________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
પ્રવચન નં. ૪ આ તો હવે ૧૩ મી ગાથા આવે છે ને એટલે ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે. વ્યવહારનયને કથંચિત્ પ્રયોજાવાન કહ્યો, જાણવા માટે પ્રયોજનવાન કહ્યો છે, પણ તે શ્રદ્ધવા માટે નથી. શ્રદ્ધાનો વિષય નથી એટલે કે તે કાંઈ વસ્તુ નથી.
જે વ્યવહારનય છે તે” વ્યવહારનય છે ખરી પણ તે “જો કે આ પહેલી પદવીમાં” એવો એનો એક અર્થ છે. બીજો અર્થ રાજમલ્લજીએ કર્યો છે તે પછી કરીશું. આ પહેલી પદવીમાં અર્થ-ચતુર્થ ગુણસ્થાને એમ કેમ લીધો?! વ્યવહારનયનો જન્મ નિશ્ચયપૂર્વક જ થાય છે. એટલે કે-જ્ઞાનીને જ વ્યવહારનય હોય છે અજ્ઞાનીને વ્યવહારનય ન હોય.
“જે વ્યવહારનય છે તે જો કે આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી)” એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી “જેમણે પોતાનો પગ માંડેલો છે” આહા! પગ તો માંડ્યો છે આત્મામાં દ્રવ્યમાં પગ માંડેલો છે. પગ ઉપાયો છે એમ નહીં, ઉપાડીને માંડ્યો છે–સ્થાપ્યો છે આત્મામાં. હું આ જ્ઞાયક છું એવો અનુભવ થયો.
“એવા પુરુષોને અરેરે! હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તોપણ” એ વ્યવહારનો સંયોગ છે ખરો! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ સ્વરૂપમાં લીન ન રહી શકાય ત્યાં સુધી ધ્યાન અને અધ્યયન એ બે ભાવ હોય. મુનિરાજને ધ્યાન પણ હોય અને અધ્યયન પણ હોય. નીચે પાંચમે ગુણસ્થાને હોય અને ચોથે ગુણસ્થાને પણ હોય છે. સ્વરૂપમાં લીન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે. તે એટલો ટેકો લ્ય છે, કે, લાવ આ શાસ્ત્રમાં આમ કહ્યું છે એ જોઈ લઉં. તેમ ટેકો લ્ય છે. એ ટેકો ક્યાં સુધી !? સ્વરૂપમાં ન જાય ત્યાં સુધી છે. સ્વરૂપમાં જાય એટલે એ કાંઈ વસ્તુ નથી-એટલે વ્યવહાર કાંઈ નથી તેમ કહેવા માગે છે.
જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર, પરદ્રવ્ય ભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ “અર્થ’ ને. પરમ પદાર્થને-પૂજનિક પદાર્થને; “અર્થ” એટલે આત્મા. “અંતરંગમાં અવલોકે છે”, જ્યારે દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ છોડીને અંતરમાં અવલોકે છેઉપયોગને ભગવાન આત્મામાં જોડી દે છે. સાધક આત્મા અંતરાત્મા થયા પછી પણ એને વ્યવહાર હોય છે. દેવ-ગુરુ-શાસ્ત્રનાં તત્ત્વનું ચિંતવન વગેરે બધું હોય છે.
તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવ ને પ્રાપ્ત થાય છે તેમને એ વ્યવહારનય કાંઈ પ્રયોજનવાન નથી.” આદરેલો તો (વ્યવહાર) મૂળમાંથી પ્રયોજનવાન નથી, પણ હવે એ જાણેલોય પ્રયોજનવાન નથી. એટલે તે હવે જ્ઞાનના શેયમાંથી પણ નીકળી ગયું, દેવ-ગુરુ-શાસ્ત્ર શય થતા 'તા તે પણ નીકળી ગયું અને તેના સંબંધે થતો શુભભાવ પણ જ્ઞાનના યમાંથી નીકળી ગયો. અને જ્યાં ધ્યેયનું ધ્યાન કર્યું તો ધ્યાતા થયો તો એ જ્ઞાનનું ય થયો.
- આ કળશમાં છેલ્લે એમ પણ લખ્યું કે-કોઈપણ પ્રયોજનવાન નથી. (વ્યવહાર) હોય તો જાણેલો પ્રયોજનવાન લખેને!? કોઈ કોઈ ને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે એ તો સવિકલ્પદશાની વાત છે. પંચાધ્યાયીમાંથી આપણે કાઢીને જોયું તું કે-નિર્વિકલ્પ ધ્યાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com