________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૦
પૂનામાં પ્રશ્ન થયો તો કે તમે જૂનાં કર્મને નિમિત્ત કહો છો પણ નવાં કર્મ બંધાય તો છે ને ? કહ્યું; ના-નથી બંધાતા. આસ્રવ તો જવા માટે આવે છે-નિમિત્ત થવા માટે નહીં. નવાં કર્મનાં નિમિત્ત થવા માટે નહીં. આસ્રવ નિર્જર્યો થકો નિર્જરે છે. મિથ્યાદષ્ટિને રાગ નિર્જરવા છતાં નિર્જરતો નથી-પરંતુ નવાં કર્મનો તેને બંધ થાય છે. તે રાગમાં એકત્વ કરે છે-માને છે, તેથી તેને નવો કર્મબંધ થાય છે-અહીંયા સમયસારમાં અસ્થિરતાનો રાગ થાય છે તે વાત અહીંયા ગૌણ છે. તે વાત અહીંયા લેવામાં આવી નથી.
૧૧૬
આ સમયસાર દષ્ટિપ્રધાન શાસ્ત્ર છે. આસ્રવ નિર્જર્વે થકો નિર્જરે છે. (જ્ઞાનીને ) રાગ ઉત્પન્ન થાય છે. તે થવા યોગ્ય થાય છે. હવે તે રાગ કર્મ બંધમાં નિમિત્ત થાય છે કે નહીં? ના, તે (કર્મબંધમાં નિમિત્ત થતો નથી દષ્ટિ અપેક્ષાએ) જ્ઞેય થઈને નિર્જરી જાય છે જો કર્મ બંધમાં નિમિત્ત થઈને નિર્જરે તો નિર્જરા ન કહેવાય. તો તો આસ્રવપૂર્વક બંધ થઈને નિર્જર્યો કહેવાય. આ તો આસ્રવ નિર્જરવા માટે આવે છે-તેને નવો બંધ થતો નથી. (સાધકને ) નવો બંધ થયા કરે તો–સંસાર કપાય કેવી રીતે ? સંસાર કપાય જ નહીં. માટે સમ્યક્દષ્ટિને સમયેસમયે નિર્જરા જ થાય છે.
સાધકને નવાં કર્મ બંધાતા જ નથી લે; અલ્પ બંધાય છે તે તો ગૌણ છે. સમકિતી સમયે-સમયે છૂટે છે તે બંધાતો નથી. તેને સમયે-સમયે મોક્ષ નજીક આવે છે. અથવા તે મોક્ષની નજીક જાય છે. તે સંસારથી દૂર વર્તે છે. મોક્ષથી નજીક જાય છે. એક સમય ગયો તો તેને મોક્ષ નજીક આવ્યો. બીજો સમય ગયો મોક્ષ નજીક આવ્યો. ભલે! આજનો દિવસ ગયો મોક્ષ નજીક આવ્યો. આ અલૌકિક વાત છે. સમયસાર તો સમયસાર છે. “ ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.”
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા ક૨ના૨-એ બન્ને નિર્જરા છે.” રાગ આવીને નિર્જરી જાય છે-તે નિર્જરવા યોગ્ય, અથવા શુદ્ધિની વૃદ્ધિ થાય છે તો સામે જૂનાં કર્મ છે તે જૂનાં કર્મ નિર્જરી જાય છે. અહીંયા ભાવ નિર્જરાને ત્યાં દ્રવ્ય નિર્જરા તેમ. જેમ ભાવ સંવરને દ્રવ્ય સંવર ઉપ૨ કહ્યાં તો દ્રવ્ય સંવરમાં નવાં કર્મ આવતાં અટકે છે. જ્યારે નિર્જરામાં કર્મ સત્તામાં છે તે ખરી જાય છે. આટલો (બેમાં ) સંવર-નિર્જરામાં ફેર છે.
કર્મ પદ્ધતિમાં નવાં કર્મ આવતાં અટકે છે, અને આમાં જૂનાં કર્મ સત્તામાં પડેલા છે તે નિર્જરી જાય છે. ત્યાં દ્રવ્ય નિર્જરા છે અને અહીંયા શુદ્ધિની વૃદ્ધિ થાય છે માટે ભાવનિર્જરા છે. એ પણ નૈમિત્તિક છે-સ્વાભાવિક નથી. જો (નિર્જરા ) સ્વાભાવિક હોય તો આત્મા તેનો કર્તા બની જાય અને તે (આત્માનો) સ્વભાવ થઈ જાય. નિર્જરા સ્વભાવ હોય તો આત્મા કર્તા બની જાય; આત્મા નિર્જરાનો કર્તા નથી તે તો નિર્જરાનો જાણનાર છે. સમયસાર ૩૨૦ ગાથામાં આવે છે ને કે (સાધક) વિપાક-અવિપાક નિર્જરાને કેવળ જાણે છે-પણ કરતો નથી તે વાત છે.
(સાધક) શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેને જાણે છે. તેને કરે છે? ન કરે. અકર્તા-જાણનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com