________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૫૯ ધ્યાતા થઈ ગયો તો જ્ઞયભૂત આત્માનું જ્ઞાન થયું. ધ્યેય પણ એક અને જ્ઞય પણ એક. એકમ” અનંતધર્મથી આત્મા એકરૂપ-એકમ જણાય છે એમ પરિશિષ્ટમાં લખ્યું છે.
આ વિષય એવો છે કે-શાંતિથી, ધીરજથી, પક્ષપાતથી રહિત સમજે તો સમજાય નહીંતર વિરોધ લાગે. ચોથા કળશમાં આવી ગયું ઉભયનય વિરોધ ધ્વસિની એટલે અનુભવ વિરોધને ટાળી દે છે. વિરોધ તો અજ્ઞાનીને ઊઠે છે-જ્ઞાનીને ક્યાં વિરોધ છે.
વળી જેટલું સમ્યકદર્શન તેટલો જ આત્મા” આમાં “વળી” શબ્દ શું કામ મૂક્યો કેધ્યેય પૂર્વક જ્ઞય થાય છે એમ કહેવું છે. “વળી કહી વિષય બદલ્યો. પહેલો શ્રદ્ધાનો વિષય આપ્યો હવે “વળી ' કહીને જ્ઞાનનો વિષય આપે છે. બધું આમાં લખેલું છે. આચાર્ય મહારાજની લખવાની શક્તિ કેટલી !? એક જ શ્લોકમાં સમ્યક્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધાત્મા આપ્યો અને જ્યાં અનુભવ થયો ત્યાં જ્ઞાનનો વિષય પણ આપી દીધો. શ્લોક એક, સમય એક ધ્યેય એક અને શેય પણ એક.
એકજ શ્લોકમાં પૂર્વાર્ધમાં સમ્યકદર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા આપ્યો અને ઉતરાર્ધમાં પર્યાય સહિત કહ્યો. પહેલા પર્યાય રહિત અને પછી પર્યાય સહિત. પર્યાયથી રહિત છે? તો કહે-હા, પર્યાયથી સહિત છે? તો કહે...હા. (પ્રશ્ન) બન્નેમાં હા? (ઉત્તર) બન્નેમાં હા, પણ તું વિવિક્ષા સમજી લેજે. રહિત કહ્યું ત્યાં શ્રદ્ધાનો વિષય છે. સહિત કહ્યું ત્યાં જ્ઞાનનો વિષય છે. એક શ્લોકમાં બન્ને વાત કરી. જે એકાંત પકડે ને તેને આ વાત નહીં બેસે. પર્યાયને આત્મા કહે તે દષ્ટિના વિષયના પક્ષપાતી જીવને નહીં બેસે. પક્ષપાત છોડી દે! પર્યાય તે આત્મા છે. પર્યાયનો ભેદ તે અનાત્મા છે, પણ અભેદ થાય તો આત્મા છે.
અભેદમાં ભેદ દેખાતો નથી, છતાં ભેદ-ભેદરૂપ છે. ધ્રુવ-પ્રૂવરૂપે અને ઉત્પાદું ઉત્પાદરૂપે છે. ભેદ હોવા છતાં પણ ભેદ દેખાતો નથી. કપડું કાપ્યું, અને પછી સાંધ્યું, પણ સાંધ દેખાતી નથી. એવું ઝીણું સીવ્યું કે સાંધો દેખાય નહીં. તેમ દ્રવ્યને પર્યાયનો અંદરમાં તો ભેદ છે પણ, ભેદ દેખાતો નથી. ભેદ દેખાય તો નિર્વિકલ્પ અનુભવ રહેતો નથી. ધ્યેય અનંતગુણથી અભેદ અને જ્ઞય તે સમયની નિર્મળ પર્યાયથી અભેદ. તે-તે સમયની પર્યાયથી અભેદ થતું આવે છે. અભેદ થતાં થતાં પૂર્ણ થઈ જાય છે. કેવળજ્ઞાન થાય ત્યારે પૂર્ણ.
તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે-આ નવ તત્વની પરિપાટીને છોડીને, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.” “એક જ પ્રાપ્ત હો” તેમાં બે ભાવ આવી ગયા. અમે પરિણમીને પ્રાપ્ત કરીએ છીએ એમ. પરિણમીને, પરિણામ અભેદ થઈને એને પ્રાપ્ત કરીએ છીએ. આવો આત્મા અમને પ્રાપ્ત હો! અમને આવો આત્મા પ્રાપ્ત થઈ ગયો છે એટલે-ધ્યેયભૂત પ્રાપ્ત થયો છે અને જ્ઞયભૂત પ્રાપ્ત થઈ ગયો છે. આ..હા...હા! સમયસાર તો સમયસાર છે.
આ વાત એવી છે કે મધ્યસ્થ થઈ, પક્ષપાત છોડી, આત્માર્થી થઈને સમજે તો સમજાય તેવું છે. વળી શબ્દ કહી ને ઘણું સ્પષ્ટીકરણ કર્યું-એટલે કે હું વિષય બદલાવું છું. અબી બોલાને અબી ફોક” તેવું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com