________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૪૫ ભગવાન આત્મા..નિત્યાનંદ પ્રભુ (એક જ્ઞાયકભાવ) એનાં દર્શન થાય છે. આહા...! એને તો....ઓલા નવ તત્ત્વો અભૂતાર્થ છે–દેખાતા નથી. કેમકે એમાં નથી. ઠીક ! અને પર્યાયને જુએ એકલી તો દ્રવ્ય દેખાતું નથી...કેમકે પર્યાયમાંદ્રવ્ય (–આત્મદ્રવ્યો નથી. અને (આત્મ) દ્રવ્યને જુએ છે તો પર્યાય દેખાતી નથી...બેયને યુગપ૬ જુએ તો દ્રવ્ય-પર્યાય પ્રમાણથી દેખાય છે...એ પછી....( શ્રોતા:) અભી તો નિરપેક્ષ દેખતે હૈં (ઉત્તર) હા.બેયને નિરપેક્ષ જુએ છે. (શ્રોતા:) કળશ ટીકામાં આવે છે આ જ ગાથાનો કળશ છે એમાંય લીધું છે...કે પર્યાયને દેખે તો દ્રવ્ય સ્વભાવ નથી દેખાતો...(ઉત્તર) નથી દેખાતો...નહીં દેખાય ક્યાંથી દેખાય પણ દ્રવ્યને દેખે તો પર્યાય ન દેખાય ને પર્યાયને જુએ તો દ્રવ્ય દેખાય નહીં. પર્યાયની રાગની સામે જોતાં જ્ઞાયકભગવાનનાં દર્શન થતાં નથી !
પર્યાયદષ્ટિથી દ્રવ્યદષ્ટિ થતી નથી...અને જ્યાં દ્રવ્ય દૃષ્ટિ કરે છે (દષ્ટિમાં) ત્યાં પર્યાય દેખાતી નથી કેમકે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે. પર્યાય, પર્યાય તરીકે કહેલ છે આમાં... ભૂતાર્થ છે એટલે પર્યાય, પર્યાયને જોતા પર્યાય છે. પણ દ્રવ્ય સામે જોઉં છું તો પર્યાયો એમાં છે નહીં. એટલે કે અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહા !
આહાહાહા ! વસ્તુદર્શન છે હો ! વસ્તુદર્શન કહો કે જૈનદર્શન કહો...એકાર્થ જ છે. એકાર્યવાચક છે. વસ્તુદર્શન કહો કે જૈનદર્શન કહો.એટલે વસ્તુ જેવી છે એવું જ જૈનદર્શન પ્રતિપાદન કરે છે...સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે માટીથી ઘડો થતો નથી. મુંબઈમાં વાત કરી..જાહેર વ્યાખ્યાનમાં ત્યારે બેઠા 'તા મીઠાભાઈ સામે...મીઠાલાલ..યુગરાજીના દીકરા, યે કયા કહતે હૈં આપ? કીધું: કુંભારથી તો (ઘડો) થતો નથી ઈ તો માંડ માંડ નક્કી કર્યું એણે..માંડ માંડ સમજ્યા? (શ્રોતા:) હા, મુશ્કિલસે (ઉત્તર) મુશ્કેલથી અહીં સુધી તો અમે આવ્યા કે (ઘડો કુંભારથી થતો નથી !) પણ માટીથી ઘડો થતો નથી. તેમાં મર્મ છે.
(ઘડો કુંભારથી થતો નથી...) એ બે દ્રવ્યોની ભિન્નતાની વાત છે...આ દ્રવ્યપર્યાયના ભેદજ્ઞાનની અંદરની વાત છે. બેય ભેદ-જ્ઞાન. કુંભારથી ઘડો થતો નથી એ બે દ્રવ્યોની ભિન્નતા બતાવે છે. માટીથી ઘડો થતો નથી...એ દ્રવ્ય-પર્યાયની ભિન્નતા બતાવે છે.... દેશનાલબ્ધિથી સમ્યક્દર્શન થતું નથી એ બે દ્રવ્યોની ભિન્નતા છે...અને આત્માથી સમ્યકદર્શન થતું નથી....એ દ્રવ્ય, પર્યાયની ભિન્નતા છે-બે ભાવની ભિન્નતા છે. હાં..સમ્યક્દર્શન થાય છે તો એનું લક્ષ આત્મા ઉપર છે એનાં આશ્રયથી સમ્યક્દર્શન થાય છે...અને એ આત્માનું જ પરિણામ છે એમ કહેવામાં આવે છે. માટીનું જ આ (ઘડારૂપ) પરિણામ છે, કુંભારનું એ પરિણામ નથી...ઘડો છે એ માટીનું પરિણામ છે એમ કહેવું એ વ્યવહાર છે.
આહાહા ! ઓમાં બે દ્રવ્યની ભિન્નતા આવી-કુંભારથી ઘડો ન થાય..અને માટીથી ઘડો થતો નથી એમાં અંદર દ્રવ્ય-પર્યાયનું ભેદજ્ઞાન આવી ગયું! –બેય સત્ થઈ ગયા.. માટીથી ઘડો થતો નથી.ઘડો ઘડાથી થાય છે...તો બે સની સિદ્ધિ થઈ. અને માટીથી...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com