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી-દ્રવ્ય નિરપેક્ષ છે. તેમ તેરમી ગાથામાં–નવના ભેદો પ્રગટ થાય છે તેને આત્માની અપેક્ષા નથી. એ પરિણામને તું આત્માની અપેક્ષા વિના નિશ્ચયનયથી જો. કર્મનો સદ્દભાવ કે અભાવ એવી પણ સતને અપેક્ષા લાગુ પડતી નથી. અને આત્મા કરે તો થાય-એમ પણ તેને લાગુ પડતું નથી. તે પર્યાય સ્વયં સિદ્ધ સત્-અહેતુક છે. હેતુ એટલે કારણ. પર્યાયનું કોઈ ( સ્વ કે ૫૨ ) કારણ નથી-પર્યાય અકારણીય છે. જેમ દ્રવ્ય અકારણીયરૂપ છે, તેમ પર્યાય પણ અકારણીય છે-તેને કોઈ કારણની અપેક્ષા નથી. કેમકે પર્યાય પોતે જ કારણરૂપે છે અને પર્યાય પોતે જ કાર્યરૂપે છે. કારણને કાર્ય બેય ધર્મ પર્યાયમાં છે.
પર્યાય કાર્યરૂપે છે અને તેનું કારણ ૫૨૫દાર્થ કે આત્મદ્રવ્ય છે તેમ છે નહીં. પર્યાય બે સ્વરૂપે નથી પણ તેની કથનપદ્ધતિ બે પ્રકારે છે. જેમ મોક્ષમાર્ગ તો એક જ છે, પણ મોક્ષમાર્ગના કથનના બે પ્રકાર છે-તેથી મોક્ષમાર્ગ બે પ્રકારે થઈ જાય છે તેમ નથી. એમ પર્યાય ત્રણેકાળ સત્ અહેતુક છે, તેને સહેતુકથી સમજાવવામાં આવે છે. હવે તેને સહેતુકથી સમજાવવામાં આવતાં તે પરિણામ સહેતુક થઈ જાય છે તેમ છે નહીં-એ તો નિરપેક્ષ જ રહે છે. જે પરિણામને સમજતો નથી તેને નિમિત્તની મુખ્યતાથી સમજાવ્યું છે. તો અજ્ઞાની પ્રાણીને ) રાગ નિમિત્તથી થાય તેવું શલ્ય થઈ ગયું. જ્ઞાનીઓ અજ્ઞાનની સિદ્ધિ કરવા એમ પણ કહે-કે ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી આત્મા જ રાગને કરે છે. આ સાપેક્ષ કથનને અજ્ઞાનીએ ૫૨માર્થ જાણી લીધું તેથી તેનું અજ્ઞાન દૂર થતું નથી.
અહીં ભૃતાર્થનયથી નવ તત્ત્વને જાણવાની વાત ચાલે છે. પર્યાય એક છે-તેને જાણવાની દૃષ્ટિ બે છે. જે જીવ પર્યાયને જાણતો-સમજતો નથી તેને બે પ્રકારથી સમજાવે છે. હવે બે પ્રકારથી સમજાવતાં પર્યાયમાં બે પ્રકાર આવી જાય છે તેમ નથી. પર્યાય તો એક જ પ્રકારે સત્-અહેતુક રહેલી છે. આમ જે જાણે તેની કર્તાબુદ્ધિ-પર્યાયદષ્ટિ છૂટીને આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન એટલે આત્મદર્શન. ધર્મની શરૂઆત આત્મદર્શનથી સમ્યક્દર્શનથી થાય છે. તે કોઈ વ્રત-તપ-પૂજા-ભક્તિ-દાનને શિયળ એવાં શુભભાવથી ધર્મની શરૂઆત થતી નથી.
આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય ભગવાન સદેહે મહા વિદેહક્ષેત્રે પધાર્યાં હતા. અને તે વખતે આપણા ગુરુદેવ અને બે બહેનો પણ ત્યાં હતાં. ચંપાબેનને જાતિસ્મરણ થયેલું તેમાં આ બધું આવેલ છે. જાતિસ્મરણ તો અત્યારે ઘણાં અન્યમતીને પણ થાય છે. અમેરીકાના રેકર્ડ ઉપર આજથી દસ વર્ષ પહેલાં એક હજાર કેસ હતા. (અમેરીકાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com