________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
४७
ક્ષેત્ર-કાળ-ભાવ એમનો સ્વદેશ છે...(વિશ્વના સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયો સત્-અહેતુક છે એમ દર્શાવી) ગુરુદેવે કોઈ અનંતો ઉપકાર કર્યો છે. શાસ્ત્રો તો હતાં. કોઈ ઉકેલી શક્યા નહીં. સંસ્કૃત ટીકા આખી મોઢે સમયસારની પણ એનો મર્મ એ સમજી શક્યો નહીં એ જીવ બિચારો! ત્યાગી હતા...કષાયની મંદતા...સજ્જન...પ્રસિદ્ધ હતા બધાંય બહારનાં ગુણો... સજ્જન...લૌકિક! લૌકિક ગુણોય આજે ક્યાં છે? લૌકિક સજ્જન...હતાં બોલો! નિમિત્તાધીન દૃષ્ટિ રહી ગઈ-સાપેક્ષ દષ્ટિ રહી ગઈ...સાપેક્ષદષ્ટિ મિથ્યાદષ્ટિ છે...નિરપેક્ષદષ્ટિ સમ્યક્દષ્ટિ છે. એ...દિગમ્બર હતા...તેમનું નામ લેતો નથી. (શ્રોતાઃ) દ્રવ્યદષ્ટિ તે સમ્યક્દષ્ટિ-નિરપેક્ષદષ્ટિ તે સમ્યક્દષ્ટિ! સાપેક્ષદષ્ટિ તે મિથ્યાદષ્ટિ!
( કહે છે કેઃ ) “ અને સર્વ કાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ ” ( એટલે કે)– નવના ભેદો-પર્યાયના ભેદો...અભૂતાર્થ છે...
તેમાં છે નહીં અસત્યાર્થ છે. અવિધમાન છે એમાં છે નહીં.
“તેથી આ નવે તત્ત્વોમાં” સરવાળો મારે છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે..એમ તે, એકપણે-નવપણે હવે નહીં...એકપણે પ્રકાશતો-અનેકપણે નહીં પ્રકાશતો એકપણે પ્રકાશતો, શુદ્ઘનયપણે અનુભવાય છે-આ શુદ્ઘનયનો વિષય (–ધ્યેય ) શુદ્ધ છે એમ અનુભવાય છે. અને “જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ ‘ જ’ છે.” ( એટલે કે) આત્માની ઓળખાણ...આ જે આત્માનો અનુભવ થયો એ જ આત્માની ખ્યાતિ થઈ... આહાહા ! “ ને આત્મખ્યાતિ તે સમ્યક્દર્શન જ છે.” ઓલી અનુભૂતિ થઈ એ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે સમ્યક્દર્શન જ છે એમ...નામ જુદા વસ્તુ એક છે “એમ આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.”
આહાહા! તે આત્મખ્યાતિ તે સમ્યક્દર્શન જ છે-આત્માની ઓળખાણ કરી આત્માનું જ્ઞાન ને આત્માનું શ્રદ્ધાન સમય એક...થાય છે. જાણેલાનું શ્રદ્ધાન...આહા ! “ ભાવાર્થ આ નવે તત્ત્વોમાં ”...( શ્રોતા: )જાણેલાનું શ્રદ્ધાન (તે જ સાચું છે. ) (ઉત્તર:) જાણેલાનું શ્રદ્ધાન જાણવામાં આવ્યો આત્મા તો જે જાણવામાં આવ્યો તે જ હું છું એવી પ્રતીતિ પણ પ્રગટ થાય છે ( સાથે-સાથે )...“ આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી જોઈએ તો ”...આ નવ તત્ત્વોમાં શુદ્ઘનયથી જોઈએ તો...આહાહા! શુદ્ધનયનો વિષય એક શુદ્ધ આત્મા જ છે. તો જીવ જ– સમ્યક્ એકાંત...“ જીવ ‘ જ ’ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશમાન-પ્રગટ થઈ રહ્યો છે.” એમાં ક્યાં રાગ છે, એ તો ચૈતન્યબિમ્બ છે...ઝળહળ જ્યોતિ છે!
**
દ્રવ્ય ચેતન...ગુણો ચૈતન્ય અને એની જ્ઞાનની દશા-ચેતના આહાહા! એ ત્રણેયમાં ચેતના વ્યાપક છે. ચેતન વ્યાપે છે-ચૈતન્ય વ્યાપે છે-ચેતના વ્યાપે છે.. આહાહા ! એકરૂપ છે ઈ તો ચેતન...મૂર્તિ! “એક ચૈતન્યચમત્કારમાત્રરૂપ પ્રકાશમાન-પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી.” આહાહા ! –એ નવ તત્ત્વો છે એમ કહ્યું – ભૂતાર્થ એમ કહ્યું...પણ શુદ્ઘનયથી જુઓ તો ! ...શુદ્ધ આત્માની તરફ જુઓ તો એ નવતત્ત્વો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com