________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
આત્મજ્યોતિ પર્યાય તે આત્મા છે.)
આહા! દષ્ટિનો વિષય જ્યારે દષ્ટિમાં આવે ત્યારે દષ્ટિ અભેદ થાય છે–ત્યારે સમ્યકદર્શન થાય છે. દષ્ટિ જુદી રહે તો સમ્યક્રદર્શન ન થાય-એટલે આત્મા ન થાય. આમ (અનુભવનાં કાળે ) ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે. સમ્યક એકાંતપૂર્વક અનેકાન્ત થાય છે. આમાં જ એનો ખુલાસો છે જુઓ.
એવાં આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યક્રદર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે.” “આત્મા છે' એમ ન લખતાં- “તેથી આત્મા જ છે.” આ જ્ઞયભૂત આત્મા કહેવાય. દ્રવ્ય-ગુણ-પર્યાયની એકતા હવે આ દ્રવ્યને આ ગુણને આ પર્યાય એવાં કાંઈ ભેદ રહેતા નથી. ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી અને જ્ઞયમાં પર્યાયભેદ દેખાતો નથી-આનંદનો ભેદ દેખાતો નથી. આહા...હા ! આવું અભેદ એકાકાર જ્ઞાનમાં જ્ઞય થઈ જાય છે.
માટે સમ્યકદર્શન છે તે આત્મા છે; અન્ય નથી.” અહીં અત્યારે સમ્યક્દર્શનની પર્યાયને પરદ્રવ્ય નહીં જાણજે તું. ભેદ અપેક્ષાએ તેને પરદ્રવ્ય કહેવાય પણ અભેદ અપેક્ષાએ આત્મા છે. ભેદ અપેક્ષાએ કર્મકૃત છે, ભેદ અપેક્ષાએ ય છે, અભેદ અપેક્ષાએ આત્મા છે.
આ શ્લોક હતો તેનો અર્થ પૂરો થયો હવે પંડિતજી ઉપરથી વિશેષ સમજાવે છે.
“અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે.”
સામાન્ય તો મેં કહી દીધું પણ અહીં એટલું વિશેષ જાણવું કે પ્રમાણ શ્રુતજ્ઞાન છે તે અવયવી છે, અને તેનો એક અંશ-ભાગ તેને નય કહેવાય છે. આજે તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે- “આઘે પરોક્ષ ” એટલે મતિ-શ્રુત પરોક્ષ છે. શ્રુત પ્રમાણ તે પરોક્ષ પ્રમાણ છે.
તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયમાં વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે.”
શુદ્ધનય આત્માના સ્વભાવને પરોક્ષ દેખાડે છે. વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે. “વ્યવહારી છદ્મસ્થજીવ આગમને પ્રમાણ કરી”, યથાર્થ-સાચુ માનીને-“શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે છે-તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યક્રદર્શન છે.” આગમમાં નવા તત્ત્વથી ભિન્ન શુદ્ધ આત્મા. અનંતગુણથી અભિન્ન એકત્વ, પરિણામમાત્રથી વિભક્ત એવાશુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરવું તે નિશ્ચય સમ્યક્દર્શન છે.
જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યક્રદર્શન નથી.” કેટલો સરસ ખુલાસો કર્યો છે. વ્યવહારનયના વિષયભૂત-જીવાદિક એટલે પર્યાયના ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યકદર્શન નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com