________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫
આત્મજ્યોતિ વાળાઓને હોય નહીં. “સવિકલ્પવાળાઓની માફક નિર્વિકલ્પવાળાઓને તે હોય નહીં.” પંચાધ્યાયી ૬૩૯ ગાથામાં આ છે.
સવિકલ્પ દશામાં નિર્મળ પર્યાય અને રાગ સાધકને છે. છે તેને જાણે છે. જાણેલો પ્રયોજનવાન, પછી જ્યાં એ ભેદ ઉપરથી લક્ષ છૂટયું અભેદમાં ગયો એટલે અભેદ થઈ ગયો. અભેદ ઉપર દષ્ટિ હતી, અભેદ ઉપર પરિણતી હતી, પણ ઉપયોગ અભેદમાં જતો નહોતોએટલે ભેદ પડતો હતો. ઉપયોગ અભેદમાં જાય એટલે ભેદ ન પડે. ભેદ ન પડે એટલે વ્યવહાર ઉભો ન થાય. વ્યવહાર ઉભો ન થાય એટલે નિશ્ચય થઈ જાય. અનુભવની વાત કોઈ અપૂર્વ હોય છે.
સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો, જ્યાં અંદરમાં ગયો તો વ્યવહાર કાંઈ વસ્તુ જ નથી. હોય તો જાણે ને!? દેવ-ગુરુ-શાસ્ત્ર જણાતા નથી એટલે એના તરફના લક્ષે જે રાગ હતો-તેની ઉત્પત્તિ જ થતી નથી. ઉત્પત્તિ થાય તો જણાય ને!? શુભભાવ થાય તો જણાય ને!? ત્યાં શુભભાવ તો છે નહીં, ત્યાં તો શુદ્ધોપયોગ છે. એટલે લખ્યું કે- “વ્યવહારનય કાંઈ પણ પ્રયોજનવાન નથી.” આ એક અર્થ આપણે સાધકનો કર્યો.
હવે બીજો અર્થ-આ કળશની ટીકા શ્રી રાજમલજી સાહેબે કરી છે. તેમણે આ પ્રકારનો અર્થ કર્યો છે. વ્યવહારનય છે કે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ; સમ્યફદર્શન નથી થયું ત્યાં સુધી છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા તેવો ભેદરૂપ વ્યવહાર વચ્ચે આવી જાય છે. પણ જ્યાં અભેદમાં ચાલ્યો જાય છે ત્યાં જ્ઞાન તે આત્મા તેવો વિકલ્પ છૂટી જાય છે.
પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે” –એટલે જે જીવ સમ્યકત્વની સન્મુખ હોય તેને આ પ્રકારનો વ્યવહાર આવે છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા. કળશટીકામાં એમ લખ્યું છે કે-ગમે તેવો બુદ્ધિમાન હોય ગણધર જેવા, તો પણ બીજાને સમજાવવા માટે-અભેદમાં એટલો ભેદ કરીને સમજાવ્યા વિના સામો જીવ સમજી શકતો નથી.
અનુભવ પહેલાં, પોતાને અનુભવ ન થયો હોય, અને અનુભવનો કાળ પાક્યો હોય ત્યારે, પણ ભેદ ઉપર આવી જાય છે પણ ભેદને છોડી ધે છે અને પછી અભેદમાં ચાલ્યો જાય છે. ત્યારે ભેદ કાંઈ વસ્તુ નથી.
જેમણે પોતાનો પગ માંડેલો છે, એવા પુરુષોને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે-જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા–ઉપયોગ લક્ષણ. જીવનું લક્ષણ ઉપયોગ છે–એટલે લક્ષ અને લક્ષણના ભેદથી વિચારે છે. હવે જ્યાં લક્ષ્યનું લક્ષ થયું ત્યાં લક્ષણનો ભેદ પોતે અભેદ લક્ષ રૂપ આત્મા થઈ જાય છે. ત્યારે ગુણ-ગુણીના ભેદનો વ્યવહાર રહેતો નથી.
વ્યવહારને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તો પણ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં ચૈતન્ય ચમત્કાર માત્રની સન્મુખ થઈને “અભિગચ્છતિ' આત્માને જુએ છે (ત્યારે ભેદને જાણતો નથી.) આ સમયસારમાં તો માલ ભર્યો છે. આ બદામનો મેસુબ છે હોં ! લોટનો મેસુબ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com