________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
આત્મજ્યોતિ
ગાથા ૧૧ - વ્યવહારનય અભૂતાર્થ છે. કોઈપણ પર્યાય, પર્યાયમાત્ર આત્મામાં નથી. શુદ્ધનય ભૂતાર્થ છે-ત્રિકાળી શુદ્ધાત્માં તે ભૂતાર્થ છે-વિદ્યમાન છે-છતો પદાર્થ છે તેમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. ત્યાં વ્યવહાર અભૂતાર્થ અને શુદ્ધનય ભૂતાર્થ બે શબ્દ વાપર્યા છે. હવે શું કરવું? કે જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે; નવને જાણે છે તે કાઢી નાખ્યું. અહીં એકને ઉપાદેયપણે જાણે છે–આશ્રય કરે છે, અવલંબન લ્ય છે તે જીવ નિશ્ચયથી સમ્યક્દષ્ટિ છે. એટલે (અગિયાર) ગાથામાં એમ કહ્યું કે-એકલા ભૂતાર્થને આશ્રય સમ્યકદર્શન થાય છે.
અહીંયાં કહ્યું કે-ભૂતાર્થનયે નવને જાણે તો સમ્યકદર્શન થાય છે તો બન્ને ગાથા સમ્યક્દર્શનની જ ભૂતાર્થનયે નવને જાણે તો સમ્યકદર્શન થાય તેમ મૂળમાં છે. આમ બને ગાથા સમ્યકદર્શનની જ છે; પરંતુ આ તેર ગાથામાં એક વિશેષતા છે–શું વિશેષતા છે તેનો આપણી શક્તિ પ્રમાણે સ્વાધ્યાય કરીએ.
ટીકા- “આ જીવાદિ નવતત્વો” જેમ મૂળમાં કુંદકુંદભગવાને નવતત્ત્વો શબ્દ રાખ્યો છે; તેમ ટીકાકારે પણ નવપદાર્થ ન લખતાં નવ તત્ત્વો લખ્યું છે. “આ જીવાદિ નવતત્ત્વો,' જુઓ! એક શુદ્ધાત્મા (તેમ ન લખ્યું.) નવ તત્ત્વો અને તેને ભૂતાર્થનયે (જાણવાં) નવતત્વ કહીએ તો તે અભૂતાર્થનયનો વિષય થઇ જાય છે એમ નથી (કહેવું છે. ગાથાનો મર્મ જ આ છે.
“આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યક્રદર્શન જ છે (-એ નિયમ કહ્યો) ” હવે એ નવને ભૂતાર્થનમે કેમ જાણવા? કહે છે - દ્રવ્યથી પર્યાય નહીં અને પર્યાયથી દ્રવ્ય નહીં તેમ બે સત્ અલગ-અલગ છે તેમ જાણવું. બે વચ્ચે કર્તાકર્મ સબંધ નથી. આ અત્યારે ભૂતાર્થનાથી વાત ચાલે છે હોં ! વ્યવહારનયથી કર્તાકર્મ સંબંધ પછી આવશે.
ત્રિકાળી જે ભગવાન આત્મા છે એ બંધ અને મોક્ષના પરિણામ જે થવા યોગ્ય થાય છે તેનો કરનાર નથી, અકર્તા છે. ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે. તે પરિણામનો કર્તા નથી, પરિણામને કરે તો અભૂતાર્થ થઇ ગયો. અને જે ક્રિયા થાય છે તે સત્ છે- માટે તેને દ્રવ્યના કર્તાપણાની અપેક્ષા નથી માટે તે પણ ભૂતાર્થ છે. બન્નેને નિરપેક્ષ જુઓ તો ભૂતાર્થ લાગુ પડશે. આનાથી આ અને આનાથી આ એમ નહીં. ત્રિકાળી દ્રવ્ય અને નવતત્ત્વ વચ્ચે કર્તાકર્મ સંબંધનો અભાવ છે. બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે.
શ્રોતા-(૧૧ ગાથા-૧૩ ગાથા) બન્નેમાં ભૂતાર્થ શબ્દ વાપર્યો છે તો તેમાં મર્મ શું છે?
ઉત્તરઃ અગિયાર ગાથામાં એક માટે ભૂતાર્થ શબ્દ વાપર્યો છે અને તેમાં નવતત્ત્વો માટે ભૂતાર્થ શબ્દ છે. અગિયાર ગાથામાં એક માટે તો ભૂતાર્થ છે તેમાં તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ નવતત્ત્વને ભૂતાર્થ કેમ કહ્યું? આ વાત પચ્ચીસ વર્ષ પહેલાંથી ડીપોઝીટ હતી..પછી તેનો ઉકેલ આવી ગયો. અહીં તે પહેલી લીટીનો અર્થ ચાલે છે. આમાંથી ઘણું નીકળશે.. ઘણું નીકળશે..(શ્રોતા- જેટલું કાઢી શકો તેટલું કાઢો..).
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થથી જાણે સમ્યકદર્શન જ છે. એ લીટીનો અર્થ ચાલે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com