________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૦૩ પરિણામમાં શું છે? કહે – પરિણામની સાથે – સાથે અન્વયરૂપ આત્મા જ રહે છે. આસ્રવ-બંધરૂપ જે પર્યાયો છે – ઉત્પાદ્દવ્યયની સાથે-સાથે જ ધ્રુવ તત્ત્વ રહે છે. પરિણામીઅપરિણામી સાથે રહે છે. પ્રયોજન તો શુદ્ધનયથી અપરિણામીને કાઢવાનું છે.
જીવના સામાન્ય સ્વભાવથી જુઓ તો તે નવરૂપે પરિણમતો જ નથી. સોનું ભલે પાષાણના સંયોગમાં છે તો પણ તે પાષાણરૂપ પરિણમતું જ નથી. પોતાના નિજ ભાવને છોડતું નથી અને પરભાવને ગ્રહણ કરતું જ નથી. પણ, વ્યવહારનયથી એટલે પર્યાયનયની દષ્ટિથી જોવામાં આવે તો, પર્યાયની સાપેક્ષતાથી દ્રવ્યને જોવામાં આવે તો પરિણામી છે. હવે જે પરિણામી છે તેમાંથી અપરિણામીને કાઢવો. પરિણામ હો...કે પરિણામી હો....બન્નેમાંથી અપરિણામીને કાઢવો તે પ્રયોજન છે.
શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવાથી સમ્યકદર્શન થાય છે તેથી આ નિયમ કહ્યો. આ વાત જગતના કોઈ જીવો જાણતાં નથી. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્દર્શન તે વાતશ્વેતામ્બર-સ્થાનકવાસી અને દિગમ્બરોમાં બધું ચાલે છે.
નવ તત્ત્વ વ્યવહારનયનો વિષય છે તેથી અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે આત્માના સ્વભાવમાં તેનો અભાવ છે. નવ તત્ત્વનું તે ખરેખર મિથ્યાત્વ છે. કેમકે જે આત્મા નથી તેને આત્મા માન્યો તે મિથ્યાત્વ થઈ ગયું. બંધની પર્યાય આત્મા નથી અને મોક્ષની પર્યાય પણ આત્મા નથી. નવ તત્ત્વને જાણી તેનું શ્રદ્ધાન કરી લીધું તેથી મિથ્યાત્વનો દોષ આવ્યો.
નવ તત્ત્વને જાણીને તેમાંથી શુદ્ધનય વડે શુદ્ધાત્મા કાઢે તો તેને સમ્યકદર્શન થાય. હવે નવના યથાર્થ જ્ઞાનને વ્યવહાર કહેવાય. (એકને જાણવાનું છોડીને) નવને જાણતો હતો તો મિથ્યાત્વનો દોષ લાગતો હતો. (એકને જાણ્યા) પછી નવને જાણે તો વ્યવહાર છે.
એકને જાણે તે નિશ્ચય અને નવને જાણે તે વ્યવહાર. નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં આખું પ્રમાણજ્ઞાન પ્રગટ થાય છે. હવે પ્રમાણજ્ઞાનનો જે અંશ આત્માને જાણે છે તે નિશ્ચયનય છે. પ્રમાણજ્ઞાનનો બીજો અંશ પ્રગટ થયો તે નવના ભેદને; થવા યોગ્ય થાય છે – જેમ છે તેમ જાણે છે. નવને જાણવા છતાં તેમાં અહમ્ થતું નથી. આત્માને જાણે છે અને જાણેલાનું શ્રદ્ધાન થયા કરે છે. સમ્યક્દર્શન થયા પછી શ્રદ્ધાન એકનું અને જાણપણું બેનું - જાણવાના વિષયને જાણે છે.
- વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે પણ હવે તેને આદરેલો કદી પ્રયોજનવાન થતો નથી –આ વાતમાં મર્મ છે. અનુભવ પહેલાં જાણતો હતો (નવને) તે મિથ્યાત્વ હતું. અનુભવ પછી જાણે છે તો તે વ્યવહાર છે. કેમકે-આત્માને જાણતાં-જાણતાં જાણે છે. સ્વમાં અહંબુદ્ધિ છે માટે પરિણામમાં અહંબુદ્ધિ થતી નથી. હવે તે પરિણામને ભિન્નપણે જાણે છે. પરદ્રવ્ય પણે જાણે છે.
આહા ! આ પ્રગટ થતાં ભાવો મારા નથી. તેની સાથે સ્વ-સ્વામી સંબંધ છૂટી ગયો છે. નિશ્ચયનયે તો સમ્યક્દર્શનની સાથે પણ સ્વસ્વામી સંબંધનો અભાવ છે–કેમકે નાશવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com